શ્રી પંચદશી જ્ઞાન


તૈરંતઃકરણમ્ સવૈવૃત્તિમેદેન તદદ્ધ્રીધા |

મનો વિમર્શેરૂપં સ્યાદ્ બુદ્ધિ: સ્યાન્નીશ્ચયાત્મિકા || ૨૦ ||

૨૦ – તે સર્વેના મળેલા સત્વાંશોમાંથી અંતઃકરણ થાય છે . તે અંતઃકરણ વૃત્તિના ભેદ વડે બે પ્રકારનું છે . તેમાં સંશયરૂપ જે વૃત્તિ તે મન કહેવાય છે , અને નિશ્ચયરૂપ જે વૃત્તિ તે બુદ્ધિ કહેવાય છે .


રજોંડશૈ: પંચભિસ્તેષામ્ ક્રમાત્કમેંદ્ધ્રીયાણી તુ |

વાક્પાણીપાદપાયુપસ્થાભિધાનાનિ જજ્ઞઇરે || ૨૧ ||

૨૧ – તે પાંચ સુક્ષ્મભૂતોના રજોગુણના અંશોમાંથી ક્રમપૂર્વક વાણી , હાથ , પગ , ગુદા અને ઉપસ્થ એ નામની પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઇ .


શ્રી પંચદશી જ્ઞાન


તમઃપ્રધાનપ્રકૃતેસ્તમ્દોગાયેશ્વરાજ્ઞયા |

વિયત્પવનતેજોંડબુભુવો ભૂતાનિ જગ્નીરે || ૧૮ ||

 

કારણશરીર વડે જીવ પોતાના શુભાશુભકર્મના ફલરૂપ સુખદુઃખનો અનુભવકરવારૂપ ભોગને પ્રાપ્ત કરી શકે નહી , માટે તે પ્રાજ્ઞના સુખદુઃખના અનુભવરૂપ ભોગની સિદ્ધિને માટે જેમાં તમોગુણનું પ્રધાનપણું થયેલું છે એવી પ્રકૃતિમાંથી આકાશાદિ પાંચ સુક્ષ્મભૂતો પૂર્ણકામ પરમાત્માની ઈચ્છાથી ઉત્પન્ન થાય છે . ૧૮

 

સ્તવાંશૈ: પંચભિસ્તેશાં ક્રમાદ્વિનિદ્રપંચકર્મ |

શ્રોત્રત્વગક્ષીરસનધ્રાણાખયમુપજાયતે  || ૧૯ ||

 

તે આકાશાદિ પાંચ શુક્ષ્મભૂતોમાંના અકેકા સુક્ષ્મભૂતના સત્વાંશમાંથી ક્રમપૂર્વક શ્રોત્ર , ત્વચા , નેત્ર , રસના અને નાસિકા એ નામની પાંચ જ્ઞાનેંદ્રીયો ઉત્પન્ન થાય છે . ૧૯

શ્રી પંચદશી જ્ઞાન


સત્તવશુદ્ધયવિશુદ્ધિભ્યાં માયાવિધે ચ તે મતે |

માયાબિંબો વશીકૃત્ય તાં સ્યાત્સર્વજ્ઞ ઈશ્વર: || ૧૬ ||

સત્વગુણની શુદ્ધિ વડે અને સત્વગુણની મલિનતા વડે માયા અને અવિદ્યા એવા પ્રકૃતિના બે પ્રકાર માનેલા છે . તેમાં માયામાં પ્રતિબિંબિત થયેલ બ્રહ્મ તે માયાને પોતાને વશ કરીને સર્વજ્ઞ ઈશ્વર થાય છે .

અવિદ્યાવશગસ્ત્વન્યસ્તદ્વૈચિત્રયાદનેકધા |

સા કારણશરીરં સ્યાત્પ્રાજ્ઞસ્તત્રાભિમાનવાન્ || ૧૭ ||

પરંતુ અવિદ્યામાં પ્રતિબિંબિત થયેલો બીજો આત્મા અવિદ્યાને વશ થઈને જીવ નામને ધારણ કરે છે . તે જીવ અવિદ્યાના વિચિત્રપણાને લઈને અનેક પ્રકારનો પ્રતીત થાય છે . અવિદ્યા એ જીવનું કારણ શરીર છે . તે કારણ શરીરમાં અભિમાન રાખનારો જીવ પ્રાજ્ઞ એવા નામ વડે કહેવાય છે .

શ્રી પંચદશી જ્ઞાન


તસ્ય હેતુ: સમાનાભિહાર: પુત્રધ્વનિશ્રુતૌ |

ઇહાનાદિરવિધૈવ્  વ્યામોહૈકનિબંધનમ્ || ૧૪ ||

પુત્રના વેદપાઠના શબ્દના શ્રવણરૂપ દ્રષ્ટાંતમાં પ્રતિબંધનું ( પોતાના પુત્રના શબ્દનું પૃથક ભાન ન થવાનું ) કારણ ઘણા વિદ્યાર્થીઓનું એકસાથે ઉચ્ચારણ એ છે . અહીં વિપરીતજ્ઞાનનું મુખ્યકારણ અનાદિ અવિધાજ છે .

ચિદાનંદમયબ્રહ્મપ્રતિબિંબસમનિવ્તા |

તમોરજ:સત્વગુણા પ્રકૃતિધ્રીવિદ્યા ચ સા || ૧૫ ||

જે ચેતનમય અને આનંદમય બ્રહમના આભાસથી યુક્ત છે , અને તમોગુણ , રજોગુણ તથા સત્વગુણ આ ત્રણ ગુણોની જે સામ્યાવસ્થા છે તે પ્રકૃતિ છે . તે પ્રકૃતિ બે પ્રકારની છે .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

શ્રી પંચદશી જ્ઞાન


અધ્યેમૃવર્ગમધ્યસ્થપુત્રાધ્યયનશબ્દવત્ |

માનેડપ્યમાનં માન્સ્ય પ્રતિબંધેન યુજ્યતે || ૧૨ ||

જેમ વેદનો પાઠ કરનારા સમુહમાં પાઠ કરનારા પોતાના પુત્રના અધ્યયનનો શબ્દ વેદશાલાની બહાર રહેલા તેના પિતાને સામાન્યરૂપે સંભાળતા છતાં પણ તે વિશેષરૂપે પ્રતીત થતો નથી , તેમ આત્માના પરમાનંદપણાનું સામાન્યરૂપે ભાન થયા છતાં પણ તેનું વિશેષરૂપે અભાન સંભવી શકે છે , અર્થાત આત્માના અસ્પષ્ટ પરમાનંદપણાના ભાનમાં પણ પ્રતિબંધ લઈને તેના સ્પષ્ટ પરમાનંદપણાનું અભાન સંભવી શકે છે .

પ્રતિબંધોડસિતમાતીતિવ્યવહારાર્હવસ્તુનિ |

તનિનરસ્ય વિરુદ્ધસ્ય તસ્યોત્પાદનમુચ્યતે || ૧૩ ||

છે અને પ્રતીત થાય છે એવા વ્યવહારને યોગ્ય વસ્તુમાં તે વસ્તુ છે અને પ્રતીત થાય છે એવા વ્યવહારનું નિરાકરણ કરીને તેનાથી વિરુદ્ધ તે વસ્તુ નથી અને પ્રતીત થતી નથી આવો વ્યવહાર ઉત્પન્ન કરનાર તે પ્રતિબંધ કહેવાય છે .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો