કૈવલ્ય ઉપનિષદ


૩ – મુનિવરે આ પ્રમાણે શિષ્ય ભાવે પ્રાર્થના કરી ,ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ ! એ બ્રહ્મવિધાને તમે શ્રધ્ધા ભક્તિ અને ધ્યાન યોગથી જ જાણો .

૪ – કારણકે આ વિધાને કોઈપણ , ન કર્મથી , ન પ્રજાથી તેમજ ન ધનથી , પ્રાપ્ત કરી શકેલ છે , પરંતુ એ વિદ્યા તો કોઈ વિરલા જ , ત્યાગ ભાવથી પ્રાપ્ત કરી અમરપણાને પામ્યા છે .

૫ – જ્યાં દુઃખ નથી , એવા સ્વર્ગ લોકથી પણ પર , જે આનંદ સ્વરૂપી બ્રહ્મ આત્મરૂપે , હ્રદયમાં બુદ્ધિ રૂપી ગુહામાં ખાસ કરીને પ્રકાશે છે , તે પ્રસિદ્ધ વિશ્વવ્યાપી સ્વરૂપને યતિઓ પ્રયત્નથી પ્રવેશીને આત્મ સાક્ષાત્કાર કરે છે .

૬ – વેદાંત અને વિશેષ જ્ઞાનમાં , જેમને દ્રઢ નિશ્ચય છે એવા સંન્યાસીઓ સંન્યાસ યોગેથી – અર્થાત સર્વ કર્મના ફળના ત્યાગથી જેમનાં હ્રદય નિર્મળ થયા છે , એવા યતિઓ , બ્રહ્માજીના લોકમાં , બ્રહ્માના આયુષ્ય સુધી રહી; એમના અંતકાળે ,સત્યલોકમાં , અમૃત ભાવથી  છુટી , વિદેહ કૈવલ્ય અર્થાત નિરપેક્ષ મુક્તિ પામે છે .