પીપાવાવ રિલાયન્સ નેવલે દેશનું પહેલું કોસ્ટ ગાર્ડ ટ્રેનિંગ શિપ આઈસીજીએસ વરૂણ લોંચ કર્યું


રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગ લિમિટેડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરોને ટ્રેનીંગ માટે આઇસીજીએસ વરુણને પીપાવાવમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
IMG_20181026_080115આઈસીજીએસ વરૂણ 105 મીટર લાંબુ શિપ છે.તે ટ્વીન ડીઝલ એન્જિનો દ્વારા સંચાલિત છે. આ શિપ 20 નોટ્સની ઝડપે સમુદ્રમાં સફર કરી શકે છે. વપુણે શિપ અલ્ટ્રા-મોડર્ન નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ શિપને વ્યાપક પરીક્ષણો અને ટ્રાયલ પછી મે 2019 માં કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવશે.આ ટ્રેનિંગ શિપમાં 100 ઓફિસરોને એકસાથે તાલીમ આપી શકાશે.
IMG_20181026_080210આ શિપમાં 242 અધિકારીઓને સમાવવાની ક્ષમતા છે. આ શિપ કોસ્ટ ગાર્ડ અઘિકારીઓની ટ્રેનિંગની સાથે દરિયાઇ સીમાની સુરક્ષામાં પણ ઉપયોગી બનશે. આ શિપ 3500 ટનનું છે. આ ટ્રેનિંગ શિપ વરુણ રૂ. 220 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.