કોલ્હાપુરમાં પટ્ટનકોડોલી ગામે 50 ટન હળદર એકબીજા પર ઉડાડી હલ્દી ઉત્સવ મનાવાયો


રવિવારે કોલ્હાપુર જીલ્લાના હટકંગલે તાલુકાના પટ્ટનકોડોલી ગામે વિઠ્ઠલ બિરદેવ મંદિર લગભગ 50 ટન હળદર એકબીજા પર ઉડાડી હલ્દી તહેવાર મનાવવામાં આવ્યો.
bhopal_281018_haldi_festiદર વર્ષે ઑક્ટોબરમાં 27 ઑક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી આ મેળો યોજાય છે. શ્રી વિઠ્ઠલ બિરદેવ મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જેને ભગવાન વિષ્ણુનો પુનર્જન્મ માનવામાં આવે છે.
બિરદેવ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને આંધ્રપ્રદેશના શેફર્ડ કોમ્યુનિટીના પારિવારિક દેવ છે.સોલાપુર જીલ્લામાં અંજુંગો ગામના શ્રી કેલોબા રાજાબાઉ વાઘમોડ, જેઓને ભક્તો ‘બાબા’ તરીકે ઓળખે છે. દર વર્ષે આ બાબા તેમના ગામથી 17 દિવસ ચાલીને આ હલ્દી ઉત્સવ માટે પટ્ટનકોડોલી ગામે પહોંચે છે.તેઓ ભગવાન સંદેશવાહક તરીકે માનવામાં આવે છે. ત્યાં ડ્રમ અને પરંપરાગત સંગીત સાથે ભકતો બાબાનું સ્વાગત કરે છે. સ્વાગત માટે મંદિરમાં મોટી છત્રી લાવવામાં આવે છે. બાબા કન્નડમાં ખેતી, વરસાદ અને ભાવિ પરિસ્થિતિઓ વિશેની તેમની આગાહી કરે છે, જેનો અનુવાદ પુજારી કરે છે.