ગંગા નાહ્યા , યમુના નાહ્યા , નાહ્યા મોટી કાશી ,
નાને દીવે થાય દિવાળી , મોટે દીવે હોળી ,
રામો રત્નો ગંગા નાહ્યા પણ રહ્યા કોળીના કોળી .
યાત્રા , જપ , તપ , પુજા પાઠ કર્યા , પણ મન ના
બદલાયુ તો એ સ્નાન શું કામનું .
સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ–મેલ
ગંગા નાહ્યા , યમુના નાહ્યા , નાહ્યા મોટી કાશી ,
નાને દીવે થાય દિવાળી , મોટે દીવે હોળી ,
રામો રત્નો ગંગા નાહ્યા પણ રહ્યા કોળીના કોળી .
યાત્રા , જપ , તપ , પુજા પાઠ કર્યા , પણ મન ના
બદલાયુ તો એ સ્નાન શું કામનું .
સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ–મેલ
લગા સકો તો બાગ લગાઓ ,
આગ લગાના છોડ દો .
જલા સકો તો દિયા જલાઓ ,
દિલ જલાના છોડ દો .
પિલા સકો તો દૂધ પિલાઓ ,
વિષ પિલાના છોડ દો .
બિછા સકો તો ફુલ બિછાઓ ,
શુળ બિછાના છોડ દો .
સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ–મેલ
કોઈપણ માનસિક તણાવ કે અસ્વસ્થતામાંથી રક્ષણ મેળવવા ધ્યાન સહાયરૂપ નીવડે છે . ધ્યાન કરવા ઈશ્વરમાં વિશ્વાસ હોવો જરુરી નથી . શરીરના કોઇપણ ભાગપર મનને કેન્દ્રિત કરી , ધ્યાન કરાય . જેમ નદી સમુદ્રમાં મળે છે , તેની જેમ પોતે અનંતમાં એક થાય છે , એવી ભાવના કરવી જોઈએ .
શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવી
તમારા પર આક્રમણ કરનારા શત્રુથી ન ડરો , પણ જે મિત્રો તમારી ખુશામત કરે છે તેનાથી ડરો .
-જનરલ ઓબગોન
આજના પવિત્ર અને પાવન ગુરુ પૂર્ણિમાના અવસર પર તમામ ધાર્મિક , શૈક્ષણિક ગુરુજનોને હ્રદય પૂર્વક નમસ્કાર .
આપ જેને ગુરુ માનતા હોય તેમને યાદ કરવાનો આજનો દિવસ છે . આપણે આપણા શિક્ષકને પણ યાદ કરી શકાય . ગુરુ પૂર્ણિમા માત્ર ધાર્મિક ગુરુઓ માટે જ હોય તેવું નથી એવું મારું માનવું છે . ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે .જેને સદગુરુ સંપ્રાપ્ત થાય તે સત્ શિષ્ય બની શકે છે . સ્વામી વિવેકાનંદ , કબીરજી , સંત એકનાથ , નાનકદેવ જેવા ઘણા સત્ શિષ્યમાંથી સદગુરુ થયા છે .
ગુરુ પૂર્ણિમા પર કેટલાંક સુભાષિત દ્વારા ગુરુજનોને યાદ કરીએ .
गुकारश्चान्धकारो हि रुकारस्तेज उच्यते |
अज्ञानग्रासकं ब्रह्म गुरुरेव न संशय: ||
‘ ગુ ‘ એટલે અંધકાર અને ‘ રૂ ‘ એટલે પ્રકાશ . અજ્ઞાનને નષ્ટ કરનાર જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ‘ ગુરુ ‘ છે એમાં સંશય નથી .
गुकारश्चान्धकारस्तु रुकारस्तनिनरोधकृत |
अंधकारविनाशित्वात गुरुरित्यभिधीयते ||
ગુકાર અંધકાર છે અને રુકાર એનો નિવર્તક છે . અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટકરનાર કારણ જ ગુરુ કહેવાય છે .
तापत्रयाग्नितप्त़ानां अशान्तप्राणीनां भुवि |
गुरुरेव परा गंगा तस्मै श्री गुरुवे नम: ||
આ પૃથ્વી પર ત્રિવિધ તાપરૂપી અગ્નિથી દાઝીને અશાંત થયેલાં પ્રાણીઓ માટે ગુરુ જ એક માત્ર ઉત્તમ ગંગાજી છે , એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો .
ગુરુ વિષે અન્ય પોસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો .