કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારતમાં સરકારી અધિકારીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ક્રમાંક ૧૧૦ પછી આવે છે અને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં તે સ્થાન ધરાવે છે.

 • ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે. તેનાથી દેશનું પતન થાય છે અને સમાજ અંધકારની ગર્તામાં ધકેલાય છે.
 • ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે.
 • ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા પ્રત્યેક નાગરિક જાગ્રત બની તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રતીકસમાન આગળ આવે.
 • ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે નાગરિકો પરનો અત્યાચાર, અત્યાચારને ડામવા સમાજે ઘોર નિદ્રામાંથી જાગવું જરૂરી બન્‍યું છે.
 • ભ્રષ્ટાચાર ઊભી પૂંછડીએ ભાગશે, પણ જ્યારે દરેક નાગરિક સાબદો થઈ સ્વાભિમાની તલવાર વીંઝશે.
 • આપણે સૌએ, મારું નહીં આપણાપણાના ભાવે ભ્રષ્ટાચારી બાળજતનને અટકાવી જાહેર સેવાને ઉગારવા કમર કસવી પડશે.
 • જો આપણે સુખી થવું હોય તો, ભ્રષ્ટાચારને તિલાંજલિ આપવી પડશે અને દેશના ખરા નાગરિક તરીકેની ફરજો અદા કરવી પડશે.
 • લાંચ આપવી તે લાંચ સ્વીકારવા કરતાં મોટો ગુનો અને પાપ છે.
 • તોષણ એ માનવીય ગુણોને ભ્રષ્ટ બનાવી, સમાજને અધઃપતનના માર્ગે લઇ જાય છે.
 • ભ્રષ્ટાચારનો રાક્ષસ વિકાસશીલ રાષ્ટ્રને આભડી રહ્યો હોય ત્યારે માનવીય ગુણોમાં ભ્રષ્ટપણું રાષ્ટ્ર માટે લાંછન અને કેન્સરસમો રોગ છે.


લાંચ રુશ્વવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય વધુ જાણવા માટે અહી ક્લિક કરો

10 thoughts on “ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે

 1. Bhrashtachar bandh karva mate sauthi pahela to apne j sudharvu pade ane leagly chalvu pade.
  pachhi j apne bhrashtachar no virodh kari shakay. parantu apne j khotu karvu chhe ane te mate
  apne j bhrashtachar ne protsahan apie chhie.
  vyakti e pahela sudharvu pade, tyar pachhi j desh – samaj sudharvani vat karvi joie.
  “aap thi bagde te aap thi sudhre, aap thi na sudhre te koi na baap thi na sudhre”
  jay hind…..

 2. ભ્રષ્ટ્રાચાર એ એવો વિષય છે કે, તે સૌ કોઇને આકર્ષે છે. ચાહે પછી તે ભ્રષ્ટ્રાચાર કરવા માટે હોય કે પછી તેને અપખોડવા માટે હોય.

