મુંબઈ થી ગોવા વચ્ચે ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રુઝ સર્વિસ શરૂ થઇ


શનિવારથી મુંબઈ થી ગોવા વચ્ચે ક્રુઝ સર્વિસ શરૂ થઇ રહી છે. આ ભારતનું સૌથી મોટુ ડોમેસ્ટિક ક્રુઝ છે. શનિવારે લકઝરી ક્રુજ એંગ્રિયા એ મુંબઇથી ગોવા ની યાત્રાથી શરુઆત કરશે.
images (4)લકઝરી ક્રુજ એંગ્રિયા 131 મીટર લાંબુ છે અને તેમાં 7 ડેક છે. ટુરીસ્ટને આ લકઝરી ક્રુઝ પર 8-કેટેગરીના રૂમ મળશે. ક્રુઝમાં સ્પા, સ્વિમિંગ પુલ, ઓપન ડેક અને લાઉન્જ પણ છે.આ ક્રુઝમાં 500 લોકોની ક્ષમતા છે. દિગિ, દાભોલ અને માલવાન એમ ત્રણ સ્થળોએ એન્ગ્રીઆ રોકાશે. મુંબઇથી ગોવા પહોંચવા માટે 16 કલાકનો સમય લાગશે.
એંગ્રિયા ક્રુઝનું નામ મરાઠા નૌ સેનાના મહાન કોરલ બૅંક રીફ એડમિરલ કાનહોજી એન્ગ્રેના નામ પરથી રાખવામાં આવ્યું છે.
એંગ્રિયા સી ઇગલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની એંગ્રિયા ક્રૂઝનું સંચાલન કરશે. લકઝરી ક્રુજ એંગ્રિયાની મુંબઇથી ગોવાની ટિકિટ 4,300 રૂપિયાથી 12,000 સુધીની છે.

વધુ જાણકારી માટે આ લીંક પર કલ્કી કરો  👇

http://www.angriyacruises.com