કૈવલ્ય ઉપનિષદ


મિત્રો માણડૂકય ઉપનિષદ પછી હવે આપ સૌ માટે કૈવલ્ય ઉપનિષદ મુકી રહ્યો છું .

મિત્રો સમયાંતરે હું ઈશ , કેન , કઠ , પ્રશ્ન , મુણ્ડકો ઉપનિષદ પણ મુકીશ .

કૈવલ્ય ઉપનિષદનું મહત્વ વિશેષ કરી કલિયુગ માટેનું મનાય છે . કૈવલ્ય એટલે બ્રહ્મ , કૈવલ્ય એટલે મુક્તિનો આનંદ , કૈવલ્ય ઉપનિષદ એટલે સુખ , શાંતિ અને આનંદનાં મંડાણ , તે આ ઉપનિષદ જેનાથી બ્રહ્મના વિચારોનાં સ્કુરણ થાય તે કૈવલ્ય ઉપનિષદ .

શાંતિ મંત્ર

ॐ સહ નાવવતુ સહ નૌ ભુનક્તુ |

સહ વીર્ય કરવાવહૈ |

તેજસ્વિનાવધીતમસ્તુ | મા વિદ્વીષાવહૈ ||

ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||

૧ – આશ્વલાયન મુનિ પોતે પ્રાપ્ત કરેલ દિવ્ય શક્તિ ધ્વારા અગ્નિ , વાયુ , વરુણ , ઇન્દ્ર અને પ્રજા પતિના લોકની ઉપરના બ્રહ્મલોકમાં પહોંચીને પરમેષ્ટિ બ્રહ્માજીને શરણે આવીને વિધિ પૂર્વક પ્રણામ કરીને બોલ્યા .

૨ – હે ભગવાન ! જે અતિશ્રેષ્ઠ , તેમજ અતિ ગૂઢ છે અને જે સંતો ધ્વારાએ સેવિત છે . તે બ્રહ્મ વિદ્યા મને આપ ભણાવો ; જેનાથી અથવા જેમ વિદ્વાન થોડા સમયમાં જ પોતાના સર્વ પાપોને ત્યાગીને પરાત્પર માયાથી રહિત એવા પરબ્રહ્મ પુરુષને પામે છે .

વૈદિક ગણિત


મિત્રો આપ વૈદિક ગણતરી વિશેની જાણકારી જાણવા માંગતા હોય તો નીચે કેટલીક લીંક મુકી છે . આ લીંક પર કેટલીક વૈદિક ગણિતના કેટલાંક સુત્રોની જાણકારી મળશે . આ લીંક પર સરળતાથી સમજાય તેવી રીતે જાણકારી આપવામાં આવી છે .

  1. http://www.sanalnair.org/articles/vedmath/example1.htm
  2. http://www.vedicmaths.org/Introduction/Tutorial/Tutorial.asp
  3. http://www.hinduism.co.za/vedic.htm
  4. http://easyvedicmaths.blogspot.com/

 

વધુ વૈદિક ગણિત માટે પ્રદીપકુમાર નું પુસ્તક આર.આર.શેઠની કંપની પ્રકાશિત વાંચવા જેવું છે. આપને આ વિષય પર રસ છે તો આ પુસ્તક જરૂર વાંચજો.

પુસ્તક કોડ ISBN : 978-81-89919-74-0 છે.

અફસોસ! – રૂપેન પટેલ


શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘અફસોસ !’ જીવનના અનેક પ્રસંગોને લઈને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ અને ઉતાવળીયા નિર્ણયોથી થતી તકલીફોનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર…….. નવલીકા ‘અફસોસ !’ વાંચવા ક્લિક કરો અક્ષરનાદ

નવગ્રહ પ્રાર્થના


બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકારી , ભાનુ: શશી , ભૂમિસુતો બુધશ્વ ગુરુશ્વ શુક્ર:શનિરાહુકેતવ: કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ્

નમોડસ્ત્વનન્તાય સહસ્ત્રમૂર્ત્યે સહસ્ત્રપાદાક્ષિશિરોરુબાહવે |

સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિયુધધારિણે નમઃ ||

સ્ત્રોત } નિત્ય પાઠ પ્રભુ પ્રાર્થના