સ્પીડ પોસ્ટ


  મિત્રો સ્પીડ પોસ્ટ શોભા ડે લિખિત પુસ્તકનું નામ છે. સ્પીડ પોસ્ટમાં શોભા ડે દ્વારા તેમના સંતાનોને લખાયેલ પત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. પુસ્તકની પ્રસ્તાવનામાંથી શોભા ડેના વિચારો અને પુસ્તક વિશેની જાણકારી મળી જાય તેમ છે .

સ્પીડ પોસ્ટનો સરસ ભાવાનુવાદ આપણા માટે સોનલ મોદીએ કર્યો છે . પુસ્તકમાં ૨૭૯ પેજ છે અને તેમાંથી દર વખતે અવનવું જાણવા અનેં માણવા મળે છે.

ગાંધીજીના સત્યના પ્રયોગ જેવો ભારેખમ પ્રયાસ શોભા ડેના સ્પીડ પોસ્ટમાંથી મળે છે. તેમનાથી જીવનમાં થયેલ ભૂલો, મનદુઃખ સહજતાથી સ્વીકારીને તેના માટે માફી તેમના સંતાનો પાસે માંગી છે તે દાદ માંગી લેવાં જેવું કામ છે. સ્પીડ પોસ્ટ વાંચતા વાંચતા વાચકોને પણ પોતાના જીવનમાં થયેલ પ્રસંગો યાદ આવી જાય તેમ છે.

પુસ્તક તેમના સંતાનો રણદીપ, રાધિકા, આદિત્ય, અવન્તિકા, અરુંધતી અને આનંદિતાને લખાયેલ પત્રોનું સંકલન છે અને પુસ્તક તે સંતાનોને જ અર્પણ કરાઈ છે .

~ સ્પીડ પોસ્ટમાંથી કેટલાંક પત્રોના ટાયટલ   ~

  • ક્યારેક રડી લેવામાં વાંધો ખરો ?
  • સિગારેટ – એક બૂરી બલા .
  • મહાનગરોમાં ખોવાયેલી જીંદગી .
  • વિદાય વેળાએ.
  • આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા .
  • આઈ લવ યુ .
  • કિતના સુખ હે બંધન મેં .
  • આજ પૂજા કલ કોઈ દૂજા .

આવા ઘણાબધા પત્રોનું સંકલન આ બેસ્ટ સેલર પુસ્તકમાં વાંચવા મળશે . આ પુસ્તકનું લોકાર્પણ અમદાવાદમાં ગુણવંત શાહના હસ્તે ઓગસ્ટ ૨૦૧૦માં થયુ હતુ.

પ્રકાશક } આર આર શેઠ એન્ડ કંપની, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧ .

કિમંત } રૂ. ૧૯૫

બાળક સાથેની અમૂલ્ય પળો …


મિત્રો બાળક સાથેની અમૂલ્ય પળો પુસ્તક નું નામ છે . આ પુસ્તકમાં બાળક સાથે વિતાવવા, માણવા માટેના સૂચનોથી સભર છે . આ પુસ્તક અંગ્રજીમાં Moments of Parenting નામથી પ્રગટ થયેલ અને તે પુસ્તકને વાચકોએ ખુબજ પસંદ કરેલ . પુસ્તકની લોકપ્રિયતા બાદ તેનો ભાવાનુવાદ ગુજરાતી વાલીઓ અને વાચકોં માટે એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. આવો પ્રયાસ કોઈ શૈક્ષણિક સંસ્થાએ કર્યો હોય તેવું ધ્યાનમાં નથી .

પુસ્તકમાં સરળ ભાષા અને ચિત્રો દ્વારા ઊંડાણમાં સમજણ આપવામાં આવી છે. પુસ્તક વાંચ્યા બાદ વાલીઓ ખરા અર્થે મા બાપ ના વાસ્તવિક રોલમાં આવી જશે. પુસ્તકમાં બાળકના શિક્ષણમાં પ્રવુત થવાની ચિત્ર સાથેની ૧૦૧ રીત સમાવાઈ છે .

 

~ પુસ્તકમાંથી કેટલાંક અવતરણો   ~

  • બાળકોને નિયમિત વાંચન કરી સંભળાવો, નવી વસ્તુઓના નામ અને અર્થ સમજાવો  .
  • મંદિરમાં દીવો, પૂજા કેમ , વડીલોને પગે કેમ લાગવાનું, નમસ્તે કેમ કરવાનું તેનું કારણ સમજાવી તે કરવા પ્રેરણા આપો .
  • બાળકના મનમાંથી ભૂત, નાપાસ, એકાંત જેવા ડર દૂર કરો .
  • બાળકો સાથે શબ્દોની રમત રમો .
  • જીવનમાં નિષ્ફળતા અને મુશ્કેલીઓની વાત કરી તેમાંથી કેવી રીતે નીકળી શકાય તેની વાત કરો .
  • વખાણ  કરો અને ખોટું હોય તો ટીકા પણ કરો .
  • જીવનમાં ડુ અને ડોન્ટ ની સમજણ આપો .
  • પૈસાનું મુલ્ય સમજાવો .

