હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે ખાઈ શકાય તેવી ચમચી અને ડીસ બનાવી


સામાન્ય રીતે આપણે પ્લાસ્ટીકની ડીસ અને ચમચી જેવી કટલરી વસ્તુઓ વપરાશ બાદ નાંખી દેતા હોઇએ છીએ અને તે પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. પણ આ સમસ્યાના નિવારણ માટે હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે ખાઈ શકાય તેવી ચમચી અને ડીસ બનાવી છે.
03-06-17-09jun3-17lead1હૈદરાબાદના આન્ત્રપ્રેન્યોર નારાયણ પીસાપતિએ ખાસ પ્રકારની કટલરી બનાવી છે. તેમણે અનાજથી કટલરી બનાવી છે. આ કટલરીને વપરાશ બાદ ખાઈ પણ શકાય છે. તેમણે ઇટેબલ કટલરી બનાવવા માટે ચોખા, ઘઉં, જુવાર અને કાળા મરી જેવા ખાદ્ય ઘટકોનો ઉપયોગ કર્યો છે.
03-06-17-09jun3-17-cutનારાયણ પીસાપતિએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં બીએસસી (હોન્સ) અને આઈઆઈએફએમ-ભોપાલથી એમબીએ ધરાવે છે.નારાયણ પીસાપતિ ICRISATના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પણ છે.
વર્ષ 2006માં નારાયણ પીસાપતિને પ્લાસ્ટિકના ચમચીને બદલે ઇટેબલ કટલરી બનાવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2010 માં નારાયણ પીસાપતિએ ઇટેબલ કટલરી બનાવવા માટે બેકી’સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.નારાયણ પિસાપતી જયારે ફિલ્ડ વિઝીટ પર હતાં ત્યારે તેમણે જમવામાં બાજરાના ઠંડા રોટલાનો ઉપયોગ કરવો પડતો હતો.આમાંથી તેમને બાજરામાંથી કંઇ બનાવાનો આઇડીયા આવ્યો.
તેમની કંપનીએ ઇટેબલ કટલરી માટે શરુઆતમાં 12 લોકોને રોજગારી આપી છે. તેમની હૈદરાબાદની ફેક્ટરીમાં દિવસમાં 5,000 ચમચીઓ બનાવતા હતા પછી તેમની પ્રોડકશન ક્ષમતા વધીને લગભગ 30,000 ચમચી સુધી પહોંચી છે.
બેકી’સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ સ્પાઇસી ચમચી, સ્વીટ ચમચી અને સાદી ચમચી એમ ત્રણ પ્રકારની ચમચી બનાવે છે.

ઇટેબલ કટલરી વિશે વધુ જાણવા કલિક કરો