હરીયાણાના પંચકુલામાં વિશ્વના સૌથી ઉંચા રાવણનું થશે દહન


હરીયાણાના પંચકુલામાં વિશ્વના સૌથી ઉંચો રાવણ બનાવવામાં આવ્યો છે. વિજયાદશમી પર દહન કરવા માટે 215 ફુટનો રાવણ બનાવવામાં આવ્યો છે.
1462775512_87799786394357302bfa9dd88બરાડાના નિવાસી તેજિંન્દ્રસિંહ ચૌહાણ પંચકુલામાં રૂ. 30 લાખની કિંમતે વિજયાદશમી માટે રાવણના 210 ફુટ ઊંચુ પુતળુ તૈયારી કરાવી રહ્યા છે. તેજિંન્દ્રસિંહે 1987માં મિત્રો સાથે મળીને 20 ફુટનું રાવણનું પુતળુ બનાવ્યું હતું. તેઓ દર વર્ષે રાવણના પુતળાની લંબાઇ વધારી રહ્યા છે. આ વર્ષે તેમણે 210 ફુટ ઊંચુ પુતળુ બનાવી રેકોર્ડ બનાવ્યો છે. તેમણે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પાંચ વખત રેકોર્ડ પોતાનો જ રેકોર્ડને તોડી નાખ્યો છે.
tallest-ravana-of-india_1538544623અત્યાર સુધી તેઓ રાવણના પુતળા બનાવવા માટે 16 એકર પૂર્વજોની જમીન વેચી ચુક્યા છે. આ રાવણના પુતળુ બનાવવા માટે 40 થી વધુ કારીગરો પાંચ મહિનાથી દિવસ અને રાત કામ કરે છે. આ રાવણના પુતળા માટે 30 લાખ રુપીયા ખર્ચ કરવામાં આવ્યો છે. રાવણના પુતળામાં લગભગ 1.5 ક્વિંટલ દારૂગોળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાવણના પુતળાનું દહન રિમોટ સિસ્ટમથી કરવામાં આવશે. રાવણ ઉપરાંત, મેઘનાદ અને કુંભકર્ણાના પુતળાનું દહન પણ કરવાનું છે.
રાવણના પુતળા માટે શ્રી માતા મનસા દેવી ચેરિટેબલ ટ્રસ્ટ, આદર્શ રામલીલા ડ્રામેટિક ક્લબ પંચકુલા અને રામ લીલા ક્લબ બરાડાએ પણ સહયોગ કર્યો છે.