વડા પ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ કર્યુ


આજે ૩૧ ઓકટોબરે વડા પ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું.
IMG_20181031_081642અત્યાર સુધી વિશ્વની સૌથી ઉંચી મુર્તિ તરીકે ચીન સ્થિત સ્પ્રિંગ ટેમ્પલની 153 મીટરની ઊંચી બૌદ્ધ મુર્તિ હતી. હવે આ મુર્તિનો રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ તોડયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 182 મીટરની રેકોર્ડ ઉંચાઇ ધરાવે છે.
ભારતની ટેકનોલોજી અને સામર્થ્યનું પણ આ પ્રતિક છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ડીઝાઇન ભારતના મહાન શિલ્પકાર શ્રી રામ સુથારે બનાવી છે. આ સ્ટેચ્યુ નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર બંધથી 3.5 કિલોમીટર દુર સ્થિત છે.
આ વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુના નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની મુર્તિ બનાવાની શરુઆત 19 ડિસેમ્બર, 2015 ના રોજ કરવામાં આવી હતી અને ફક્ત 33 મહિનાના રેકોર્ડ સમયમાં આ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઇ 522 ફુટ છે. સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની બનાવવાનો ખર્ચ રૂ. 2,989 કરોડ થયો છે.

કન્વિનિયન્ટ એકશન ~ ગુજરાટ્સ રીસ્પ્નોસ ટુ ચેલેન્જીસ ઓફ કલાઈમેટ ચેન્જ


કન્વિનિયન્ટ એકશન ~ ગુજરાત રીસ્પ્નોસ ટુ ચેલેન્જીસ ઓફ કલાઈમેટ ચેન્જ નામનું માનનીય નરેન્દ્રભાઈ મોદીના  પુસ્તકનું વિમોચન તા – ૨૧- ૧૨ -૨૦૧૦ ના દિવસે ટાગોર હોલ , અમદાવાદમાં થવાનું છે .

આ પુસ્તક વિમોચન પ્રસંગે ઘણા મહાનુભાવો આવવાના છે . પુસ્તક વિમોચન પ્રસંગના અધ્યક્ષ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ છે અને અતિથી વિશેષ તરીકે ડૉ . આર .કે .પચૌરી છે .

આ પુસ્તક ૨૩૬ પાનાનું છે . આ પુસ્તકના પ્રકાશક મેકમિલન પબ્લિશર્સ ઈન્ડિયા છે . આ પુસ્તકની કિમંત રૂ . ૪૯૫ રાખવામાં આવી છે . આ પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયેલું છે અને તેના લેખક માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈમોદી છે .

ભારતમાં આવા વિષય પર પુસ્તક લખનાર રાજકારણીઓમાં નરેન્દ્રભાઈ મોદી પ્રથમ હશે . આ પુસ્તક પર તેઓ ઘણા વખતથી કામ કરી રહ્યા હતા તેવું તેમની વેબ સાઈટ પરથી જાણવા મળ્યું છે .

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો