ગદ્ય અને પદ્યના સમર્થ કલમ કસબી સુન્દરમ્ ને સત્ સત્ વંદન


બ્લોગર મિત્રો અને સાહિત્ય રસિકો આજે ૨૨ માર્ચ ૧૯૦૮ ના રોજ શ્રી ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહારનો જન્મ ભરુચ જિલ્લામાં મિયાં – માતર ગામે થયો હતો.  

ત્રિભુવનદાસ લુહારે શરૂના વર્ષ ૧૯૩૮માં ” ત્રિશુળ ” ઉપનામથી ” હીરાકણી અને બીજી વાતો ” વાર્તાસંગ્રહનુ પ્રકાશન કર્યું હતું. 

ત્રિભુવનદાસ લુહાર ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૪થી ૧૯૨૯ સુધી રહ્યા હતાં. વિદ્યાપીઠમાં તેઓએ  પ્રથમ વર્ષમાં હસ્તલિખિત માસિક શરુ કર્યું અને માત્ર એક જ અંક બની શક્યો. બીજા વર્ષમાં પંચતંત્ર સાપ્તાહિકમાં તંત્રી બન્યા. વિદ્યાપીઠમાં તંત્રી લેખમાંથી વિનોદ લેખ લખતા થયા અને તે માટે ” સુન્દરમ  ” નામ લખવાનું શરુ કર્યું . 

સુન્દરમની પ્રથમ કૃતિ વડલાની ડાળનો હિંચકો શાળાના હસ્તલિખિત અંકમાં છપાઈ હતી.

સુન્દરમે તેમના જીવનમાં વિશ્વકર્મા, મરીચિ ઉપનામો પણ અજમાવ્યા હતાં.

સુન્દરમને ઉમાશંકરનો પરિચય ૧૯૩૦માં સ્વાંત્ર્ય સંગ્રામમાં થયો હતો અને વિસાપુર જેલમાં સાથે રહ્યા હતાં.

સુન્દરમે કવિતા, વાર્તાઓ, નાટકો, અનુવાદો તેમજ ચિંતનાત્મક અને સાહિત્ય વિશેના પુસ્તકોનુ પ્રકાશન કર્યું હતું.

સુન્દરમને ૧૯૮૫માં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો. 

સુન્દરમે ૨૧ વર્ષમાં લગભગ ૨૧ વાર્તાઓ લખી હતી. સુન્દરમની હીરાકણી વાર્તા તેમની સૌથી લાંબી વાર્તા અને પ્રસાદજીની બેચેની તેમની સૌથી ટૂંકી વાર્તા લખી હતી.  

સુન્દરમની વાર્તાઓમાંથી મારી પસંદગીની વાર્તાઓમાં જન્મની ઘડી, પૂજાના વાળ, કસુમ્બી સાડી, યા નસીબ, ગોપી, મીન પિયાસી, પુનમડી, લીલીવાડી, ખોલકી, માને ખોળે, જમીનદાર, ઇવનીગ ઇન પેરિસ, એ, ગટ્ટી, આશા, ઉછરતા છોરું, લુંટારા, પેકાર્ડનો પ્રવાસ અને ઘણીબધી છે ..

સુન્દરમની મને ગમતી વાર્તાઓ ટૂંકાણમાં

 •   માજા વેલાનુ મૃત્યુ }  વાર્તામાં માજા વેલાની વાત છે. માજા વેલાનો મોટો પરિવાર છે. માજા વેલાના પરિવારના સભ્યો ગરીબ, માંગનારા અને તક મળતા ચોરી પણ કરતા. માજા વેલો તેની ત્રીજી પેઢીના બાળકોને પોતે કરેલા કારનામાં કહી ગર્વ અનુભવે છે. લેખકે એંઠ માંગીને લાવતા પરિવારમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોરદાર શૈલીમાં વર્ણવી છે. માજો વેલો બીમાર છે તો પણ એંઠ માંગવા નીકળે છે અને શું પરિસ્થિતિ સર્જાય છે તે વાર્તામાં વર્ણવી છે. માજા વેલાની પૌત્રી ખુડીનુ પાત્ર પણ જોરદાર છે . માજા વેલા અને ખુડી વચ્ચેનો વાર્તાલાપ વાંચતા આંખ સામે દ્રશ્ય ઉભું થઇ જાય તેમ છે. ક્યા કારણોસર અને કેવી રીતે માજા વેલાનું મૃત્યુ થાય છે તે છેલ્લે સુધી અંકબંધ રહે છે અને વાચકો વાર્તા સાથે જકડાઈ રહે તેવી વાર્તા છે.
 • ગોપીગોપી વાર્તામાં ગોપાળ રાવળની વાત છે. ગોપાળ નાચવાનો શોખીન છે. ગોપાળનો બાપ મોતી રાવળ ઢોલી હોય છે. ગોપાળનો બાપ લાલચુ હોય છે અને લાલચમાં ને લાલચમાં ગોપાળને નચાવીને નિચોડ કાઢી નાંખે છે. ગોપાળ નાચવાનો શોખ કેવી રીતે તેની પરેશાની બની જાય છે તે વાર્તામાં આવે છે. ગોપાળને કેવી રીતે ગોપી ઉપનામ મળ્યું તે વાર્તામાં છે. લોકોને મનોરંજન આપવામાં અને બાપની લાલચમાં ગોપીને શું શું તકલીફો પડે છે તે વાંચતા વાંચતા વાચકોને પણ ગોપી પ્રત્યે દયાભાવ જગાડી દે તેવી ભાવનાત્મક વાર્તા છે.
 • મીન પિયાસી }   વાર્તા ભજનિક ડોસાની અને તેના પરિવારની વાત છે. ડોસો ભજન કરવા રોડ પર આવી જાય તે વાર્તામાં આવે છે. ડોસાનો સુખી સંસાર કેવી રીતે દુઃખી બની જાય તે વર્ણવ્યું છે. દીકરાનું મ્રત્યુ થવાથી અને બીજા છોકરાની પત્ની ચાલી જવાથી ઘરમાં નાની બે બાળકીઓને જોઈને ડોસો કઈ પરિસ્થિતિમાં મુકાય છે તે ચોટદાર રીતે રજુ કરી છે. વાર્તા વાંચતા વાંચતા વાચકો ભાવુક બની જાય તેવી વાર્તા છે. વાર્તામાં એક સંવાદ આવે છે, ” પૈસો ગમે તેટલો આવે પણ તે મારો રામ વેચીને ને ” તે ચોટ ઉપજાવે તેવો છે. વાર્તામાં મીન પિયાસી શું છે તે રહસ્ય જાણવા માટે વાર્તા વાંચવી જ પડશે .
 • ઇવનીગ ઇન પેરિસસુંદરમની આ વાર્તામાં ભરપુર પ્રણય સમાયેલો છે. વાર્તા મકરંદ અને અંજનાના સંબંધોની વાત છે. તેઓ બાર વર્ષ સુધી અલગ રહે છે અને સંજોગોવસાત મળવાનું થાય છે ત્યારે શું થાય છે તેની વાત છે. મકરંદ અને અંજના વચ્ચે અખૂટ પ્રેમ હોય છે પણ સંબધોમાં કેવી રીતે તણાવ આવે છે તે વાર્તામાં જોરદાર રીતે વર્ણવ્યો છે. વાર્તા કેટલાંય વણાંકો લઈને અંતે સુખદ અંત સાથે પૂર્ણ થાય છે તે વાચકોના મન પર ખુશીની અસર કરે તેવી વાર્તા છે.
માહિતી સ્ત્રોત } સુન્દરમના પુસ્તકોની પ્રસ્તાવનામાંથી 
ફોટો સ્ત્રોત } ગુજરાતી સાહિત્ય પરિષદ 

ફોટો સ્ત્રોત } ગુજરાતી સાહિત્ય પરિષદ

પહેલો ગિરમીટયો ભાગ – ૫


પ્રકરણ – ૫

 • એક દિવસ મોહનદાસ ક્રુગરનો મહેલ જોવા ગયા. ક્રુગર ત્યાંના પ્રેસિડન્ટ હતાં . મહેલ જોત જોતા મોહનદાસ વિચારોમાં ખોવાઈ ગયા અને ફૂટપાથ પર કાળાઓને ચાલવાનું નથી તેવું ફરમાન ભૂલાઈ ગયું ત્યાંજ એક સૈનિક જોઈ ગયો અને મોહનદાસને મારવાનું ચાલુ કરી દીધું .
 • અધમુવા મોહનદાસને મિ. કોટ્સ મળી ગયા અને વધુ મારથી તેઓ બચી ગયા . તેઓને મિ.કોટ્સ ઘરે લઇ ગયા અને કેસ કરવાનું સૂચન કર્યું .
 • મોહનદાસે પોતાના અનુભવ દાદા અબ્દુલ્લાને પત્ર દ્વારા જાણ કરી .
 • મિ. બેકર અને અન્ય મિત્રોની સાથે પ્રોટેસ્ટનો ધાર્મિક સંમેલનમાં ગયા ત્યાં માત્ર ખ્રિસ્તી ધર્મ જ મહાન છે, તેનાથી જ મુક્તિ મળી શકે આવું બધું સાંભળી ગુંચવાતા રાયચંદભાઈ યાદ આવી ગયા .

