ચીનના આકાશમાં જોવા મળશે તેનો પોતાનો બનાવેલો ચંદ્ર


આજે શરદ પુનમના દિવસે આપણે વાત કરીએ કુત્રિમ ચંદ્રની. ચીન વિશ્વનો પ્રથમ કૃત્રિમ ચંદ્ર બનાવવા તૈયારી કરી રહ્યું છે.ચીન વર્ષ 2020 માં કુત્રિમ ચંદ્ર લોંચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
download (1)ચીન એક કૃત્રિમ ચંદ્ર અવકાશની ભ્રમણકક્ષામાં મુકવાની યોજના બનાવી રહ્યું છે. સિચુઆનની રાજધાની ચેંગડુ ના અવકાશમાં આ કુત્રિમ ચંદ્ર સ્થાપિત કરવામાં આવનાર છે.
આ કુત્રિમ ચંદ્ર પૃથ્વીથી 500 કિલોમીટર દુર સ્થિત કરવામાં આવશે. જયારે કુદરતી ચંદ્ર 3 લાખ 80 હજાર કિલોમીટર દુર છે. કુદરતી ચંદ્રની સરખામણીમાં આ કુત્રિમ ચંદ્ર 8 ગણો વધુ પ્રકાશ આપશે. કુત્રિમ ચંદ્રની લાઇટ નિયંત્રિત કરી શકાશે. કૃત્રિમ ચંદ્રમાં એક પ્રતિબિંબીત કોટ હશે જે સુર્ય પ્રકાશને પરિવર્તીત કરી પૃથ્વી પર પાછો લાવશે.

વધુ જાણવા માટે કલિક કરો