આજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે .

એસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .

તેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .

તેમના પિતાએ બરજબરીથી તેમના લગ્ન નાની ઉંમરે કરાવી દીધા . તેઓ લગ્ન પછી નોકરી ની તલાશ માટે મદ્રાસ ગયા .તેઓ નોકરીની તલાશમાં ફરતા ફરતા એકવાર ડેપ્યુટી કલેકટર અને ગણિતના જાણકાર એવા શ્રી વી રામાસ્વામી ઐયરને મળ્યા .રામાસ્વામીએ તેમના ગણિતશાસ્ત્રથી પ્રભાવિત થઇને તેમને ૨૫ રૂ ની માસિક શિષ્યવૃતિ શરુ કરાવી .તેઓએ મદ્રાસ પોર્ટમાં પણ ક્લાર્ક તરીકે નોકરી કરી . ક્લાર્કની નોકરી કરતા કરતા તેમને ગણિતના કેટલાય નીતિ સુત્રો બનાવ્યા .

તેઓએ મદ્રાસ યુનિવર્સીટીમાંથી ૧૯૧૩માં ડીગ્રી વિના કેટલાક શિક્ષકોની મદદથી મહીને ૭૫ રૂ ની શિષ્યવૃતિ મેળવી .પ્રોફેસર હાર્ડીના અથાગ પ્રયાસથી તેમને કેમબ્રીજ જવા માટે આર્થિક સહયોગ મળ્યો અને તેઓ લંડન ગયા .૧૯૧૮માં તેમને રોયલ સોસાયટીમાં ફેલો તરીકે નિમાયા .

તેમની શારીરિક તબિયત બગડતા તેઓ ભારત પરત ફર્યા અને મદ્રાસ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપકની નોકરી મેળવી .તેઓએ બનાવેલા ગણિતના સુત્રો તેઓ રજીસ્ટરમાં લખી રાખતાં . આ રજીસ્ટરો આજે પણ ગણિતના પ્રોફેસરો માટે મદદરૂપ થાય છે .

તેમની તબિયત વધુ બગડતા તેમનું મૃત્યુ ૨૬ એપ્રિલ ૧૯૨૦માં નાની ઉંમરે થયું અને ભારતે એક મોટા વિશ્વપ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી ગુમાયા .

એસ .રામાનુજમ્ ના વધુ પરિચય માટે અહીં ક્લિક કરો

6 thoughts on “એસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી

  1. ૧૯૧૮ માં રોયલ સોસાયટીમાં ફેલો તરીકે નિમાનાર આ મહાન વિભૂતિને સલામ મારવાનું મન થાય તેવી માહિતી રૂપેનભાઇ આપે પીરસી છે. સાચા અર્થમાં જ્ઞાનનું ઝરણું વહાવો છો. અભિનંદન…

  2. કેમ છો રૂપેનભાઈ

    ભુલી ગયા કે કેમ સાહેબ

    મે ધોરણ : 11/12 ના બાળકો માટે નવો શૈક્ષણિક બ્લોગ શરૂ કર્યો છે,

    તે આપણા ગૃપમાં જોઈન્ટ થતો હોય તો કરશોજી

    http://drkishorpatel.blogspot.in

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s