કેટલાંક મિત્રો આ ટાયટલથી પરિચિત હશે જ અને જે નથી તેઓ હવે પછી પરિચિત થઇ જશે . મિત્રો ઈડલી , ઓર્કિડ અને મનોબળ એ એક પ્રેરણાત્મક પુસ્તકનું નામ છે . આ પુસ્તકના લેખક  વિઠ્ઠલ વ્યંકટેશ કામત છે . તેઓ સફળ બિઝનેશમેનની સાથે સાથે સારા લેખક પણ છે તે આ પુસ્તક પરથી માનવું જ પડશે . આ પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે અને તેનો સુંદર ભાવાનુવાદ આપણા ગુજરાતી વાચકો માટે શ્રી અરુણા જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે .

પુસ્તકમાં ૩૫ પ્રકરણ અને ૧૬૦ પેજ છે . તે બધા રસપૂર્ણ અને અર્થપૂર્ણ છે . પુસ્તકમાં વિઠ્ઠલ કામતે પોતાની જિંદગીમાં આવેલ  તકલીફો અને અડચણો વિશે માહિતી આપી છે . તેઓએ પોતાની કોઠા સુઝથી કઈ રીતે દરેક અડચણોમાંથી પાર ઉતરે છે તેના અનુભવો પુસ્તકમાં જણાવ્યા છે . ભલે આપણે કોઈ હોટલ માલિક બનવું હોય કે ન બનવું હોય પણ જીવનમાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે પુસ્તકમાંથી જાણવા મળે છે . દરેક ક્ષેત્રના અને વિચારના વાચકો માટે આ પુસ્તક છે .

વિઠ્ઠલ કામત પુસ્તકમાં જણાવે છે કે , ડીટરમીશન , ડેડીકેશન અને ડિસીપ્લીન આ ત્રણે સાથે ડેસ્ટિનીનો સાથ મળી જાય તો કોઈ જ વાત અશક્ય નથી . વારસો મળવો જોઈએ સદગુણોનો , સદાચારનો . આવી કેટલીય ગહન વાત પુસ્તકમાં માણવા મળે છે .

વિઠ્ઠલ કામત પોતે ઈડલી વેચનાર સામાન્ય રેસ્ટોરન્ટ માલિકમાંથી ઓર્કિડ જેવી ફાઈવસ્ટાર હોટલના માલિક બન્યા ત્યાં સુધીની સફળગાથા પુસ્તકમાં છે . મિત્રો પુસ્તકમાંથી કેટલીક રસપ્રદ માહિતી આપની સાથે વહેંચણી કરું છુ , જેથી આપને પુસ્તક વાંચવા માટે રસ પડે અને આપ જલ્દીથી પુસ્તક માણી શકો . પુસ્તકમાં કેટલાંક પ્રકરણમાંથી ટૂંકમાં માહિતી જણાવું છુ .

વિઠ્ઠલ કામત પ્રકરણ ૯ માં વાપીની મંદ ગતિએ ચાલતી હોટલને કઈ રીતે તેજીમાં લાવી દે છે તે જણાવે છે .

પ્રકરણ ૧૦ માં પિતા પાસેથી શુ શિખ્યા તે સંસ્મરણો માણવા જેવા છે .

પ્રકરણ ૧૧ માં તેમના પિતાને નોન વેજ અને બીયર માટે ચીડ હતી પણ કઈ રીતે તેઓ હોટલમાં પરિવર્તન માટે તૈયાર થાય છે તે જાણવા મળે છે .

પ્રકરણ ૧૨ માં તેમણે જાપાનમાં ભારતીય રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં શુ તકલીફો સર્જાઈ અને કેવી રીતે સફળ થયા તે જાણવા મળે છે .

પ્રકરણ ૧૩ માં સંભાર અને ચટની માટેની અલગ વાડકીનો સરળ ઉપાય શુ શોધી કાઢ્યો તે રસપ્રદ છે .

પ્રકરણ ૧૪ માં દુનિયાની સર્વ શ્રેષ્ઠ  પર્યાવરણ સંતુલન જાળવવા માટેનો એવોર્ડ મળ્યો અને ડર્બન ઇન્ટરનેશનલ હોટલના અનુભવો જાણવા મળે છે .
પ્રકરણ ૧૫ માં રીઝર્વ બેંકમાં કેવી રીતે કેન્ટીન ચાલુ થઇ તે જણાવે છે .

પ્રકરણ ૧૭ માં તેમની સંસાર ગાથા કેવી રીતે શરુ થઇ તે જણાવે છે .

પ્રકરણ ૨૦ માં તેમના નાના ભાઈ સાથે કઈ રીતે સંબંધો બગડે છે તે જણાવે છે .

વધુ જાણવા માટે બીજી પોસ્ટની રાહ જુઓ અને વધુ ઉતાવળ હોય તો પુસ્તક વાંચી લો .

પ્રકાશક } મીડિયા પબ્લિકેશન , ૧૦૩ – મંગલમૂર્તિ , કાળવા ચોક , જુનાગઢ – ૩૬૨૦૦૧ .

કિમંત } ૧૬૦ રૂ .

Advertisements

2 thoughts on “ઈડલી , ઓર્કિડ અને મનોબળ – ૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s