  ક્યાંક વાંચેલુ છે કે, મુસ્લિમ દેશો ‘હિન્દુ’ નો અર્થ ‘ઠગ’ કરે છે. જેઓનો વિશ્વાસ જ ના કરી શકાય. આ બાબતને સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, હિન્દુઓને (મારા સહીત- હું હિન્દુ છુ) બહુ ખૂંચે તેવી છે. અલબત્ત, કરવામાં આવેલો આવો અર્થ એ દ્વેષયુક્ત જ ગણીએ. કારણ કે, આ દેશમાં ગાંધીજી આધુનિક યુગ પુરૂષ પાક્યા જેમણે નીતિ અંગે તેમના જીવન અને કાર્યથી જ કામ કરેલું છે. આ એ જ ધર્મ છે જે ગીતા જેવા મહાના ગ્રંથો આપ્યા છે. માત્ર પ્રેમ નરી સહીષ્ણુતા જ એવો ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરનાર હિન્દુઓના ભગવાના શ્રી રામ જ હતા અને છે. જેની અસરો આજે વિશ્વમાં વ્યાપ્ત છે. તે ભૂલી શકાય તેમ નથી. આવી વાતોને અવગણીને માત્ર ગણી ગાંઠી બાબતો સામેલ કરીને જ થયેલું આવું અર્થઘટન હોય. તેમજ માનવીય દુર્ગુણો તો કોઇપણ ધર્મના માણસમાં હોવાના જ.
  છતાં આવા અર્થઘટનને વિધેયાત્મક રીતે જોવામાં આવે તો, આપણાં દેશનો ઇતિહાસ કેવો છે? ઝાંસીની રાણીનો માતુભૂમિ પ્રત્યેનો અસીમ પ્રેમ હોવા છતાં પોતાની જ ભૂમિ પર ઝાંસીની રાણીને રોટલો પણ નસીબ ના થાય અને માત્ર રઝળવાનું આવેલ તેના કારણોમાં મુઠ્ઠીભર બિનવફાદાર લાલચુ ભારતીયોના કારણે જ. બીજી પ્રજાઓ આ ભૂમિ પર આવીને રાજ કરી ગઇ. વિધર્મીઓ આવીને આ દેશમાં જબરદસ્તીથી કે લાલચથી તેમના ધર્મો ફેલાવી ગયા. કારણ શું ? બસ એક જ જવાબ છેઃ- ભ્રષ્ટ્રાચાર.

  ભૂલાયેલા આ દેશના મૂળભુત મૂલ્યોને ઉજાગર કરવાની વાત તો બાજુએ રહી પણ આજે તો નિત નવા ભ્રષ્ટ્રાચારના એપીસોડ ફટાફટ ખબરેંની જેમ આવતા જ જાય છે. જે ના ગમે તેવું છે. આવી જ એક વ્યથા@http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:363101

  1. તમે જણાવ્યું કે મુસ્લિમ દેશો ‘હિન્દુ’ નો અર્થ ‘ઠગ’ કરે છે . આ જાણી ઘણું દુઃખ થયું અને આપણે સૌએ ગહન વિચારવા જેવું છે . જેમ આપણે મુસ્લિમને આંતકવાદ સાથે સરખાવીએ છીએ તેમ તેઓ આપણને ઠગ કહેતા હશે પણ જેમ બધા મુસ્લિમ આંતકી નથી તેમ બધા હિંદુ પણ ઠગ ના હોઈ શકે . આપણા અને તેમનામાંથી કેટલાંકના લીધે સમગ્ર સમાજની શાખ અને લાગણીઓ ખોરવાય છે .

 3. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી…. (કવિતા)
  ==================================================================

  રાગ: દિલ લુંટને વાલે જાદુગર……..( ફિલ્મ— મદારી )

  ===================================================================

  બાપુના આદર્શ ભારતમાં ભ્રષ્ટાચારનો કોઈ ઉપાય નથી,

  નિષ્ઠાવાન નેતાઓ વિના ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  ક્યાંક બોફોર્સના ભૂતો હજુ પણ જાગે છે,

  એન્ડરસનો ભારત છોડીને પણ ભાગે છે,

  સોનિયાજી ગાંધી અટક ત્યાગો ને,………… ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  આદર્શ સોસાયટીમાં અશોક શોક કરાવે છે,

  વિલાસરાવો જુઓ વિલાસમાં જ રાચે છે,

  સુશીલકુમાર જરા સુશીલ થાઓને, ………. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  કલમાડી કેરા કકળાટો હૈયે હજુ વાગે છે,

  કોમનવેલ્થ રમતના ભણકારા લાગે છે,

  દુનિયામાં થતા ધજાગરા અટકાવોને,……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  અશોક ને ભુજબળના ગજ ક્યાં વાગે છે,

  પૃથ્વીરાજ ચૌહાણ નવા સી.એમ આવે છે,

  સત્તાના સયુંકતા હરણમાં લાગોને,……… ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  રજવાડા ગયાં પણ હજુ રાજાઓ લાગે છે,

