નરી પાગલતા – બોધકથા


બે પાગલો હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા . અચાનક હોડીમાં એક જગ્યાએ કાણું પડ્યું અને તેમાંથી પાણી હોડીની અંદર દાખલ થવા લાગ્યું .આ જોઇને એક પાગલે બીજા પાગલને કહ્યું ,

” દોસ્ત  ! આ હોડીમાં તો કાણું પડ્યું …”

” અલ્યા ! એમાં ચિંતા શું કરે છે ? બીજું કાણું પાડી દે ! … એક કાણામાંથી પાણી અંદર આવશે અને બીજામાંથી પાણી બહાર નીકળી જશે !” બીજા પાગલે જવાબ આપ્યો .

સુખી થવા માટે સુખની સામગ્રીઓના ખડકલા વધારનારની હાલત આ પાગલો જેવી છે . એમના પ્રયત્નો એમને સુખી બનાવવાના તો નથી જ , પણ પોતાને ભયંકર દુઃખોની ગર્તામાં ફેંકી દેવાના છે … પણ આ વાત તેઓને કોણ સમજાવે ? અરે ! આપણો ખુદનો પણ આવો અનુભવ હોવા છતાં આપણે તેમાંથી બોધપાઠ લેવા તૈયાર નથી . સંતાપ પેદા કરે તેવી સામગ્રીઓ પાછળ દોડીએ છીએ અને પાછા સંતાપ માટે ફરિયાદો કરીએ છીએ !

 

(શ્રીમદ રાજચંદ્ર – જીવન સુધા)

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો