દિવાળી એટલે


દિવાળી એટલે ધાર્મિક માન્યતા મુજબ રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા તેના માનમાં અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી .

આધુનિક મોંઘવારી ભર્યા યુગમાં દિવાળી એટલે દરેક વર્ગ , સમુદાય અને સમાજ અલગ મહત્વ ધરાવે છે . દિવાળી એટલે ગૃહિણીઓ માટે પસ્તીવાળી . વર્ષ દરમ્યાન ભેગી થયેલી નકામી ,જગ્યા રોકતી વસ્તુઓ ભંગારમાં , પસ્તીમાં આપવાની મોસમ . દિવાળી એટલે ધાબે ગાદલા તપાડવા, ડબ્બા – પીપડા સાફ કરવા, માળિયા – સ્ટોર રૂમ – કબાટ સાફ કરી સરસ ગોઠવણ કરવાની મોસમ .

દિવાળી એટલે ખાવાના શોખીનો માટે નાસ્તાવાળી . ગૃહિણીઓ હોંશે હોંશે ડબ્બા ભરીને, મન મૂકીને તથા મોંઘવારીને ખાલી કરેલા માળીયે મૂકીને મઠીયા, સુવાળી, સક્કરપારા, ફરસીપૂરી, ફુલવડી,  ચવાણું, ભાખરવડી, ગાંઠિયા, ઘુઘરા, ગાંઠિયા, ચોળાફળી, કચોરી, ટમટમ, ચકરી જેવા ચટાકેદાર નાસ્તા બનાવે . નવા વર્ષે આવનાર મહેમાનો નાસ્તાની મજા માણે અને છેલ્લે મહેમાનો આવવાનું પૂર ઓસરે ત્યારે શ્રીમાનના પેટ પર મોંઘા નાસ્તા પુરા કરવાની ભારે જવાબદારી આવી પડે . ભલેને શ્રીમાનના ગળાની અને પેટની સિસ્ટમ ખોરવાઈ જાય પણ મોંઘવારીમાં મોંઘો નાસ્તો પુરો કરવો જ પડે .

દિવાળી એટલે ફરવાના શોખીનો માટે ફરવાવાળી . ફરવા માટે જોઈએ તો ગુજરાતીઓ જ નહિ પણ માત્ર ને માત્ર ગુજરાતીઓ જ શોખીન , નવરા અને સમૃદ્ધ છે . રાજસ્થાન , દિલ્લી , સિમલા , કુલુમનાલી , કાશ્મીર , સિક્કીમ , મહારાષ્ટ્ર , ગોવા , ઉંટી , કેરલ કે વિશ્વભરમાં ગમે ત્યાં જાવ ગુજરાતી સન્નારી અને સજ્જનો જોવા મળી જ જશે .પર્યટન સ્થળે વેપારીઓ પણ ગુજરાતીઓને વસ્તુઓ વેચવાની કે પહેરવાની ( વધુ કહી ઓછા કરવાની ) ઈસ્ટાઈલ શીખી ગયા છે .

દિવાળી એટલે યુવાનો, બાળકો માટે વેકેશનવાળી અને ફટાકડાવાળી . દિવાળી આવે એટલે બધા હાશકારો અનુભવે . નવરાત્રીનો થાક અને પરીક્ષાનો ત્રાસ દૂર કરવા જ દિવાળી આવે પણ સાથે દિવાળી વેકેશનની મજાની પથારી થોડી ફેરવી નાંખે . દિવાળી વેકેશનમાં મોડા ઉઠવાનું, થોડું રખડવાનું, વધુ ખાવાનું, થોડું ઘરકામ અને રાતે ફટાકડા ફોડવાનું કામ ક્રમબદ્ધ અને નિયમબદ્ધ બની જાય .

દિવાળી એટલે કંદોઈઓ, ફરસાણવાળા, કલરવાળા માટે કમાવવાવાળી . વરસાદમાં ભલેને ડેમ ના છલકાય પણ આ વેપારીઓના ગલ્લા દિવાળીમાં જરૂર છલકાય છે . વેપારીઓ મોંઘવારીના મથાળા હેઠળ મોંઘી વસ્તુઓ લાલચુ ગ્રાહકોને પહેરાવામાં દિવાળી ધર્મ માને છે . ઘણા ( બધા નહિ ) વેપારીઓ મહિનાઓથી ભેગો કરેલો ખરાબ , ડુપ્લીકેટ , સિન્થેટીક માવો દિવાળીની મીઠાઈઓમાં ઠાલવી ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ખાલી કરી નિરાંત અનુભવે છે . મીઠાઇ ખાવાવાળાઓએ જરાક વિચારવું પડે કે દિવાળીના માવા માટે દુધાળા પશુઓ સ્પેશ્યલ કેશમાં વધુ દૂધ આપતાં નથી . રોજ જેટલું દૂધ ઉત્પાદન થાય તેમાંથી મોટો હિસ્સો પીવામાં વપરાઈ જાય છે અને વધે તેમાંથી દૂધની બનાવટો બને છે તો દિવાળીના માવા માટે વધારનું દૂધ કયા ખેતરમાં કે કંપનીમાં બને છે . ફરસાણવાળા પણ ઘણા ( બધા નહિ ) વેપારીઓ મોંઘવારી ઓથા હેઠળ સસ્તા તેલમાં ફરસાણ બનાવી માનવંતા ગ્રાહકોના પેટની અને ગળાની દશા ફેરવવામાં થોડીએ કસર બાકી નથી રાખતાં . કલરના વેપારીઓ , કારીગરો ગ્રાહકોના ઘરને રંગીન બનાવીને પોતાનો ગલ્લો ચમકદાર બનાવી દે છે .કલરના વેપારીઓનો વર્ષભરનો માલનો ભરાવો દિવાળીના પાવન પર્વ પર સાફ થઇ જાય છે .

દિવાળી એટલે થોડા ( બહુ જ થોડા ) કર્મચારીઓ માટે મલાઈવાળી . દિવાળી આવે એટલે આ થોડા સરકારી બાબુડીયાઓને સરકારી બોનસ અને વર્ષભરનો હિસાબ ચુકવણીની મોસમ . વર્ષભર જે કર્મચારીઓ પોતાના પૈસે સીંગ નથી ખાઈ શકતા તેઓ પારકા પૈસે બદામના બટુકા બોલાવે છે . 

દિવાળી એટલે  પસ્તીવાળી, નાસ્તાવાળી, ફરવાવાળી, વેકેશનવાળી, ફટાકડાવાળી, કમાવવાવાળી, મલાઈવાળી . આપ પણ રાહ શેની જુઓ છો . તમારાવાળી દિવાળી પસંદ કરી મનાવો દિવાળી .

સૌ બ્લોગર મિત્રો અને વાચકોને દિવાળી અને નવ વર્ષની  દિલથી હાર્દિક શુભેચ્છાઓ .

Advertisements

સુવિચાર


ગંગા નાહ્યા , યમુના નાહ્યા , નાહ્યા મોટી કાશી ,

નાને દીવે થાય દિવાળી , મોટે દીવે હોળી ,

રામો રત્નો ગંગા નાહ્યા પણ રહ્યા કોળીના કોળી .

યાત્રા , જપ , તપ , પુજા પાઠ કર્યા , પણ મન ના

બદલાયુ તો એ સ્નાન શું કામનું .

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈમેલ

મા અંબાની ૫૧ શક્તિપીઠ


મા અંબાની ૫૧ શકિતપીઠ વિવિધ સ્થળે વિવિધ નામે આવેલ છે તે નામની જાણકારી અહિયાં આપ સૌના માટે મુકવામાં આવી છે .