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પ્રકરણ – ૬ માટે થોડી રાહ જુઓ …………...

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો ભાગ – ૨

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પહેલો ગિરમીટયો ભાગ – ૪

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

 

પહેલો ગિરમીટયો ભાગ – ૪


પ્રકરણ – ૪

 • આ પ્રકરણમાં મોહનદાસ તેમના પિતાના અંતિમ સમયની વાત છે . મોહનદાસને તેમના ઘરમાં બધા મોની યો કહેતાં હતાં .
 • મોહનદાસના કાકા એક રાતે તેમના પિતાની ખબર કાઢવા માટે આવ્યા અને મોહનદાસને તેમના કાકાએ પોતે પિતાજીની સેવા કરશે અને તું જઈને સુઈ જા તેવું કહેતાં ની સાથે જ મોહનદાસ ત્વરિત પોતાના રૂમમાં કસ્તુર સાથે સુવા ચાલ્યા ગયા .
 • મોહનદાસ પોતે કસ્તુર સાથે સૂતા હતાં તે જ સમયે તેમના બાપુએ શ્વાસ છોડી દેતાં તેઓ દુઃખી થઇ ગયા . પોતે કસ્તુર સાથે સબંધ સાધતા હશે ત્યારે બાપુના આત્માએ તેમને જોયા હશે તેવા ગાંડા વિચારો આવતાં હતાં .
 • ક્સ્તુરને બાળક મરેલું જન્મતા પિતાની ચાકરીમાં છેલ્લે ઉણપ કરી તેનું જ પરિણામ માની લીધું .
 • મોહનદાસને શેખ મહેતાબ સાથે મિત્રતા હતી તેનો કસ્તુર અને ઘરનાને વિરોધ હતો .
 • મોહનદાસ મહેતાબને પોતાને થયેલાં અનુભવો પત્રમાં લખતા અને તે કસ્તુર અને તેમના પુત્ર હરીને સંભળાવતા .
 • મોહનદાસ પ્રિટોરિયામાં રહેતા હિન્દુસ્તાનીઓના ભાવિ વિશે ચર્ચા કરવા માટે તૈયબ શેઠને મળવા ગયા . તૈયબ શેઠ સાથે વાતચીતમાં જણાવી દીધું કે દાદા અબ્દુલ્લાના વકીલ તરીકે અને આ ચર્ચા બન્ને અલગ વાત છે તે સ્પષ્ટતા કરી .
 • શેઠ હાજી મહમદના ઘરે બધા ભારતીયોની મીટીંગ ગોઠવાઈ અને આગળ વધુ મીટીંગો વાંરવાર થતી રહી .
 • મોહનદાસ મોડી રાતે ૯ વાગે તેમના મિત્ર મિ. કોટ્સ સાથે ફરવા નીકળતા ત્યારે મિ.કોટ્સ મોહનદાસને કહેતાં હતાં કે રાતે ૯ વાગ્યા બાદ કાળાઓને ફરવા નીકળવાની મનાઈ છે.
 • મિ.કોટ્સે કાયદો વધુ સમજાવવા મોહનદાસને મિ. ક્રાઉઝ પાસે લઇ ગયા. મિ. ક્રાઉઝે પોલીસ હેરાન ના કરે તે માટે એક પત્ર લખી આપ્યો .

 

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પ્રકરણ – ૫ માટે થોડી રાહ જુવો ……………………

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો ભાગ – ૨

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી


આજે ૧૧ જાન્યુઆરીએ ભારતમાં લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી તરીકે ઉજવાય છે . ૧૧ જાન્યુઆરી ૧૯૬૬માં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું .

લાલબહાદુર શાસ્ત્રીણી પુણ્યતિથી પર તેમના જીવન પરનો એક રેર વીડીઓ યુ ટ્યુબ પર માણીએ .

http://www.youtube.com/watch?v=FntSVKXs2KY&feature=related

http://www.youtube.com/watch?v=FntSVKXs2KY&feature=related

લાલ બહાદુર શાસ્ત્રીના જીવન ના પ્રેરક પ્રસંગ જાણવા માટે ક્લિક કરો

લાલબહાદુર શાસ્ત્રી વિશે વધુ જાણવા વિકીપીડ્યા પર ક્લિક કરો .