આવું ઘણું બધું પુસ્તકમાંથી જાણવા મળશે . દરેક માતા પિતાએ એકવાર જરૂર વાંચવું જોઈએ તેવું પુસ્તક છે .

પ્રકાશક } એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન , ” કોર હાઉસ ” , ઓફ સી.જી રોડ, અમદાવાદ- ૩૮૦૦૦૬ .

પ્રાપ્તિ સ્થાન } નવભારત સાહીત્ય મંદિર , અમદાવાદ .

કિમંત } રૂ . ૧૦૦

ફાધર વાલેસને મળવાનો દિવ્ય અનુભવ


મિત્રો તા -૧૮ -૧૧-૨૦૧૧ ના રોજ સાહીત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં આદરણીય શ્રી ફાધર વાલેસના પુસ્તક 9 nights in india ના લોકાર્પણ પ્રસંગે નજીકથી મળવાનો લ્હાવો મળ્યો .

હું જયારે સ્કુલમાં ભણતો ત્યારે કેટલીકવાર ફાધર વાલેસના ગણિતની ટેક્સ્ટ બુકમાંથી દાખલા ગણતી વખતે ગણિતના મોટા શિક્ષકને મળવાની ઈચ્છા થતી . ભણ્યા બાદ જયારે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ફાધરના કેટલાંક પુસ્તકો વાંચ્યા બાદ ગણિતના શિક્ષક અને લેખકને મળવાની ઈચ્છા વધુ પ્રબળ થઇ હતી . ફાધર વિશે ટૂંકમાં પરિચય જાણી અને તેમના કેટલાંક પુસ્તકો વાંચી પ્રભાવિત થઇ અગાઉ પોસ્ટ મુકી હતી .

જયારે મને ખબર પડી કે ફાધર અમદાવાદ પુસ્તક લોકાપર્ણ માટે આવવાના છે ત્યારે બધા કામ પડતા મૂકી નિયત સમય કરતા પહેલા સાહિત્ય પરિષદ પહોંચી ગયો . સાહિત્ય પરિષદમાં ફાધરના પ્રોગ્રામ માટે જોરદાર અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું . સાહિત્ય પરિષદનો રા. વિ. પાઠક સભાગૃહ રીનોવેશન બાદ ખાસ આ પ્રોગ્રામ માટે ઉદઘાટન વગર ખુલ્લો મુકાયો હતો . આ સભાગૃહ જાન્યુઆરીમાં વિધિવત ખુલ્લો મુકવામાં આવનાર છે .

સાહીત્ય પરિષદના પ્રોગ્રામની શરૂઆત માધવ રામાનુજે કરી હતી . કાર્યક્રમમાં વિશ્વમ્ભરી સ્તુતિ , મણીયારો અને ગુજરાતના સાહિત્યકારોની આબેહુબ વેશભૂષા બાળકોએ રજુ કરી હતી . આ રજૂઆતનું  રમેશ તન્નાએ આયોજન કર્યું હતું . આગળના પ્રોગ્રામમાં સાહિત્ય પરિષદના મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલે સરસ પ્રવચનથી કરી . ત્યારબાદ દેવેન્દ્રભાઈ પીર, મીનાબહેન પીર,  રઘુવીરભાઈ ચૌધરી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું . પ્રેક્ષકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ફાધર ને સાંભળવાની ક્ષણ આવી ગઈ . હોલમાં નીરવ શાંતિ વચ્ચે ફાધરે શુદ્ધ ગુજરાતીમાં પ્રવચન શરુ કર્યું . ફાધરે ટૂંકા પ્રવચનમાં પણ ઘણા બધા પ્રસંગો  અને જાણકારીઓ પ્રેક્ષકોને આપી મંત્રમુગ્ધ કર્યા હતાં .  ફાધર અગાઉ ૧૦ વર્ષ સાયકલ પર લોકોના ઘરે વિહારયાત્રા  કરતા તે અનુભવોની  વાત કરી . ફાધરે ઉમાશંકર જોશીના ઘરે કાકાસાહેબ કાલેલકરનો  પ્રસંગ કહ્યો હતો .

ફાધરે  9 nights india  પુસ્તકની પણ ટૂંકમાં જાણકારી આપી . ફાધર અગાઉ અમદાવાદ તેમના પુસ્તક ટુ કન્ટ્રીઝ વન લાઈફના લોકાર્પણ વખતે વિધાપીઠના કાર્યક્રમમાં આવ્યા હતાં તે સમયે નવરાત્રી હતી . ફાધરે તે વખતે તેમના રહેવાના સ્થળની નજીકમાં ચાલતા નવરાત્રી કાર્યક્રમની મુલાકાત લીધી અને નવરાત્રીની મજા માણી ત્યારે 9 nights india  પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને પુસ્તક લખ્યું . પુસ્તકમાં ૨૨ પ્રકરણ છે અને પુસ્તક સરળ અંગ્રજી ભાષામાં લખવામાં આવ્યું છે . પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરવામાં આવ્યું છે . પુસ્તકમાં ૧૫૨ પેજ છે .

.

પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ મને સ્ટેજ પર જઈ ફાધરને નજીકથી મળવાનો મોકો મળ્યો . ફાધરના હસ્તે બુકમાં તેમનો ઓટોગ્રાફ મળ્યો તે આખી જિન્દગી યાદ રહી જશે .

પ્રોગ્રામમાં બીજા ઘણા મહાનુભાવો આવ્યા હતા તેમાંના બ્લોગ જગતમાંથી લત્તાબહેન હિરાણી, ઉર્વીશભાઈ કોઠારી જોવા મળ્યા હતા . ઉર્વીશભાઈ આખા પ્રોગ્રામમાં કશુંક લખતા હતા અને ઝુમ કેમેરાથી ફોટો પણ લેતા હતા . ઉર્વીશભાઈ કદાચ તેમના બ્લોગ ગુજરાતી વર્લ્ડ  પર વધુ વિગતવાર જાણકારી અને ફોટોગ્રાફ મુકશે.

ફાધરના 9 nights india પુસ્તકની અને અન્ય પુસ્તક માટે જાણવા પ્રકાશકની વેબસાઈટની મુલાકાત લો .

ફાધર વાલેસના ગુજરાતીમાં પુસ્તક માટે ગુર્જર પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદની મુલાકાત લો . ફાધરના મોટા ભાગના પુસ્તક ગુર્જર પ્રકાશને પ્રકાશિત કર્યા છે .

મિત્રો આપને પણ ફાધરને વધુ જાણવા હોય તો ફાધર જણાવે છે , ” મારા લખાણમાંથી મારો પરિચય તમને મળી જશે”. આપ પુસ્તક વાંચો અને માણો ફાધર વાલેસને …………………

વિશ્વ ડાયાબિટીસ દિવસ


૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં  રીઝોલ્યુશન પસાર કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. ૧૪ નવેમ્બરની પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે . ડૉ ફ્રેડરિક બેન્ટિંગે ૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી. 

સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં ૨૦૦ મિલિયનથી વધુ  ડાયાબીટીસના દર્દીઓ છે. 

ડાયાબીટીસ વિશે વધુ જાણવા માટે મારા બ્લોગની અગાઉની પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો ……..

‘રા.વન’ ફિલ્મ રીવ્યુ


ફોટો } ગુગલ બ્લોગર મિત્રો  દિવાળી અને નવ વર્ષની દિલથી હાર્દિક શુભેચ્છાઓ . મને ફિલ્મ જોવાનો વાંચવા જેટલો ગાંડો શોખ તો નથી જ પણ ક્યારેક ક્યારેક મનપસંદ ફિલ્મ, હીરો, હિરોઈનની ફિલ્મ હોય તો તે જોવાનું ચુકતો પણ નથી . આ બ્લોગ પર ફિલ્મોની ચર્ચા અને રીવ્યુ જુજ પ્રમાણમાં થાય છે પણ આજે  Ra.One ફિલ્મ ફસ્ટ ડે ફસ્ટ શો વહેલી સવારે ૮ વાગે જોયો અને પૈસા તથા સમય સદુપયોગ થયો તેમ લાગ્યું . મને Ra.One ફિલ્મ ગમી તેથી જ મને લાગ્યું કે મિત્રો સાથે અનુભવ વહેંચવો જોઈએ . ફિલ્મ જગતમાં મોટું પ્રમોશન , મોટી સ્ટારકાસ્ટ , મોટા બેનર હેઠળ બહુ મોટા ધબડકા થતાં હોય છે પણ Ra.One માં એવું નથી . Ra.One માટે શાહરૂખ ખાને જેટલી પ્રમોશન માટે અનુભવ સિન્હાએ  ફિલ્મ બનાવવા માટે કરી છે તેટલી જ ફિલ્મ સારી પણ બની છે .

