વિશ્વની સૌથી મોંઘી 5000 ડોલરની બર્ગર


વિશ્વની સૌથી મોંઘી 5000 ડોલરની “ફ્લુઅર બર્ગર” 5000 ડોલરના પ્રાઇઝ ટેગ સાથે લાસ વેગાસમાં સર્વ કરવામાં આવે છે.


હ્યુબર્ટ કેલર નામના શેફે લાસ વેગાસમાં ફ્લુઅર નામના બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં વિશ્વની સૌથી મોંઘી  બર્ગર ક્રિએટ કરી છે.

ફલુઅર બર્ગરમાં વગાયુ બીફ, ફોઇ ગ્રાસ બર્ગર પેટીસ, બ્લેક ટ્રફલ સોસ, બ્રોચ ટ્રફલ બન સાથે સર્વ કરાય છે.

ફ્લુઅર બર્ગર 1995 ચાટોઉ પેટ્રુસ બોર્ડેક્સની 2,500 ડોલરની વાઇન બોટલ સાથે સર્વ કરાય છે. વાઇન કિંમતી ગ્લાસમાં સર્વ કરાય છે અને કસ્ટમર આ કિંમતી ગ્લાસ ફુડ પત્યા પછી ઘરે પણ લઇ જઇ શકે છે.