ભક્તિરૂપી ભાંગ


ધૂન રહે નીત તારી ભોળા

એવી ભાંગ મને પ્યારી

ભક્તિરૂપી ભાંગ બનાવું

આખો જામ પલાળી .

ધીરજથી એને ઘૂંટી લઇ

પ્રેમ વસ્ત્રે લઉં ગાળી

ખંત રૂપી ખસખસ નાખું

શુદ્ધ વૃતિ વરિયાળી .

મનોવૃત્તિ વાટુ મસાલા

કરુણા કુંડી ધારી

કાળ તણો તો કાટ ઉકાળું

ભાંગ બનાવું બહુ ભારી

સંતોષ નામની નાખું સાકર

સત્સંગ જાળમાં સારી

એવી ભાંગ કોઈ પીએ પ્રેમથી

મસ્ત સદા કરનારી

ભોળો એના ભવદુઃખ ભાંગે

ગાય શાંતિ બલિહારી .

 

સ્ત્રોત } ભાવ વંદના

આવતીકાલે શિવરાત્રીનો ધાર્મિક પર્વ હોવાથી શિવ મહિમ્ન સ્ત્રોતના રચયિતાના જાણકારીની પોસ્ટ વાંચવા ક્લિક કરો .