વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ #StatueOfUnity ભારતને સમર્પિત કરવા બદલ
માનનીય @narendramodi જી નો દિલથી આભાર 🙏
#SardarPatelStatue
વડા પ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ કર્યુ
આજે ૩૧ ઓકટોબરે વડા પ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું.
અત્યાર સુધી વિશ્વની સૌથી ઉંચી મુર્તિ તરીકે ચીન સ્થિત સ્પ્રિંગ ટેમ્પલની 153 મીટરની ઊંચી બૌદ્ધ મુર્તિ હતી. હવે આ મુર્તિનો રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ તોડયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 182 મીટરની રેકોર્ડ ઉંચાઇ ધરાવે છે.
ભારતની ટેકનોલોજી અને સામર્થ્યનું પણ આ પ્રતિક છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ડીઝાઇન ભારતના મહાન શિલ્પકાર શ્રી રામ સુથારે બનાવી છે. આ સ્ટેચ્યુ નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર બંધથી 3.5 કિલોમીટર દુર સ્થિત છે.
આ વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુના નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની મુર્તિ બનાવાની શરુઆત 19 ડિસેમ્બર, 2015 ના રોજ કરવામાં આવી હતી અને ફક્ત 33 મહિનાના રેકોર્ડ સમયમાં આ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઇ 522 ફુટ છે. સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની બનાવવાનો ખર્ચ રૂ. 2,989 કરોડ થયો છે.