ચિત્રલેખના વિધાતા ને ઓળખો ” વજુભાઈ લખમશી કોટક ”


વજુભાઈ લખમશી કોટક નામ ગુજરાતી ભાષાની જૂની અને નવી પેઢીના વાચકો માટે અજાણ્યું નથી . વજુભાઈ કોટક એટલે ચિત્રલેખા અને ચિત્રલેખા એટલે વજુભાઈ કોટક , આમ બંને એકબીજા સાથે જોડાઈ ગયા છે . થોડા દિવસ અગાઉ તા – ૨૦ – ૪- ૨૦૧૧ ના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ ના હસ્તે વજુ કોટક અને ચિત્રલેખાનો પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યું તે સર્વ ચિત્રલેખાના વાચકો અને ગુજરાતીઓ માટે ગર્વ લેવાની વાત છે . કેટલાંક મિત્રોને એમ થાય કે એક સામાયિકના સ્થાપકના નામે પોસ્ટલ સ્ટેમ્પ કેમ બનાવ્યો હશે પણ તેની પાછળ વજુભાઈ કોટકની ઉપલબ્ધિઓ અપાર છે . વજુભાઈ કોટકને મળેલ માન અને સન્માન માટે તેઓ સમ્પૂર્ણ હકદાર અને લાયક ઠરે છે . 

હું પણ વજુભાઈ કોટકને વધુ જાણવા માટે મથતો હતો એવામાં મારા હાથમાં એક સરસ પુસ્તક આવ્યું , તેનું નામ વજુ કોટક  વ્યક્તિ – પત્રકાર – લેખક . આ પુસ્તકમાં ઘણુંબધું વજુભાઈ કોટક , મધુરી કોટક , કોટક પરિવાર અને મિત્રો વિશે જાણવાનું અને માણવાનું છે . મિત્રો આ પુસ્તકના સમુદ્રરૂપી ખજાનામાંથી ખોબો ભરીને માહિતી આપના માટે લાવ્યો છુ , તેને આપને માણવાની અને મમરાવાની મજા આવશે .

વજુ કોટકનો જન્મ ૩૦ જાન્યુઆરી ૧૯૧૫માં રાજકોટમાં થયો હતો . વજુભાઈ નાની ઉંમરે મોટા મોટા કારનામાં કરેલ હતાં . આઝાદીની ચળવળમાં પણ તેમણે રસ લીધો હતો . તેઓ નાની ઉંમરેથી લેખન અને વાંચન માટે ઉત્સાહિત રહેતા હતાં . તેમના ઘણાં પુસ્તકો થયા છે . જેમાં પ્રભાતના પુષ્પો , રમકડા વહુ , જુવાન હૈયા , ઘરની શોભા , હા કે ના ? , ચુંદડી અને ચોખા , આંસુના તોરણ , આંસુની આતશબાજી , ડોક્ટર રોશનલાલ , રૂપરાણી , બાળપણના વાનરવેડા , ચંદરવો અને ઘણા બધા પુસ્તકો લખ્યા છે . 

વજુભાઈના લગ્ન ૧૯ મે ૧૯૪૯માં મધુરી રૂપારેલ સાથે ભાવનગરમાં થયા હતાં . લગ્ન પહેલા વજુભાઈએ મધુરીબેનને ગાંધીજીની આત્મકથા પુસ્તક વાંચવા માટે આપ્યું હતું . મધુરીબેન વજુભાઈ સાથે દરેક સમયે સાથે ઉભા રહ્યા હતાં . વજુભાઈના અવસાન બાદ પણ મધુરીબેન ચિત્રલેખામાં  આજ દિન સુધી  પહેલા જેવી જ વાંચન સામગ્રી પીરસી રહ્યા છે .

વજુભાઈએ સિનેજગતમાં પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે . વજુભાઈએ કેટલીક ફિલ્મોમાં દિગ્દર્શન , કથા , પટકથા અને સંવાદો પણ આપ્યા છે . મંગલફેરા નામની ગુજરાતી ફિલ્મમાં કથા અને પટકથા વજુભાઈની જ હતી . સિનેજગતના સંબંધોના કારણે ચિત્રપટ સામાયિકમાં જોડાયા . સિનેજગતમાં તે લેખ લખતા પણ મતભેદ થતા તેઓ ચિત્રપટ છોડી છાયા સામાયિકમાં જોડાયા . ચિત્રપટમાં છપાતી અધૂરી વાર્તા તેમણે છાયામાં શરુ કરી અને છાયામાં તેમના જવાથી છાયા સામયિકનું વેચાણ પાંચ ઘણું થઇ ગયું . છાયા સામયિકની જોરદાર સફળતા બાદ તેમને પોતાની આંતરિક શક્તિનો ઓળખાણ થઇ અને તેમાંથી ચિત્રલેખાનું બીજ રોપાયું . વજુભાઈ અંગેજી સામાયિક લાઈટમાં લેખ લખતાં હતાં .

