એરબસ ટિઆનજિન એસેમ્બલી લાઇને 10 વર્ષ પુરા કર્યા


A320 સીરીઝના જેટલાઇનર્સની એસેમ્બલી માટે ટિયાનજિન ચાર વૈશ્વિક સ્થળોમાંનું એક છે.એરબસની ચાઇનામાં આવેલી ટિઆનજિન એસેમ્બલી 10 વર્ષ પુરા કર્યા છે. અહીં એરબસ A320 સીરીઝના જેટલાઇનર્સનું નિર્માણ કાર્ય કરવામાં આવે છે. વર્ષ 2009 માં પ્રથમ ટિયાનજિન એસેમ્બલી ખાતેથી એ 320 સીરીઝનું વિમાનનું વેચાણ કરવામાં આવ્યું હતું.
tianjin-final-assembly-line-10year-wallટિયાનજિન ફ્રી ટ્રેડ ઝોન અને ચીન એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન સાથેના સંયુક્ત સાહસથીએરબસ ટિઆનજિન એસેમ્બલી લાઇન બનાવવામાં આવ્યું હતું.

tianjin-final-assembly-line-1એરબસે ચાઇનાના ટિઆનજિન ખાતેની તેની એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું ત્યારથી 10 વર્ષમાં એ 320 સીરીઝના 380 જેટલા પ્લેન આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ ગ્રાહકોને વેચાણ કરવામાં આવ્યા છે. આ એસેમ્બ્લી યુનિટમાં 730 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

કેન્સર થેરેપીની શોધ માટે ડો જૅમ્સ એલિસન અને ડો તાસુકૂ હોન્જોને મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળશે


ડાયનામાઇટના શોધક એલ્ફ્રેડ નોબેલની યાદમાં દર વર્ષે નોબેલ એવોર્ડ આપવામાં આવે છે. કેન્સર થેરેપીની શોધ માટે સંયુક્ત રીતે જેમ્સ એલિસન અને તાસુકૂ હોન્જોને નોબેલ પુરસ્કાર આપવામાં આવનાર છે.
cancer_research_1તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે અમેરિકાના જેમ્સ એલિસન અને જાપાનના તાસુકૂ હોન્જોને નોબેલથી સન્માનિત કરવામાં આવનાર છે.
2014 માં જેમ્સ એલિસન અને તાસુકૂ હોન્જોને તેમના સંશોધન માટે એશિયાનું ટેંગ પ્રાઈઝ મળ્યું હતું.
જેમ્સ એલિસન યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસર છે અને તાસુકૂ હોન્જો જાપાનના ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર છે.
nobelતેઓની કેન્સર થેરેપીથી ગંભીર આડઅસરો પણ થઈ શકે છે, અને તે ખર્ચાળ છે. એક વર્ષમાં 100,000 ડોલરથી પણ થી વધુ ખર્ચાળ છે. પરંતુ રોગપ્રતિકારક ચિકિત્સા તરીકે ઓળખાતી તેમની આ થેરેપી ઘણા પ્રકારનાં કેન્સર માટે ઉપચારનો મુખ્ય માર્ગ બની ગયો છે. ડૉ એલિસન અને ડો તાસુકૂ હોન્જો દ્વારા હજુ પણ મોટા પ્રમાણમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈના મરીન ડ્રાઇવ પર 90 લાખ રૂપિયાનું શૌચાલય બનાવાયું


મુંબઇના પોશ વિસ્તાર મરીન ડ્રાઇવ પર 90 લાખ રૂપિયાનું શૌચાલય બનાવાયું છે. મુંબઇના પોશ વિસ્તાર મરીન ડ્રાઇવ પર હવે જોકીંગ કરનારા, વોકીંગ કરનારા અને પ્રવાસીઓને જાહેર સુવિધાઓ માટે તકલીફ નહીં પડે.

સોમવારે આ શૌચાલયનું ઉદ્ધાટન શિવેસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ કર્યું હતું.પોશ વિસ્તારનું ટોઇલેટ પણ હાઇફાઇ સગવડો ધરાવતું જ હોય તેવું બનાવાયું છે. તેના બાંધકામ પાછળ 90 લાખનો ખર્ચ થયો છે. આ શૌચાલય જેએસડબ્લ્યુ સ્ટીલ, સમાટેક ફાઉન્ડેશન અને નરીમન પોઇન્ટ ચર્ચગેટ સિટીઝન્સ એસોસિયેશન દ્વારા મળીને બનાવ્યું છે.
શૌચાલયમાં સામાન્ય રીતે એક વાર ફ્લશ કરવાથી 8 લિટર પાણી વપરાય છે, પરંતુ આ શૌચાલયમાં માત્ર 800 મિલિટર પાણીની જરૂર પડશે.