સુભાષિત


अहं कर्तास्मि भोक्तास्मि ब्रह्मास्मिति च ये विदु: |
ते नष्टा ज्ञानकर्मभ्यां नास्तिका: स्युर्न संशय: ||


હું કરી શકુ છું , હું ભોગી છું , બધું કરવા વાળો છું , ભોગતા છું , ભોગવવાવાળો છું આવું માને છે અને હું આત્મા અકર્તા અભોગતા કંઈ પણ નથી કરવા વાળો માત્ર સાક્ષી છું એમ પણ માને છે તો તેવાને નાસ્તિક જ માનવા જોઈએ .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

સૂંઠયાદિ ચૂર્ણ


દ્રવ્યો } સૂંઠ , દાડમ , સંચળ , હિંગ , અમલભેદ સરખે ભાગે લેઈ ચૂર્ણ બનાવવું .

અનુપાન } ગરમ પાણી સાથે લેવું .

કયા રોગ પર અસરકારક } શ્વાસ , હ્રદયની તકલીફ , ગેસની તકલીફ દુર થાય .

શ્રી પંચદશી જ્ઞાન


મિત્રો હમણાં એક જુનું પુરાણું અને જર્જરિત પુસ્તક ઈ. સ ૧૯૫૫ ની સાલમાં પ્રકાશિત થયેલું વાંચવા મળ્યું તેનું નામ છે શ્રી પંચદશી . આ પુસ્તકમાં પંદર (પંચદશ) પ્રકરણો હોવાથી આ ગ્રંથનું પંચદશી એવું નામ આપવામાં આવ્યું છે . આ ગ્રંથમાં પહેલાં છ પ્રકરણ શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી નાં રચેલા છે , અને બાકીનાં નવ તેઓશ્રીના પરમગુરુ શ્રીમદ ભારતીતીર્થ સ્વામીનાં રચેલાં છે. જિજ્ઞાસુ વાચકોને અદ્વૈત બ્રહ્મનો બોધ પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથ ઉપયોગી છે . ઉપનિષદો , ભગવતગીતા અને વેદાંતદર્શન નો અગત્યનો સાર આ ગ્રંથમાં આવી જાય છે .
જેમ જેમ વાંચતો જઈશ તેમ તેમ આપ સૌને તેના વિષેની જાણકારી બ્લોગ જ્ઞાનનું ઝરણુંમાં આપતો રહીશ . દર મહીને ઓછામાં ઓછુ એક પ્રકરણ વાંચવાનો અને ડ્રાફ્ટ કરી મિત્રો માટે બ્લોગ પર મૂકવાનો સંકલ્પ કર્યો છે અને સાથે સાથે ચાણક્યનીતિ , માંડુક્ય ઉપનિષદ અને વિવેક ચૂડામણિ પણ વાંચવાનું અને બ્લોગ જ્ઞાનનું ઝરણું પર મુકવાનું છે .

પ્રકરણ ( ૧ ) પ્રત્યક્તત્વવિવેક

ટીકાકારકૃત મંગલ


દોહરો


પ્રત્યક્તત્વવિવેકનો , પ્રીતે કરી વિચાર ;
તે સચ્ચિત્સુખતત્વને , પ્રીતે ઉરમાં ધાર . ૧


આરંભેલા ગ્રંથની નિર્વિધ્ને સમાપ્તિ થવા માટે અને તેનો અવિચિછન્ન સંપ્રદાય ચાલુ રહેવા માટે ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું એવો શિષ્ટ પુરુષોનો આચાર છે તેને અનુસરીને શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી મંગલાચરણ કરે છે .

