સિંગાપુરમાં જર્મન કંપની વોલકોપ્ટર દ્રારા પ્રથમ એર ટેક્સી ટ્રાયલ કરવામાં આવ્યો. વોલ્કોપ્ટર તરીકે ઓળખાતા ઇલેક્ટ્રિકલી-સંચાલિત વિમાનનો સિંગાપુરના શહેરી વાતાવરણમાં ટ્રાયલ કરવામાં આવ્યો. 2016 માં જર્મનીમાં તેની પ્રથમ ફ્લાઇટનું ટ્રાયલ કરવામાં આવ્યુ હતું.
volocopter-singaporeવોલકોપ્ટર આગામી વર્ષે જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે સિંગાપુરમાં તેના ઇલેક્ટ્રિક વર્ટિકલ લેક-ઑફ અને લેન્ડિંગ એર ટેક્સીની શહેરી ફ્લાઇટ શરૂ કરવાની યોજના ધરાવે છે.
જર્મન સ્ટાર્ટઅપ કંપની વોલકોપ્ટરનું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વીટીઓએલ વિમાન ઉચ્ચ ક્ષમતાવાળા બેટરી પર ચાલતી 18 ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ દ્વારા સંચાલિત છે.ઇન્ટેલના ફાલ્કન 8+ કોમર્શિયલ ડ્રૉન ફ્લાઇટ કંટ્રોલ અને સેન્સર તકનીક વોલકોપ્ટર EVTOL માટે નેવિગેશન સિસ્ટમ પ્રદાન કરે છે.વોલકોપ્ટર દાવો કરે છે કે 330 ફૂટની ઊંચાઈએ પણ વિમાન ઉડી શકશે. જર્મન કંપનીના જણાવ્યા અનુસાર, તેના ઇલેક્ટ્રિકલી-સંચાલિત 2 એક્સ એરક્રાફ્ટ 70 કિલોમીટર / કલાક (43 એમપીએચ) ની ક્રુઝ સ્પીડ સાથે એક જ ચાર્જ પર 27 કિમી (17 માઇલ) સુધી બે લોકો ઉડી શકે છે.
કંપનીએ સિંગાપોર ના સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ સિંગાપોર (CAAS) અને પરિવહન મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. કંપનીએ સંપૂર્ણ વ્યાપારી લાયસન્સ મેળવવા માટે યુરોપીયન એવિએશન સેફ્ટી ઓથોરિટી (ઇએએસએ) સાથે પણ કામ કરી રહી છે.