Ra.One માં શાહરૂખ ખાન, કરીના કપૂર, અર્જુન રામપાલ અને બાલ કલાકાર અરમાન વર્માની એક્ટિંગ સરસ છે . Ra.One માં સ્ટોરી મટીરીયલ ખાસ નથી પણ જોવામાં ક્યાંય સ્ટોરી તૂટતી, ભટકતી  નથી . Ra.One ફિલ્મ શાહરુખ ખાન અને કરીના કપૂરના ચાહકો, વિડીયો ગેમના બંધાણીઓ, મારધાડ ફિલ્મોના શોખીનો માટે જ આ ફિલ્મ છે . ફિલ્મ રસિકોની હોલીવુડ સ્ટાઈલમાં હિન્દી ફિલ્મ જોવાની તરસ Ra.One માં પૂર્ણ થાય છે .

Ra.One ઘણા સારા સોશિયલ મેસેજ છે , જે અન્ય ફિલ્મમાં જોવા મળતાં નથી . Ra.One માં બુરાઈ સામે અચ્છાઈની જીત થાય છે, સિગરેટનું વ્યસન હાનિકારક છે વગેરે વગેરે જોશો તો વધુ મજા આવશે . Ra.One 2D અને 3D માં ઘણા બધા થિયેટરમાં એકસાથે રીલીઝ થઇ છે . Ra.One અમદાવાદમાં જ એક સાથે અલગ અલગ થિયેટરમાં લગભગ ૨૫૦ શોમાં લગભગ ૧૨૫૦૦૦ સિને રસિકો જોઈ શકશે . Ra.One 3D માં અત્યારે બધી જગ્યાએ જોવા મળે તેમ નથી પણ શુક્રવારે અમદાવાદમાં પણ ૫૦ શોમાં માણી શકશે . મેં 2Dમાં જોઈ પણ મારું માનવું છે કે 3D નો મજા વધુ જ હશે . 

Ra.One ફિલ્મમાં શેખર ( શાહરુખ ) તેના ગેમિંગ લવર પ્રતિક ( અરમાન ) માટે વિલન જ જીતી શકે તેવી ગેમ બનાવે છે અને ટેકનીકલ ક્ષતિથી ગેમનો વિલન Ra.One ( અર્જુન રામપાલ ) વાસ્તવિક દુનિયામાં આવી જાય છે અને પછી Ra.One અને G.One વચ્ચે જે લડાઈ થાય છે તેમાંથી ફિલ્મ રચાય છે .

Ra.One માં સ્પોન્સરોનો જબરદસ્ત ઉપયોગ થયો છે . Ra.One માટે શાહરુખે જે રીતે સ્પોન્સરોના બેલેન્સને ખંખેર્યાં છે તેની સામે તેમને ફિલ્મમાં યાદ કરીને વળતર ચૂકવી આપ્યું છે . Ra.One ના સ્પોન્સરમાં હીરો સાયકલ , મેકડોનાલ્ડ , એપલ , કિંગ ફિશર એરલાઈન્સ , ફોક્સવેગન , પ્લે સ્ટેશન  જોવા મળશે . Ra.One માં પણ હિન્દી ફિલ્મોમાં થતી ભૂલો કે દર્શકનો ડફોળ સમજવાની પરંપરા ચાલુ રખાઈ છે . Ra.One માં એક સીનમાં શાહરુખને મૃત્યુ બાદ કોફીનમાં દફનાવા લઇ જવાતો દેખાડાય છે અને બીજા સીનમાં કરીના તેના અસ્થી નદીમાં વિસર્જન કરતી બતાવાય છે , અલ્યા દફનાયા બાદ અસ્થી ક્યાંથી લાવ્યા ?

Ra.One વિશે વધુ જાણવા માટે તેની ઓફિશીયલ વેબસાઈટ http://www.raonemovie.com/ મુલાકાત લો .

Ra.One નો એક શોર્ટ ટેલર ઘણું બધું જણાવી દે છે તે આપ પણ માણો ….

મિત્રો આટલું વાંચી અને જોઈને ફિલ્મ જોવા જવાની ભૂખ ઉઘડી હોય તો ઓનલાઈન કે ઉભા થઇ ફટાફટ ટીકીટ બુક કરાવો કેમકે ફિલ્મ હાઉસ ફૂલ છે એટલે છેલ્લી ક્ષણે જોવા જઈને ફૂલ ના બનવું પડે .