 1. વારાણસી
 2. પ્રભાસ
 3. ઉજ્જેની
 4. યશોર 
 5. રામગીરી
 6. અંબાજી
 7. પ્રયાગ
 8. કાલીપીઠ
 9. પશુપતિનાથ
 10. શ્રીશૈલ
 11. બહુલા
 12. અમરનાથ
 13. કુરુક્ષેત્ર
 14. શ્રીપર્વત
 15. ત્રિપુરા
 16. જ્વાલામુખી
 17. કાંચીપુરમ
 18. મગધ
 19. માનસ
 20. વક્રેશ્વર
 21. ચહલ
 22. વૈધનાથ
 23. ગોદાવરી
 24. કિરીટ
 25. જલંધર
 26. મિથિલા
 27. યુગાદયા
 28. લંકા
 29. ક્ન્યાશ્રમ
 30. ગંડક ચંડી
 31. કાલમાધવ
 32. વૃંદાવન
 33. કામાખ્યા
 34. શંર્કરા
 35. સોણદેશ
 36. ઉત્કલ વિરાજ
 37. નંદિપુર
 38. વિરાટ
 39. સુગંધા
 40. જયંતિ
 41. જનસ્થલ
 42. મણિબંધ
 43. હિગુલા
 44. વિભાષ
 45. નલહાટી
 46. ત્રિસ્ત્રોતા
 47. શુચિ
 48. અષ્ટ હાસ્ય
 49. પંચસાગર
 50. રત્નાવલી
 51. કરતોયાતટ 

સ્ત્રોત } શ્રી માતાજીની સ્તુતિ

મા દુર્ગા ધ્યાન


ૐ કાલા ભ્રાભા કટા ક્ષેરરિકુલ 

ભયદા મૌલિબં વ્રન્દુરેખાં .

શંખ ચક્ર કૃપાણ ત્રિશખમપિ

કરૈ રુદ્રહનિર્ત ત્રિનેત્રામ્

સિંહં સ્કન્ધાધિ રૂઢાં ત્રિભુવનમ્ ખીલં

તેજ સા પૂશ્યન્તીમ

ધ્યાયેન દુર્ગા જ્યાખ્યાં

ત્રિદશ પરિવૃતાં સેવિતાં સિદ્ધધિકામૈ .

ભાવાર્થ } કાળા વાદળોની સમાન શરીરની જેની ક્રાંતિ છે . કટાક્ષ માત્રથી શત્રુકુળને ભય પમાડે છે . બાંધેલા કેશની મધ્યે મસ્તક ઉપર ચન્દ્રમા શોભી રહેલ છે . શંખ , ચક્ર ,કૃપાણ , ત્રિશુળ , હાથમાં ધારણ કરેલ છે . એવા ત્રણ નેત્રવાળા સિંહ ઉપર આરૂઢ થયેલાં અને ત્રણે લોકને પોતાના તેજથી પૂર્ણ કરનારાં જ્યાં દુર્ગાનું ધ્યાન કરું છુ . કે જેમને ઇન્દ્રાદિ દેવતા પોતાની કામનાઓની સિદ્ધિને માટે પૂજે છે .

મા દુર્ગાના બત્રિસ નામ


મિત્રો નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આજે જાણીએ મા દુર્ગાના વિવિધ બત્રિસ નામ .

 1. દુર્ગા
 2. દુર્ગર્તિશમની
 3. દુર્ગાપદ્વિનિવારિણી
 4. દુર્ગમચ્છેદિની
 5. દુર્ગનિહંત્રી
 6. દુર્ગતોદ્ધારિણી
 7. દુર્ગનાશિની
 8. દુર્ગસાધિની
 9. દુર્ગમા
 10. દુર્ગદૈત્ય – લોકદવાનલા
 11. દુર્ગમજ્ઞાનદા
 12. દુર્ગમાપહા
 13. દુર્ગમાલોકા
 14. દુર્ગમાત્મસ્વરૂપિણી
 15. દુર્ગમાર્ગપ્રદા
 16. દુર્ગમવિદ્યા
 17. દુર્ગમાશ્રિતા
 18. દુર્ગમજ્ઞાનસંસ્થાના
 19. દુર્ગમોહા
 20. દુર્ગમધ્યાનભાસિની
 21. દુર્ગમાર્થસ્વરૂપિણી
 22. દુર્ગમગા
 23. દુર્ગમાંગી
 24. દુર્ગમાયુધધારિણી
 25. દુર્ગમાસુરસંહન્ત્રી
 26. દુર્ગમતા
 27. દુર્ગમેશ્વરી
 28. દુર્ગમ્યા
 29. દુર્ગભા
 30. દુર્ગદારિણી
 31. દુર્ગભીમા
 32. દુર્ગભામા

સ્ત્રોત } શ્રી માતાજીની સ્તુતિ