ભારતના 10 વર્ષના છોકરાએ જીત્યો વર્લ્ડ બેસ્ટ વાલ્ડલાઇફ ફોટોગ્રાફર 2018 એવોર્ડ


ભારતના 10 વર્ષના અર્શદીપ સિંહ નામના છોકરાએ વર્લ્ડ બેસ્ટ વાલ્ડલાઇફ ફોટોગ્રાફર 2018 એવોર્ડ જીત્યો છે.
FB_IMG_1540697255002નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા યોજાયેલી વાર્ષિક સ્પર્ધામાં વર્ષ 2018 ના વર્લ્ડ વાઇડલાઇફ ફોટોગ્રાફર અંડર 11 નો અવોર્ડ અર્શદીપ સિંહ ને મળ્યો છે. અર્શદીપ સિંહ ના ફોટોગ્રાફ 1 વર્ષ માટે 60 દેશોમાં કુદરતી નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના પ્રદર્શનમાં બતાવવામાં આવશે.
FB_IMG_1540697317721અર્શદીપે છ વર્ષની ઉંમરે ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું શરૂ કર્યું હતું. તે ઘણીવાર તેના પિતા સાથે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ વાઇડલાઇફ ફોટોગ્રાફી કરવા જતો હતો. અર્શદીપ તેના પિતા રણદીપ સિંહ દ્વારા પ્રેરિત છે. તેના પિતા પણ એક જાણીતા વાઇડલાઇફ ફોટોગ્રાફર છે.

Advertisements

ભારતની સૌથી પહેલી ઇ કાર નું થાણેમાં થયું રજીસ્ટ્રેશન


ભારતની સૌથી પહેલી ઇ કાર નું થાણેના અવિનાશ નિમોનકરના નામે લીલા રંગની નંબર પ્લેટ સાથે રજીસ્ટ્રેશન થયું છે.
nimonkar1અવિનાશ નિમોનકરે દશેરાના દિવસે ઇ કાર ઇ-વેરિટો ખરીદી હતી. ઇ-વેરિટો ચાર્જીંગ પછી આશરે 150 કિલોમીટર ચાલે છે અને ચાર્જીંગનો કુલ ખર્ચ રૂ. 49 થાય છે. કાર ચાર્જીંગ કરવા માટે ડીસી ચાર્જિંગ સ્ટેશનમાં લગભગ 45 મિનિટ લાગે છે. મહારાષ્ટ્ર સરકાર ઇ કારોના ચાર્જિંગ માટે ચાર્જિંગ સેન્ટર સ્થાપી રહી છે.
images_1540196222300_green_plates_for_electric_cars1મહિન્દ્રા ઇલેક્ટ્રિક સેડાન ઇ-વેરિટો ત્રણ મોડલમાં ડી 2, ડી 4 અને ડી 6 ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 9 .5 લાખથી 10 લાખ સુધીની છે.
અવિનાશ નિમોનકરને ઇ-વેરિટો કાર પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી છૂટ આપવામાં આવી છે. તેમને રૂ. 1.38 લાખની ફેમ સબસિડી ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પાસેથી રૂ. 1 લાખની વધારાની સબસિડી મળી છે.

પીપાવાવ રિલાયન્સ નેવલે દેશનું પહેલું કોસ્ટ ગાર્ડ ટ્રેનિંગ શિપ આઈસીજીએસ વરૂણ લોંચ કર્યું


રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગ લિમિટેડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરોને ટ્રેનીંગ માટે આઇસીજીએસ વરુણને પીપાવાવમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
IMG_20181026_080115આઈસીજીએસ વરૂણ 105 મીટર લાંબુ શિપ છે.તે ટ્વીન ડીઝલ એન્જિનો દ્વારા સંચાલિત છે. આ શિપ 20 નોટ્સની ઝડપે સમુદ્રમાં સફર કરી શકે છે. વપુણે શિપ અલ્ટ્રા-મોડર્ન નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ શિપને વ્યાપક પરીક્ષણો અને ટ્રાયલ પછી મે 2019 માં કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવશે.આ ટ્રેનિંગ શિપમાં 100 ઓફિસરોને એકસાથે તાલીમ આપી શકાશે.
IMG_20181026_080210આ શિપમાં 242 અધિકારીઓને સમાવવાની ક્ષમતા છે. આ શિપ કોસ્ટ ગાર્ડ અઘિકારીઓની ટ્રેનિંગની સાથે દરિયાઇ સીમાની સુરક્ષામાં પણ ઉપયોગી બનશે. આ શિપ 3500 ટનનું છે. આ ટ્રેનિંગ શિપ વરુણ રૂ. 220 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

