નાગપુરમાં 3,000 કિલોગ્રામ ખિચડી બનાવાનો રેકોર્ડ બન્યો


રવિવારના રોજ નાગપુરમાં શેફ વિષ્ણુ મનોહરે 3,000 કિલોગ્રામ ખિચડી બનાવી રેકોર્ડ બનાવ્યો. વિષ્ણુ મનોહર 275 કિલો ચોખા, 125 કિલો મગ દાળ, ચણા દાળ 150 કિલો, માખણ 150 કિલો અને લગભગ 3000 લિટર જેટલું પાણી ઉપયોગ કરીને આ ખીચડી બનાવી રેકોર્ડ બનાવ્યો.
Kkhichadi-14-oct-2018-768x549નાગપુરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી આ ખીચડી બનાવાના રેકોર્ડ સમયે હાજર હતા.તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું, “તે એક પ્રખ્યાત રસોઇયા છે, અને હું તેમના રેકોર્ડ માટે અભિનંદન પાઠવુ છું. તેઓ વિશ્વભરમાં ભારતીય વાનગીને પ્રસિદ્ધ કરે છે અને તેના માટે તેમનો આભાર વ્યક્ત કરુ છુ. તેમણે મહાન કામ કર્યું છે. તેમણે બનાવેલી ખિચડી મસાલા ખિચડી હતી, અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી, ”
આ અગાઉ દિલ્હીમાં શૅફ સંજીવ કપૂર દ્વારા 918 કિલોગ્રામ ખચીડી બનાવવામાં આવી હતી. તે પછી રવિવારે નાગપુરમાં શેફ વિષ્ણુ મનોહરે 3,000 કિલોગ્રામ ખિચડી બનાવી રેકોર્ડ બનાવ્યો.
મીડીયા સાથે વાત કરતાં શૅફ મનોહરએ કહ્યું, “મેં વિશ્વ રેકોર્ડ માટે પ્રયત્ન કર્યો છે; તેની પાછળની ભાવના એ છે કે હું ખિચડીને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર કરું છું કારણ કે લોકો દરેક તબક્કે ખિચડી ખાય છે. તે સૌથી સ્વસ્થ અને સસ્તું ભોજન છે. “

શિરડીના સાઇ બાબાની સમાધિના 100 વર્ષ પુરા થયાં


15 ઑક્ટોબર 1918 ના રોજ સાઈ બાબાએ શિરડીના આ સ્થળે સમાધિ લીધી હતી. શિરડી સાઈ બાબાની સમાધિને 100 વર્ષ પુરા થયાં છે. સાઈ બાબાના મંદિરમાં 17 થી 19 ઓક્ટોબર સુધી 100 વર્ષ પુરા થવા બદલ ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે.
images (3)શિરડીમાં શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ 17 થી 19 ઓક્ટોબર દરમ્યાન 3000 કરોડ ખર્ચ કરશે.શ્રી સાઈબાબા ટ્રસ્ટ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરનાર છે.
શિરડી સાઈ બાબા મંદિરમાં નિયમિત દિવસે 30,000 થી વધુ ભક્તો દર્શને આવતાં હોય છે પણ 17 થી 19 દરમિયાન 50,000 થી વધુ ભકતો દર્શન કરવા આવવાની સંભાવના છે. દર્શને આવનાર ભકતોને મફત જમવાની, મફત પાણી ,અને મફત Wi-Fi જેવી અન્ય સગવડો શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ તરફથી પુરી પાડવામાં આવનાર છે. સ્થળ પર એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની સગવડ ઉભી કરવામાં આવનાર છે.