ચાણક્ય નીતિ – દશમો અધ્યાય


દશમો અધ્યાય

૧ – જે વ્યક્તિ પાસે વિદ્યાના રૂપમાં ધન છે તે કદીપણ હીન થતી નથી . વિદ્યાન વ્યક્તિ ગરીબ હોય તો પણ પોતાના ગુણોથી શોભે છે . વિદ્યા જ સાચું રત્ન છે અને જેની  પાસે તે નથી તેઓ બધી રીતે ગરીબ હોય છે .

૨ – વ્યક્તિએ સમજી વિચારીને આગળ વધવું જોઈએ અને વસ્ત્રથી ગાળીને પાણી પીવું જોઈએ . શાસ્ત્રો મુજબ આચરણ કરવું જોઈએ અને જે કામ કરવાની મન આજ્ઞા આપે તે જ કરવું જોઈએ .

૩ – જો મોજશોખ પુરા કરવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એશઆરામ છોડી દો . કેમ કે મોજશોખની ઈચ્છા હોય તેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી નથી . વિદ્યા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેને ક્યારેય આરામ મળતો નથી .

૪ – કવિ લોકો કલ્પનામાં વિહરીને ક્યાં નથી પહોંચી શકતા ? સ્ત્રીઓ ક્યા કાર્ય માટે અસમર્થ છે ? નશાખોર શું નથી બોલતા ? કાગડો કોનો શિકાર નથી કરતો ?

૫ – નસીબની જ બધી લીલા છે . તેને કારણે જ ગરીબ રંક અને રાજા રંક થઇ જાય છે . તે અમીરને ગરીબ અને ગરીબને અમીર બનાવી દે છે .