૨૨ એપ્રિલ ૧૯૫૦ના રોજ વજુભાઈએ ૧૦૧૦૧ નકલ સાથે ચિત્રલેખા સામયિકની ધમાકેદાર શરૂઆત કરી . વજુભાઈએ અને મિત્રોએ નવા સામયિકના નામ શોધવા માટે ઘણી મહેનત કરી અને અંતે ચિત્રલેખા નામ મળી આવ્યું . વજુભાઈ ના શબ્દોમાં ચિત્રલેખા એટલે , ” બ્રહ્માની દેવી , વિધાતા , જે માનવના લલાટે લેખા લખે છે અને આપણે પણ આ સાપ્તાહિકમાં ભાવિ પ્રજા માટે લેખો લખવાના છે .” વજુભાઈએ બીજ અને જી નામના સામયિક પણ શરુ કર્યા હતાં . ૧૯૫૧માં વજુભાઈએ પ્રેસ લીધું અને સ્વતંત્ર ચિત્રલેખા પ્રસિદ્ધ થવાનું શરુ થયું . 

વજુભાઈને હાર્ટ એટેક પણ ચિત્રલેખાની ઓફિસમાં જ આવ્યો હતો એટલે છેલ્લે સુધી તેઓ ચિત્રલેખા સાથે જ જોડાઈ રહ્યા એમ કહી શકાય . વજુભાઈ મિત્રોને કહેતા હતાં , ” મારે ગુજરાતને સાહિત્ય માંગીને નહીં , પૈસા ખર્ચીને વાંચતા કરવું છે .”

વજુભાઈના આ પુસ્તકમાં હું લેખક કેમ થયો તે વિશે રસપ્રદ વાતો જણાવેલ છે . પુસ્તકમાં વજુભાઈના સુંદર ફોટો સમાવેલ છે . વજુભાઈની અંતરંગ વાતો જાણવા અને માણવા માટે આ પુસ્તક એકાદ વાર વાંચવા જેવું તો ખરું જ . પુસ્તકમાં વજુભાઈની કલમ પ્રસાદી માણવા અને જીવનભર મમરાવવા જેવી છે .

બસ આટલું જ અને વધુ માટે ચિત્રલેખા વાંચતા રહેજો .

પુસ્તક પ્રકાશક } ચિત્રલેખા કાર્યાલય , ૨૨ – અંધેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ , વીરા દેસાઈ રોડ  ,  મુંબઈ – ૪૦૦૦૫૩ .


મહાપ્રભુ વલ્લભાચાર્ય


ફોટો સ્તોત્ર } ગુજરાત સમાચાર
ફોટો સ્તોત્ર } ગુજરાત સમાચાર

આજની તિથી  ચૈત્ર વદ એકાદશી એટલે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યની જન્મતિથિ . આજના શુભ દિવસે શ્રી વલ્લભાચાર્યનો જન્મ ચંપારણ્યમાં સંવત ૧૫૩૫માં થયો હતો . શ્રી વલ્લભાચાર્યની ૮૪ બેઠક અને ૮૪ શિષ્યો છે . શ્રી વલ્લભાચાર્યની ૮૪ બેઠકમાંની એક બેઠક અમદાવાદમાં નરોડાના ગોપાલદાસ ક્ષત્રીયના નામની છે .

શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યની મરણ તિથી સંવત ૧૫૮૭ , અષાઢ સુદ ત્રીજ છે .

આજના આ પાવન દિવસે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યનું સરસ ભજન માણીએ .

“Murtaza Ali- Internet Par Vepaar…Gujaratima”

કૈવલ્ય ઉપનિષદ


૭ -સંન્યાસઆશ્રમીએ એકાંત અને શાંત પ્રદેશમાં જઈ , સુખકર આસને સ્થિર બેસી , ડોક ,માથું અને શરીરને સીધા રાખીને કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોનો નિરોધ કરવો અને પોતાના સદગુરુને મનથી પ્રણામ કરવા .

