ભારતની સૌથી પહેલી ઇ કાર નું થાણેના અવિનાશ નિમોનકરના નામે લીલા રંગની નંબર પ્લેટ સાથે રજીસ્ટ્રેશન થયું છે.
nimonkar1અવિનાશ નિમોનકરે દશેરાના દિવસે ઇ કાર ઇ-વેરિટો ખરીદી હતી. ઇ-વેરિટો ચાર્જીંગ પછી આશરે 150 કિલોમીટર ચાલે છે અને ચાર્જીંગનો કુલ ખર્ચ રૂ. 49 થાય છે. કાર ચાર્જીંગ કરવા માટે ડીસી ચાર્જિંગ સ્ટેશનમાં લગભગ 45 મિનિટ લાગે છે. મહારાષ્ટ્ર સરકાર ઇ કારોના ચાર્જિંગ માટે ચાર્જિંગ સેન્ટર સ્થાપી રહી છે.
images_1540196222300_green_plates_for_electric_cars1મહિન્દ્રા ઇલેક્ટ્રિક સેડાન ઇ-વેરિટો ત્રણ મોડલમાં ડી 2, ડી 4 અને ડી 6 ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 9 .5 લાખથી 10 લાખ સુધીની છે.
અવિનાશ નિમોનકરને ઇ-વેરિટો કાર પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી છૂટ આપવામાં આવી છે. તેમને રૂ. 1.38 લાખની ફેમ સબસિડી ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પાસેથી રૂ. 1 લાખની વધારાની સબસિડી મળી છે.

Leave a comment