​”કાચું એ જ સાચું, રંધાયું  તે ગંધાયું “


આજના સમયમાં ભેળસેળ, વધુ પડતી કેલેરીયુકત ફાસ્ટફૂડ આહાર જમીને લોકો કંટાળી ગયા છે અને તેનાથી છુટકારો મેળવવા ડાયટીંગ, ઓટ્સ, કાચા શાકભાજી, ફ્રુટસ અને બીજુ અવનવું ટ્રાય કરતા હોય છે. પણ આ બધુ બહુ લાંબુ ચાલતું નથી કેમકે આપણે વર્ષોથી ચટાકેદાર ખાવાના શોખીન હોવાથી આ બધાથી કંટાળી જઇએ છીએ.

kachu te j sachu

પણ હવે કાચુ ખાવાનું તમને પણ ગમશે. કાચા શાકભાજી અને ફ્રુટસ જમવા માટે કેવી રીતે પ્રયોગ કરી શકાય તે માટે વર્ષોથી અમરેલીના શ્રી બી. વી. ચૌહાણ સાહેબ ભારતના દરેક શહેરોમાં શિબિરો કરીને લોકોને જાણકારી આપે છે. કાચું ખાવાનો પ્રચાર અને પ્રસાર થાય અને લોકો તંદુરસ્ત રહે તે માટે તેઓ પુસ્તકો અને મેગેઝીનમાં પણ લખે છે. 

માત્ર વેજીટેબલ સલાડ, ફ્રુટસ અને ફણગાવેલા કઠોળ જ ખાઇને કંટાળી જાવ ત્યારે બી. વી. ચૌહાણ સાહેબની રેસીપી ટ્રાય કરજો. આ રીતે કાચુ ભોજન કરવાથી તમને ભોજન કરવુ ગમશે અને તમારી હેલ્થ પણ સારી રહેશે.

બી. વી. ચૌહાણ સાહેબે અને તેમના ઘર્મ પત્નીએ આપણી પરંપરાગત ભોજન પ્રથામાં પરિવર્તન લાવવા માટે અવનવી રેસીપી તૈયાર કરી છે. “કાચુ એ જ સાચુ” અંતર્ગત તમે બી. વી. ચૌહાણ સાહેબની રેસીપી બુકમાંથી બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર માટેની ઘણી રેસીપી મળશે. બુકમાંથી સ્વાદિષ્ટ ચટણીઓ, રાયતું, જયુસ, શરબત, મિઠાઈ, શીરો, હલવો, કેક અનેઆઇસ્ક્રીમ પણ બનાવાની રેસીપી મળશે. થોડુ ઘણુ અનાજ અને પકાવેલુ ભોજન સાથે કાચુ ભોજન ટવીસ્ટ કરીને બહુ જ સરસ અવનવા નાસ્તા પણ રેસીપી બુકમાં છે. 
ભો

ઇમેજ વાયા:  ગુગલ 

જનમાં કાચું શું શું ખાવું જોઈએ અને કાચા શાકભાજીમાંથી શું શું બનાવવી શકાય તે બધુ જાણવા માટે શ્રી બી. વી. ચૌહાણ સાહેબના પુસ્તકો ખરીદો અને વાંચો. તેમના પુસ્તકો અને શિબિર માટે તેમનો નીચેના સરનામા અને કોન્ટેકટ નંબર પર સંપર્ક કરી શકો છો.

Shri B.V.Chauhan 

Shri Ram Kutir, B/h Kadva Patel Kanya Chhatralay,

Amreli 365 601, Gujarat,

India.

Email: balubhaic@gmail.com / balu1946aml@gmail.com

Phone:02792-226869

Mobile: +91 81698 44909 , 

              +91 9426127255