એરટેલ કસ્ટમરને તેમના પ્રશ્નોના જવાબ Google assistant દ્વારા મળશે


ભારતી એરટેલે તેના કસ્ટમરને કેરની ફેસીલીટી આપવા માટે ગુગલનો સહયોગ લીધો છે.એરટેલના કસ્ટમર્સ તેમના એકાઉન્ટ રિલેટેડ કવેરી ગુગલ આસિસ્ટંટ દ્વારા સોલ્વ કરી શકશે. Screenshot_20181025-110151એરટેલ તેના વપરાશકર્તાઓને બિલિંગ, બેલેન્સ, ઓફર અને બીજી ક્વેરીઝ સોલ્વ કરવા માટે Google assistant દ્રારા ફેસીલીટી આપી રહી છે. Google assistant એ “પ્રોજેક્ટ નેક્સ્ટ” નો એક ભાગ છે. એરટેલના ડિજિટલ ઇનોવેશન પ્રોગ્રામનો હેતુ ગ્રાહકોની સેવાઓને વધુ સારી બનાવવાનો છે.
એરટેલ તેના કસ્ટમરના પ્રશ્નો Google assistant દ્રારા ટ્રેક પણ કરી શકશે. કસ્ટમરના બધા પ્રશ્નોના જવાબો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત Google assistant દ્વારા આપવામાં આવશે.
હાલમાં Google assistant અંગ્રેજીમાં ઉપલબ્ધ બનશે. આવનાર દિવસોમાં કસ્ટમર માટે આ સુવિધા પ્રાદેશિક ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવશે.
એરટેલ એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ હોમ બટનને લાંબા સમય સુધી દબાવીને Google assistant ની મદદથી કસ્ટમરને કેરની ફેસીલીટી યુઝ કરી શકશે

કોકા-કોલા કંપની વોડાફોન આઇડિયા લીમીટેડ અને ઇબેસ્ટ આઇઓટી સાથે મળીને કનેક્ટેડ કુલર્સ બનાવશે


ભારતની મોટી બેવેરિઝ કંપની કોકા-કોલા ઇન્ડિયા એ દેશભરમાં આધુનિક કનેક્ટેડ કુલર્સ બનાવવા માટે ટેલીકોમ ક્ષેત્રની મોટી કંપની વોડાફોન આઇડિયા લીમીટેડ અને ઇબેસ્ટ આઇઓટી સાથે ભાગીદારી કરી છે.
coca-cola-iot-connected-coolersઆઇઓટી ઈનબલ્ડ કનેક્ટેડ ક્યુલર્સ કોકા કોલા કંપનીને તેના ગ્રાહકોની વર્તણૂક સમજવામાં મદદ કરશે, જેનાથી કંપનીના તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરશે. આ ટેકનોલોજીથી કોકા-કોલા કંપની ઇન્વેન્ટરી, સેલ્સ ટ્રેકિંગ, મોનિટર વપરાશ પેટર્ન અને ટ્રૅકીંગ કરી શકશે અને કંપની તેનું વેચાણ વધારવા અને ગ્રાહકોના અનુભવને વધારવામાં સક્ષમ બનશે.
કનેક્ટેડ કુલર્સ માટેનો પાઇલોટ પ્રોજેકટ સફળતાપૂર્વક પુરો થયો છે અને હવે આ સર્વિસ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. કોકા-કોલા આ કનેક્ટેડ કુલર્સ મારફતે ડિજિટલ ઇકોસિસ્ટમ વડે ભારતીય ગ્રાહકો સાથે તેમની જોડાણ વધારી શકશે.