રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગ લિમિટેડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરોને ટ્રેનીંગ માટે આઇસીજીએસ વરુણને પીપાવાવમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
IMG_20181026_080115આઈસીજીએસ વરૂણ 105 મીટર લાંબુ શિપ છે.તે ટ્વીન ડીઝલ એન્જિનો દ્વારા સંચાલિત છે. આ શિપ 20 નોટ્સની ઝડપે સમુદ્રમાં સફર કરી શકે છે. વપુણે શિપ અલ્ટ્રા-મોડર્ન નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ શિપને વ્યાપક પરીક્ષણો અને ટ્રાયલ પછી મે 2019 માં કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવશે.આ ટ્રેનિંગ શિપમાં 100 ઓફિસરોને એકસાથે તાલીમ આપી શકાશે.
IMG_20181026_080210આ શિપમાં 242 અધિકારીઓને સમાવવાની ક્ષમતા છે. આ શિપ કોસ્ટ ગાર્ડ અઘિકારીઓની ટ્રેનિંગની સાથે દરિયાઇ સીમાની સુરક્ષામાં પણ ઉપયોગી બનશે. આ શિપ 3500 ટનનું છે. આ ટ્રેનિંગ શિપ વરુણ રૂ. 220 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a comment