૮ – અને પોતાના હ્રદય કમળને , રાગદ્વેષ રહિત તથા વિશુદ્ધ કરો , એ હ્રદયની મધ્યમાં , નિર્મળ , શોક રહિત , અચિન્ત્ય , અવ્યક્ત , અનંત , શિવ સ્વરૂપ પ્રશાંત ,અમૃત અને બહ્ર્મયોનિ અર્થાત જગતનાં જન્મ , સ્થિતિ અને લયના કારણ રૂપ

૯ – એ બ્રહ્મ , આદિ મધ્ય અને અંત રહિત છે ; એ વિભુ અર્થાત વ્યાપક છે . સ્વયમ પ્રકાશિત અને આનંદ સ્વરૂપ છે , જેનો ઉમિયાજી અર્થાત બ્રહ્મ વિદ્યા સહાયક છે . એવા પરમ ઈશ્વરનાય ઈશ્વર . જે પ્રશાંત ત્રિનેત્ર તેમજ નીલકંઠ મહાદેવ છે ; જે ભૂતમાત્રના નાથ છે , તેને મુનિઓ ધ્યાન ધ્વારાએ પ્રાપ્ત કરે છે . એ સદાશિવ સમસ્તના સાક્ષી છે અને અવિદ્યારૂપી તમસથી પાર રહેલા છે .

૧૦ – તે બ્રહ્મ જ પોતે બ્રહ્મા છે . એ જ શિવ છે , એ જ ઇન્દ્ર છે , એ જ અક્ષર છે , એ જ વિષ્ણુ છે , એ જ પ્રાણ છે , એ જ કાળ રૂપ , અગ્નિ રૂપ તેમજ ચન્દ્રમા પણ એ જ છે .

વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ


મિત્રો વિશ્વભરમાં ૨૩ એપ્રિલને વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . યુનેસ્કો એ ૨૩ એપ્રિલ પુસ્તકો વાંચન ,પ્રસિદ્ધિ  અને કોપીરાઇટને પ્રોત્સાહન મળે તે માટે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું . સૌ પ્રથમ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી ૧૯૯૫માં કરવામાં આવી હતી . ૨૩ એપ્રિલે Don Quixote નોવેલના લેખક Miguel de Cervantes ની યાદમાં ઉજવવામાં આવે છે .૨૩ એપ્રિલે શેક્સપિયર નું અવસાન થયું હતું .

વધુ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની જાણકારી માટે ક્લિક કરો

વિશ્વ પુસ્તક દિવસ પર કેટલાંક મેં વાંચેલા , મને પસંદ ( વાંચવાના બાકી છે ) અને મિત્રોએ સુચવેલ પુસ્તકો ની યાદી નીચે મુજબ છે . આ પુસ્તકો આપને પણ વાંચવા ગમશે .