|| મંગલાચરણમ્ ||

નમઃ શ્રીશંકરાનંદગુરુપાદાંબુજન્મને |
સવિલાસમહામોહગ્રાહગ્રાસૈકકર્મણે || ૧ ||

ભૌતિકો, ભૂતો, અસ્મિતા, રાગ, દ્વેષ, ને અભિનિવેશાદિસહિત , મૂલાવિદ્યારૂપ મગરનું ભક્ષણ કરવું (બાધ કરવો) એજ જેમનું પ્રધાનકર્મ છે એવા શ્રીશંકરાનંદ ગુરુના ચરણકમલને મારા પ્રણામ હો . ૧

ચાણક્યનીતિ


સાતમો અધ્યાય

૧૬ સ્વર્ગમાંથી આ સંસારમાં આવતા જીવના મુખ્ય ચાર ગુણ છે . દાન કરવાની ભાવના , મધુર બોલી , ભગવાનની ભક્તિ , વિદ્વાન બ્રાહ્મણ નું તર્પણ .

૧૭ નરકમાંથી આ સંસારમાં આવતા જીવના મુખ્ય આ છ ગુણ છે .ક્રોધી સ્વભાવ , કડવી વાણી , નિર્ધનતા , સ્નેહીજન સાથે દ્રેષ ભાવ , કુસંગ , અધર્મીઓની સેવા .

૧૮ જો મનુષ્ય સિંહની ગુફામાં જાય તો કદાચ તેને હાથીના મસ્તકનું મોત મળી જાય . જો તે શિયાળ ના ત્યાં પહોંચી જાય તો તેને વાછરડાનું પૂછડું કે ગધેડાની ચામડી જ મળે .

૧૯ જેમ કૂતરાની પૂછડી ના પોતાના ગુપ્તાંગ ઢાંકી શકે , ન મચ્છરોને મારી શકે છે .

તે જ રીતે વિદ્યા વગરના મનુષ્યનું જીવન પણ કૂતરાની પૂછડી જેવું વ્યર્થ જ છે .

૨૦ મોક્ષ માટે પાંચ બાબત ઉપયોગી છે . પવિત્ર વાણી , શુદ્ધ મન , ઇન્દ્રિયો પર સંયમ , પ્રાણી માત્ર પર દયા ભાવના અને બીજાઓ પર પરોપકાર .

૨૧ જેમ ફૂલમાં સુગંધ , તલમાં તેલ , સૂકા લાકડામાં અગ્નિ , દૂધમાં ઘી અને શેરડીમાં ગોળ હોય છે તેમ શરીરમાં આત્મા અને પરમાત્માનો વાસ હોય છે .

રડાર


રડાર એક એવું યંત્ર છે કે જેનાથી હજારો માઈલ દૂરથી આવતાં વિમાન વગેરે જોઈ શકાય છે . રડાર ચેતવણી આપે છે ” સાવધાન ! દુશ્મન વિમાનો આવી રહ્યા છે . “

આત્મા પણ આજે ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલા છે . કષાયો અને વિષયો , કામનાઓ અને વાસનાઓનાં વાદળો આત્માને કચડી નાખવા ધસમસી રહ્યાં છે .

” સાવધાન ! ઓ દેવાનુપ્રિય , સાવધાન ! તારો આત્મા ભયમાં છે . જાગ ! વિષયો અને કષાયોરૂપી દુશ્મનો તને કચડી નાખે તે પહેલાં તું તેનો નાશ કર .” – આવી ચેતવણી સાધુ ,સંતો , સદગુરુ આપે છે . શાસ્ત્રો અને ધર્મગ્રન્થો પણ માણસને કર્મશત્રુઓથી સાવધાન કરે છે . સાધુઓ અને ધર્મગ્રન્થો તો જીવતાં રડાર છે . દુશ્મનોના હાથે ભૂંડા હાલે પરાજિત ન થવું હોય તો આ જીવતાં રડારનો  સદાય ઉપયોગ કરો . સાધુ , સદગુરુ નો સહવાસ કરો . શાસ્ત્રોનો અભ્યાસ કરો .

પૂ . આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી

(શ્રીમદ રાજચંદ્ર – જીવન સુધા )

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો