કેબ૬લ કટ , પ્રકરણ ૬


નાસ્તો આવે ત્યાં સુધી હાફ ટન , ફુલ ટન અને લાખો વાતે વળગ્યા . લાખા ને ફુલ ટન અને હાફ ટન જોડે બરોબર મિત્રતા થવા માંડી અને ફુલ ટને લાખાને પટાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. ફુલ ટને હાફ ટનનો ખોટો પરિચય આપતા લાખાને કહ્યું,” આ મારો મિત્ર વસંત ચોર બજારમાં વર્ષોથી ચોરીનો સામાન લે વેચ નો ધંધો કરે છે અને તેની પાસે આપણા શહેરના અને બહારના ચોર મિત્રો જોડે પણ સારા કોન્ટેક છે. તે ચોરીની નાની મોટી દરેક વસ્તુ…..

.. વાંચો મારી નવલકથા “કેબલ કટ , પ્રકરણ ૬” on MatruBharti App. 

http://matrubharti.com/book/12058/

Advertisements

​કિસ્મત કનેક્શન 


કિસ્મત કનેક્શન 

પ્રકરણ ૧ 

ધોરણ ૧૨ ની પરીક્ષા પુર્ણ થતા જાનકી અને વિશ્વાસે તેમની સ્કુલના બીજા ચાલીસેક મિત્રો સાથે મળીને એક વીક ફરવા જવાનું વિચાર્યું. બધા મિત્રો ની ફરવા જવાની પસંદ અલગ અલગ . કોઇને જવું હતું પહાડી સ્થળ પર તો કોઇને દરીયા કિનારે તો કેટલાંકને ગમે ત્યાં પણ ગુજરાત બહાર તો કોઇને મુંબઇ, કેરલ, રાજસ્થાન. ઘણી બધી માથાકુટ અને ચર્ચા ના અંતે મિત્રો સાથે મળીને વિશ્વાસે ગોવા ફરવા જવાનું ફાયનલ કર્યુ. વેકેશન નો સમય હોવાથી વિશ્વાસે રેલ્વેના એજન્ટ ને મળીને તત્કાલ માં ટીકીટો મેળવી પણ લીધી. ટીકીટો મળતાં બધા મિત્રો ખુશ હતાં અને સોથી વધુ વિશ્વાસ અને જાનકી ખુશ હતાં.પોગ્રામ નું તમામ આયોજન વિશ્વાસ ના હાથમાં હતું અને બધા મિત્રોને વિશ્વાસ ફરવાનો શોખીન હોવાથી તેના આયોજન પર પુરો વિશ્વાસ હતો. વિશ્વાસે ખાસ જાનકીની ઈચ્છા અને આગ્રહ ને કારણે જ ગોવા જવાનું ફાયનલ કરેલું. 

સોમવારે વહેલી સવારે બધા મિત્રો તેમના માતા પિતા સાથે રેલ્વે સ્ટેશન ગોવા ની સફરે જવા………… વાંચો મારી સસપેન્સ લવ સ્ટોરી

વાંચો મારી સસપેન્સ લવ સ્ટોરી

“કિસ્મત કનેકશન , પ્રકરણ ૧”  

on MatruBharti App. 

http://matrubharti.com/book/11928/

કેબલ કટ , પ્રકરણ ૧ 


મારી નવલકથા  “કેબલ કટ” પ્રકરણ ૧ વાંચો  MatruBharti App પર

http://matrubharti.com/book/11627/

ગદ્ય અને પદ્યના સમર્થ કલમ કસબી સુન્દરમ્ ને સત્ સત્ વંદન


બ્લોગર મિત્રો અને સાહિત્ય રસિકો આજે ૨૨ માર્ચ ૧૯૦૮ ના રોજ શ્રી ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહારનો જન્મ ભરુચ જિલ્લામાં મિયાં – માતર ગામે થયો હતો.  

ત્રિભુવનદાસ લુહારે શરૂના વર્ષ ૧૯૩૮માં ” ત્રિશુળ ” ઉપનામથી ” હીરાકણી અને બીજી વાતો ” વાર્તાસંગ્રહનુ પ્રકાશન કર્યું હતું. 

ત્રિભુવનદાસ લુહાર ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૪થી ૧૯૨૯ સુધી રહ્યા હતાં. વિદ્યાપીઠમાં તેઓએ  પ્રથમ વર્ષમાં હસ્તલિખિત માસિક શરુ કર્યું અને માત્ર એક જ અંક બની શક્યો. બીજા વર્ષમાં પંચતંત્ર સાપ્તાહિકમાં તંત્રી બન્યા. વિદ્યાપીઠમાં તંત્રી લેખમાંથી વિનોદ લેખ લખતા થયા અને તે માટે ” સુન્દરમ  ” નામ લખવાનું શરુ કર્યું . 

સુન્દરમની પ્રથમ કૃતિ વડલાની ડાળનો હિંચકો શાળાના હસ્તલિખિત અંકમાં છપાઈ હતી.

સુન્દરમે તેમના જીવનમાં વિશ્વકર્મા, મરીચિ ઉપનામો પણ અજમાવ્યા હતાં.

સુન્દરમને ઉમાશંકરનો પરિચય ૧૯૩૦માં સ્વાંત્ર્ય સંગ્રામમાં થયો હતો અને વિસાપુર જેલમાં સાથે રહ્યા હતાં.

સુન્દરમે કવિતા, વાર્તાઓ, નાટકો, અનુવાદો તેમજ ચિંતનાત્મક અને સાહિત્ય વિશેના પુસ્તકોનુ પ્રકાશન કર્યું હતું.

સુન્દરમને ૧૯૮૫માં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો. 

સુન્દરમે ૨૧ વર્ષમાં લગભગ ૨૧ વાર્તાઓ લખી હતી. સુન્દરમની હીરાકણી વાર્તા તેમની સૌથી લાંબી વાર્તા અને પ્રસાદજીની બેચેની તેમની સૌથી ટૂંકી વાર્તા લખી હતી.  

સુન્દરમની વાર્તાઓમાંથી મારી પસંદગીની વાર્તાઓમાં જન્મની ઘડી, પૂજાના વાળ, કસુમ્બી સાડી, યા નસીબ, ગોપી, મીન પિયાસી, પુનમડી, લીલીવાડી, ખોલકી, માને ખોળે, જમીનદાર, ઇવનીગ ઇન પેરિસ, એ, ગટ્ટી, આશા, ઉછરતા છોરું, લુંટારા, પેકાર્ડનો પ્રવાસ અને ઘણીબધી છે ..

સુન્દરમની મને ગમતી વાર્તાઓ ટૂંકાણમાં

  •   માજા વેલાનુ મૃત્યુ }  વાર્તામાં માજા વેલાની વાત છે. માજા વેલાનો મોટો પરિવાર છે. માજા વેલાના પરિવારના સભ્યો ગરીબ, માંગનારા અને તક મળતા ચોરી પણ કરતા. માજા વેલો તેની ત્રીજી પેઢીના બાળકોને પોતે કરેલા કારનામાં કહી ગર્વ અનુભવે છે. લેખકે એંઠ માંગીને લાવતા પરિવારમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોરદાર શૈલીમાં વર્ણવી છે. માજો વેલો બીમાર છે તો પણ એંઠ માંગવા નીકળે છે અને શું પરિસ્થિતિ સર્જાય છે તે વાર્તામાં વર્ણવી છે. માજા વેલાની પૌત્રી ખુડીનુ પાત્ર પણ જોરદાર છે . માજા વેલા અને ખુડી વચ્ચેનો વાર્તાલાપ વાંચતા આંખ સામે દ્રશ્ય ઉભું થઇ જાય તેમ છે. ક્યા કારણોસર અને કેવી રીતે માજા વેલાનું મૃત્યુ થાય છે તે છેલ્લે સુધી અંકબંધ રહે છે અને વાચકો વાર્તા સાથે જકડાઈ રહે તેવી વાર્તા છે.
  • ગોપીગોપી વાર્તામાં ગોપાળ રાવળની વાત છે. ગોપાળ નાચવાનો શોખીન છે. ગોપાળનો બાપ મોતી રાવળ ઢોલી હોય છે. ગોપાળનો બાપ લાલચુ હોય છે અને લાલચમાં ને લાલચમાં ગોપાળને નચાવીને નિચોડ કાઢી નાંખે છે. ગોપાળ નાચવાનો શોખ કેવી રીતે તેની પરેશાની બની જાય છે તે વાર્તામાં આવે છે. ગોપાળને કેવી રીતે ગોપી ઉપનામ મળ્યું તે વાર્તામાં છે. લોકોને મનોરંજન આપવામાં અને બાપની લાલચમાં ગોપીને શું શું તકલીફો પડે છે તે વાંચતા વાંચતા વાચકોને પણ ગોપી પ્રત્યે દયાભાવ જગાડી દે તેવી ભાવનાત્મક વાર્તા છે.
  • મીન પિયાસી }   વાર્તા ભજનિક ડોસાની અને તેના પરિવારની વાત છે. ડોસો ભજન કરવા રોડ પર આવી જાય તે વાર્તામાં આવે છે. ડોસાનો સુખી સંસાર કેવી રીતે દુઃખી બની જાય તે વર્ણવ્યું છે. દીકરાનું મ્રત્યુ થવાથી અને બીજા છોકરાની પત્ની ચાલી જવાથી ઘરમાં નાની બે બાળકીઓને જોઈને ડોસો કઈ પરિસ્થિતિમાં મુકાય છે તે ચોટદાર રીતે રજુ કરી છે. વાર્તા વાંચતા વાંચતા વાચકો ભાવુક બની જાય તેવી વાર્તા છે. વાર્તામાં એક સંવાદ આવે છે, ” પૈસો ગમે તેટલો આવે પણ તે મારો રામ વેચીને ને ” તે ચોટ ઉપજાવે તેવો છે. વાર્તામાં મીન પિયાસી શું છે તે રહસ્ય જાણવા માટે વાર્તા વાંચવી જ પડશે .
  • ઇવનીગ ઇન પેરિસસુંદરમની આ વાર્તામાં ભરપુર પ્રણય સમાયેલો છે. વાર્તા મકરંદ અને અંજનાના સંબંધોની વાત છે. તેઓ બાર વર્ષ સુધી અલગ રહે છે અને સંજોગોવસાત મળવાનું થાય છે ત્યારે શું થાય છે તેની વાત છે. મકરંદ અને અંજના વચ્ચે અખૂટ પ્રેમ હોય છે પણ સંબધોમાં કેવી રીતે તણાવ આવે છે તે વાર્તામાં જોરદાર રીતે વર્ણવ્યો છે. વાર્તા કેટલાંય વણાંકો લઈને અંતે સુખદ અંત સાથે પૂર્ણ થાય છે તે વાચકોના મન પર ખુશીની અસર કરે તેવી વાર્તા છે.
માહિતી સ્ત્રોત } સુન્દરમના પુસ્તકોની પ્રસ્તાવનામાંથી 
ફોટો સ્ત્રોત } ગુજરાતી સાહિત્ય પરિષદ 

ફોટો સ્ત્રોત } ગુજરાતી સાહિત્ય પરિષદ

વિશ્વ માતૃભાષા દિવસ


૨૧ ફેબ્રુઆરીને વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ  તરીકે ઊજવવાનું જાહેર કર્યું છે .

મિત્રો આ વિશ્વ માતૃભાષા દિવસે દેશભરમાં ઘણા બધા કાર્યક્રમો થશે અને આજના દિવસ પૂરતી ચર્ચા  અને ચિંતા થશે . આપણે આ ચર્ચા અને ચિંતાના વાતાવરણથી દુર જઈ માત્ર માતૃભાષાની યાદોને મમળાવી જોઈએ અને માતૃભાષા વિશે જાણવું જોઈએ . માતૃભાષાને જાણશો તો જ તેના પ્રત્યે માન અને ભાન થશે.  વિશ્વમાં લોકો પોતાની માતૃભાષા માટે કેટલા સજાગ છે તે જાણવું જોઈએ અને આપણે કેટલામાં છીએ તે પણ જાણવું જરૂરી છે .

સ્ત્રોત } રીડગુજરાતી

મિત્રો આજના દિવસ માટે એક પુસ્તક વાંચવા માટે આપ સૌનું ધ્યાન દોરુ છુ . હમણાં મેં એક પુસ્તક શિક્ષણમાં અંગ્રજીનું સ્થાન , વિનોબા ભાવેનું વાંચ્યું . મને પુસ્તકમાં ઘણું બધું જાણવા અને માણવા મળ્યું .પુસ્તકમાંમાતૃ ભાષા પ્રત્યે માન ઉપજે તેવી ઘણી બધી માહિતી સમાવવામાં આવી છે . માતૃભાષા માટે ઘણું બધું નહી તો કેટલું બધું કરી શકીએ તે સમજાવવામાં આવ્યું છે . આપણી ઉપર અંગ્રજી કઈ રીતે હાવી થઈ જશે કે થઈ ગઈ છે તેની માહિતી છે.  પુસ્તકની કીમત અને કદ ઘણું નાનું છે .

 

 

 

 

 

પુસ્તક પ્રાપ્તિ } શિક્ષણમાં અંગ્રજીનું સ્થાન 

                         વિનોબા 

  પ્રકાશક          } યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા ૩૯૦૦૦૧ . 

   કિમંત           } રૂ.  ૧૦        

પુસ્તકમાંથી એક લેખ મૃગેશભાઈએ રીડગુજરાતી પર મુક્યો છે તે પણ વાંચો ……. http://www.readgujarati.com/2011/04/20/bhasha-viksit/

ફોટો સ્ત્રોત } રીડગુજરાતી 

પહેલો ગિરમીટયો ભાગ – ૫


પ્રકરણ – ૫

  • એક દિવસ મોહનદાસ ક્રુગરનો મહેલ જોવા ગયા. ક્રુગર ત્યાંના પ્રેસિડન્ટ હતાં . મહેલ જોત જોતા મોહનદાસ વિચારોમાં ખોવાઈ ગયા અને ફૂટપાથ પર કાળાઓને ચાલવાનું નથી તેવું ફરમાન ભૂલાઈ ગયું ત્યાંજ એક સૈનિક જોઈ ગયો અને મોહનદાસને મારવાનું ચાલુ કરી દીધું .
  • અધમુવા મોહનદાસને મિ. કોટ્સ મળી ગયા અને વધુ મારથી તેઓ બચી ગયા . તેઓને મિ.કોટ્સ ઘરે લઇ ગયા અને કેસ કરવાનું સૂચન કર્યું .
  • મોહનદાસે પોતાના અનુભવ દાદા અબ્દુલ્લાને પત્ર દ્વારા જાણ કરી .
  • મિ. બેકર અને અન્ય મિત્રોની સાથે પ્રોટેસ્ટનો ધાર્મિક સંમેલનમાં ગયા ત્યાં માત્ર ખ્રિસ્તી ધર્મ જ મહાન છે, તેનાથી જ મુક્તિ મળી શકે આવું બધું સાંભળી ગુંચવાતા રાયચંદભાઈ યાદ આવી ગયા .

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પ્રકરણ – ૬ માટે થોડી રાહ જુઓ …………...

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો ભાગ – ૨

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પહેલો ગિરમીટયો ભાગ – ૪

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