ક્રમ

પુસ્તક લેખક   પ્રકાશક કિંમત
સત્યના પ્રયોગો મો .ક .ગાંધી નવજીવન ૬૦
સ્વામી વિવેકાનંદ નવજીવન ૭૫
શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી મુકુલભાઈ નવજીવન ૫૦
કુંટુબમંગલ ફાધર વાલેસ ગુર્જર ગ્રંથરત્ન ૧૫૦
લગ્નસાગર ફાધર વાલેસ ગુર્જર ગ્રંથરત્ન ૧૫૦
ચાલતા રહો , ચાલતા રહો મોહમ્મદ માંકડ ગુર્જર ગ્રંથરત્ન ૯૦
કર્ણલોક ધ્રુવ ભટ્ટ ગુર્જર ગ્રંથરત્ન ૧૧૦
ક્લીન બોલ્ડ ભગવતીકુમાર શર્મા સાહિત્ય સંગમ
૧૬૦
આંગળિયાત જોસેફ મેકવાન ડીવાઈન પબ્લીકેશન ૨૦૦
૧૦ પ્રથમ પગલું માંડીયું વર્ષા અડાલજા એન. એમ. ઠક્કર કંપની ૨૦૦
૧૧ કાલ રાક્ષસ ઈવા દેવ રંગદ્વાર ૯૬
૧૨ જય સોમનાથ કનૈયાલાલ મુનશી ગુર્જર ગ્રંથરત્ન ૧૫૦
૧૩ સોક્રેટીસ અને પ્લેટોના જીવનસુત્રો અનુભવાનંદજી એન. એમ. ઠક્કર કંપની ૬૫
૧૪ મિશ્ર લોહી ઈવા  દેવ રંગદ્વાર ૯૦
૧૫ વાતડીયું વગતાડિયું કાનજી ભુતા બારોટ રંગદ્વાર ૨૫૦
૧૬ આગળ વધો સુનીલ ગાંધી એન. એમ. ઠક્કર કંપની ૭૫
૧૭ ભદ્રંભદ્રં રમણભાઈ નિલકંઠ ગુર્જર ગ્રંથરત્ન ૧૦૦
૧૮ ૩ મિસ્ટેક ઓફ માય લાઈફ
ચેતન ભગત આર આર શેઠ
૧૯ આગળ વધો સુનીલ ગાંધી એન. એમ. ઠક્કર કંપની ૭૫
૨૦ એન્જોયગ્રાફી રતિલાલ બોરીસાગર ગુર્જર ગ્રંથરત્ન ૪૦
૨૧ માણસાઇના દિવા ઝવેરચંદ મેઘાણી
૨૨ ડૉ અબ્દુલ કલામ પી.સી.પટેલ રંગદ્વાર ૧૦૦
૨૩ સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી
૨૪ વડવાનલ ધીરુબહેન પટેલ ગુર્જર ગ્રંથરત્ન ૨૮૦
૨૫ પ્રથમ પગલું માંડયું વર્ષા અડાલજા એન. એમ. ઠક્કર કંપની ૨૦૦
૨૬ સદાચાર ફાધર વાલેસ ગુર્જર ગ્રંથરત્ન ૬૦
૨૭ આઈન્સટાઇન પી .સી .પટેલ રંગદ્વાર ૫૦
૨૮ એક ડગલું આગળ વનલતા મહેતા એન. એમ. ઠક્કર કંપની ૧૦૦
૨૯ સરવાળે ભાગાકાર નિરંજન ત્રિવેદી ગુર્જર ગ્રંથરત્ન ૫૫

    ૩૦

             શિખંડીની

 કલ્પેશપટેલ                   

      અરવલ્લી

૧૦૦
 ૩૧  જયંત  ખત્રીનો વાર્તા વૈભવ  શરીફા વીજળીવાળા  ગુર્જર ગ્રંથરત્ન ૧૬૦ 
 ૩૨   ઘણું જીવો ગુજરાત  નારાયણ દેસાઈ  રંગદ્વાર ૮૦ 
 ૩૩   શ્રેષ્ઠ ભારતીય કથાઓ  હસુ યાજ્ઞિક  પાર્શ્વ પબ્લીકેશન ૧૦૦ 
 ૩૪   નવા ફણગા સાકળચંદ  પટેલ  રન્નાદે  ૫૫
 ૩૫    નદીનો ત્રીજો કાંઠો  રાજેન્દ્ર પટેલ  રંગદ્વાર ૧૦૦ 
 ૩૬  ગુર્જર  સાહિત્યનો ઝરુખો નિરંજન  હરીશંકર પંડ્યા  એન. એમ. ઠક્કર કંપની  ૨૨૫
 ૩૭   ડિવોર્સ @ લવ .કોમ  કિશોર પટેલ  શુભમ પ્રકાશન ૧૨૫ 
 ૩૮   મેઘધનુષના રંગો  શાનુભાઈ અંધારિયા   રંગદ્વાર ૮૦ 
 ૩૯   એક નટખટ છોકરાના પરાક્રમો  અનુ . રેમન્ડ પરમાર   રંગદ્વાર  ૧૩૦

સુભાષિત


અજ્ઞ: સુખમારાધ્ય: સુખતરમારાધ્યતે વિશેષજ્ઞ: |

જ્ઞાનલવદુર્વીદગ્ધમ્ બ્રહ્માપિ ત્મ નરં રંજયતિ ||

અજ્ઞાનીને જલ્દી ખુશ કરી શકાય છે , અતિ અજ્ઞાનીને જલ્દી ખુશ કરી શકાય . પરંતુ જે થોડા જ્ઞાનથી દાઝેલો છે તેને બ્રહ્મા પણ ખુશ કરી શકે તેમ નથી .