  બની બેઠેલા નામના રાજાના ધક્કા વાગે છે,

  ટેલિકોમમાં કરોડના ગોટાળા શોધોને , …….ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  જમીન કૌભાંડોના ગોટાળા ચારેકોર ચાલે છે,

  યેદુરપ્પા પુત્ર પુત્રીઓને મોંઘી જમીન આલે છે,

  રેડી બંધુઓને ભાઈ હવે તો રોકોને, ……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  કારગીલ કોફીનમાં ફર્નાન્ડીઝ નામ ચમકે છે,

  જુઓ રબડીઓ, માયાવતીઓ રાજ ચલાવે છે,

  લાલુના ઘાસચારા ને યાદ કરોને , ……. .. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  સંસદમાં ત્રણસો કરોડપતિઓ બિરાજે છે,

  પાંચ વર્ષે આવકમાં વધારો નોધાવે છે,

  ચુંટ્યા એમનો ખ્યાલ કદીક રાખોને,……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  અમિત શાહ જેવા પક્કડમાં તો આવે છે,

  કલમાડી, રાજા ,અશોક બિન્દાસ લાગે છે,

  એમની ધરપકડ ને રિમાન્ડ માંગો ને, ……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

  યુવાધન હવે તો એક જ ઉપાય લાગે છે,

  નિસ્વાર્થ ને સેવાભાવી નેતાઓ માંગે છે,

  ચુંટણીમાં સઘળો હિસાબ પતાવોને, ……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

 4. કોંગ્રેસના CM ચાંડી સામે ભ્રષ્ટાચારની તપાસ >>>>>>>>>>>> કોંગ્રેસના વધુ એક મુખ્યપ્રધાન સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેરળમાં તિરૂવનંતપુરમની વિજલન્સ કોર્ટ દ્વારા વર્ષ 1992ના પામોલીન તેલ આયાત કૌભાંડમાં વર્તમાન મુખ્યપ્રધાન ઓમન ચાંડી સામે તપાસના આદેશ આપ્યા છે. જેઓ તત્કાલીન સરકારમાં નાણાપ્રધાન હતા. -કોંગ્રેસના CM ચાંડી સામે ભ્રષ્ટાચારની તપાસ -કેરળના CM પર પામોલિન આયાતમાં કૌભાંડ આચરવાનો આરોપ વિશેષ કોર્ટના ન્યાયધીશ એસ. જગદીશે આ આદેશ આપતા એપ્રિલ મહિનામાં તપાસ કર્તાઓ દ્વારા આપવામાં આવેલા એ રિપોર્ટને નકારી કાઢ્યો હતો. જેમાં કહેવામા આવ્યું હતું કે, આરોપીઓની યાદીમાં અન્ય કોઈ વ્યક્તિનું નામ ઉમેરવાની અને વિશેષ તપાસ કરવાની જરૂર નથી. ન્યાયધીશે આ અંગે ત્રણ મહિનામાં રિપોર્ટ આપવા કહ્યું છે. બીજી બાજુ મુખ્યપ્રધાનના પ્રવક્તાએ કોર્ટના આદેશના અભ્યાસ બાદ પ્રતિક્રિયા આપવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ભ્રષ્ટાચારના કેસના કારણે જ ચીફ વિજલન્સ કમિશ્નર પી. જે થોમસે તેમનું પદ ગુમાવવુ પડ્યું હતું. આ અંગેનો આદેશ ઉચ્ચતમ અદાલતે આપ્યો હતો. તેઓ આ કેસમાં છઠ્ઠા ક્રમના આરોપી છે. આ કૌભાંડના કારણે રાજ્યની તિજોરીને R 2.32 કરોડનું નુકશાન થયું હતું. શું કોંગ્રેસ તેના નેતા ઓમાન ચાંડી સામે કોઈ તપાસ કરશે કે શીલા દિક્ષીતની જેમ તેનો પણ બચાવ કરશે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s