એરટેલ કસ્ટમરને તેમના પ્રશ્નોના જવાબ Google assistant દ્વારા મળશે


ભારતી એરટેલે તેના કસ્ટમરને કેરની ફેસીલીટી આપવા માટે ગુગલનો સહયોગ લીધો છે.એરટેલના કસ્ટમર્સ તેમના એકાઉન્ટ રિલેટેડ કવેરી ગુગલ આસિસ્ટંટ દ્વારા સોલ્વ કરી શકશે. Screenshot_20181025-110151એરટેલ તેના વપરાશકર્તાઓને બિલિંગ, બેલેન્સ, ઓફર અને બીજી ક્વેરીઝ સોલ્વ કરવા માટે Google assistant દ્રારા ફેસીલીટી આપી રહી છે. Google assistant એ “પ્રોજેક્ટ નેક્સ્ટ” નો એક ભાગ છે. એરટેલના ડિજિટલ ઇનોવેશન પ્રોગ્રામનો હેતુ ગ્રાહકોની સેવાઓને વધુ સારી બનાવવાનો છે.
એરટેલ તેના કસ્ટમરના પ્રશ્નો Google assistant દ્રારા ટ્રેક પણ કરી શકશે. કસ્ટમરના બધા પ્રશ્નોના જવાબો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત Google assistant દ્વારા આપવામાં આવશે.
હાલમાં Google assistant અંગ્રેજીમાં ઉપલબ્ધ બનશે. આવનાર દિવસોમાં કસ્ટમર માટે આ સુવિધા પ્રાદેશિક ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવશે.
એરટેલ એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ હોમ બટનને લાંબા સમય સુધી દબાવીને Google assistant ની મદદથી કસ્ટમરને કેરની ફેસીલીટી યુઝ કરી શકશે

કોકા-કોલા કંપની વોડાફોન આઇડિયા લીમીટેડ અને ઇબેસ્ટ આઇઓટી સાથે મળીને કનેક્ટેડ કુલર્સ બનાવશે


ભારતની મોટી બેવેરિઝ કંપની કોકા-કોલા ઇન્ડિયા એ દેશભરમાં આધુનિક કનેક્ટેડ કુલર્સ બનાવવા માટે ટેલીકોમ ક્ષેત્રની મોટી કંપની વોડાફોન આઇડિયા લીમીટેડ અને ઇબેસ્ટ આઇઓટી સાથે ભાગીદારી કરી છે.
coca-cola-iot-connected-coolersઆઇઓટી ઈનબલ્ડ કનેક્ટેડ ક્યુલર્સ કોકા કોલા કંપનીને તેના ગ્રાહકોની વર્તણૂક સમજવામાં મદદ કરશે, જેનાથી કંપનીના તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરશે. આ ટેકનોલોજીથી કોકા-કોલા કંપની ઇન્વેન્ટરી, સેલ્સ ટ્રેકિંગ, મોનિટર વપરાશ પેટર્ન અને ટ્રૅકીંગ કરી શકશે અને કંપની તેનું વેચાણ વધારવા અને ગ્રાહકોના અનુભવને વધારવામાં સક્ષમ બનશે.
કનેક્ટેડ કુલર્સ માટેનો પાઇલોટ પ્રોજેકટ સફળતાપૂર્વક પુરો થયો છે અને હવે આ સર્વિસ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. કોકા-કોલા આ કનેક્ટેડ કુલર્સ મારફતે ડિજિટલ ઇકોસિસ્ટમ વડે ભારતીય ગ્રાહકો સાથે તેમની જોડાણ વધારી શકશે.