સુભાષિત


 ” હળવે પુણ્યે હોય નહી હરી કથાનો જોગ “

જેનું જીવન પુણ્યશાળી હોય એને જ ભગવાનની કથા સાંભળવાનો સંજોગ મળે છે .

જેના પુણ્યો હોય એજ કથામાં બેસી શકે છે .

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ અભ્યાસ ન કરોતો વિદ્યા ,વ્રતનો ત્યાગ કરવાથી બ્રામણત્વ , અસત્ય બોલવાથી વાણી, બુદ્ધિનો ઉપયોગ ન કરવાથી મગજ કટાઈ જાય છે.

વિદુરનીતિ મુજબ ઊંઘ્યા કરવાથી ઊંઘ ના જીતાય, વાસના ભોગવવાથી મન ,બળતણ નાખવાથી અગ્નિ, મદિરા પીવાથી વ્યસન ના જીતી શકાય.

વિદુરનીતિ મુજબ ઉદ્ધત માણસ ,દુઃખી માણસ, નાસ્તિક, આળસુ, ઇન્દ્રિયાધીન અને ઉત્સાહ વગરના માણસ પાસે લક્ષ્મીજી રહેતા નથી.

સુભાષિત


ભોજનાન્તેવિષમ  વારિ

જમ્યા પછી બહુ પાણી પીઓ તો અપચો થાય.


___________________________________________________________

જિતા સભા વસ્ત્ર્વતા

સભા , સંમેલનમાં સારા વસ્ત્રો પહેરવાથી તે જીતી શકાય છે.

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ

વેદમાં લખ્યું છે કે કળયુગમાં માણસ ૧૦૦ વર્ષ ની આવરદાવાળો રહશે છતાંય આ છ કારણો થી મનુષ્ય ૧૦૦ વર્ષ જીવી શકતો નથી અને આવરદા કપાઈ જાય છે.

  1. જેને મહાઅભિમાન હોય.
  2. જેને બોલવામાં મર્યાદા ન હોય.
  3. જે સતત અપરાધ માનસ ધરાવતો હોય.
  4. જે સતત ક્રોધિત રહેતો હોય.
  5. જેને એકલાપણુંની ટેવ હોય.
  6. જે સજ્જનનો દ્રોહ કરે તે.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ

મંગળ કાર્યો કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

સ્વભાવમાં પૌઢતા રાખો તો લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.

વિવેક બુદ્ધિ રાખો તો લક્ષ્મીજી મૂળિયાં નાખે છે.

ઇન્દ્રિયોના સંયમથી લક્ષ્મી સ્થિર કાયમી બને છે.