આઠમો અધ્યાય

૧૧ – કાષ્ઠ, પત્થર, ધાતુની મૂર્તિની શ્રધ્ધા અને ભાવના સાથે ભક્તિ કરવામાં આવે તો ભગવાન જરૂર પ્રસન્ન થાય છે .

૧૨ – ભગવાન ન તો કાષ્ઠમાં રહે છે , ન પથ્થરની મૂર્તિમાં , ન ધાતુની મૂર્તિમાં રહે છે . જ્યાં મનુષ્ય ભાવના ધ્વારા તેની પૂજા કરે છે તેનો ત્યાં જ વાસ છે .

૧૩ – શાંતિ સમાન તપ નથી , સંતોષ સમાન સુખ નથી ,તૃષ્ણા કે મોહ સમાન કોઈ રોગ નથી અને દયા જેવો કોઈ ધર્મ નથી .

૧૪ – ક્રોધ યમરાજ છે , ઈચ્છા – આકાંક્ષાઓ વૈતરણી નદી છે , વિદ્યા કામધેનું છે અને સંતોષ નંદનવન છે .

૧૫ – ગુણ રૂપની , શીલ રૂપની , સિદ્ધિ રૂપની અને યોગ્ય ઉપભોગ ધનની શોભા વધારે છે .


1 thoughts on “ચાણક્યનીતિ

  1. ખૂબ સરસ અને સચોટ વાતો છે. યુગે યગુમાં સાચી ઠરતા આ વાતો છે. ભગવાન તો આપણા મનમાં નિવાસ કરે છે. જો શ્રદ્ધા અને સમર્પણ હોય તો એ લોખંડ ના થાંભલામાંથી પણ નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે અને મદદ કરે જ છે.

Leave a comment