ભારતની પહેલી એન્જીન વગરની ટ્રેનનો ટ્રાયલ કરવામાં આવ્યો


દેશની પ્રથમ ‘એન્જિન-ફ્રી’ ટ્રેન ટી -18 તૈયાર છે. સોમવારે રેલવે બોર્ડના ચેરમેને આ ટ્રેન T 18 ને ટ્રાયલ માટે ગ્રીન ફ્લેગ આપી શરુઆત કરાવી હતી.
IMG_20181030_141027ટી -18 ટ્રેન ‘સેલ્ફ પ્રોપલ્શન મોડ્યુલ’ પર 160 કિ.મી. પ્રતિ કિ.મી.ની ઝડપે ચાલી શકે છે. શતાબ્દી એક્સપ્રેસની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે ટી -18 ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે તેમ છે. ભારતીય રેલ્વેની 30 વર્ષીય જુની શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન ‘ટ્રેન 18’ લે શે. આ 16-કોચવાળી ટ્રેન શતાબ્દી ટ્રેન કરતા ઓછો સમય લેશે.
IMG_20181030_141037વર્ષ 2018 માં બનવાના કારણે આ ટ્રેનનું નામ ટી -18 આપવામાં આવ્યું છે. આ ટ્રેન 18 મહીનામાં બનાવવામાં આવી છે. આ ટ્રેન લગભગ 100 કરોડના ખર્ચે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.
બુલેટ ટ્રેનના મોડેલ પર તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન સંપુર્ણપણે ભારતીય છે. આ ટ્રેનમાં વાઇ-ફાઇ મોડ, વેક્યુમ શૌચાલય, ઓન બોર્ડ ઇન્ફરમેશન સિસ્ટમ, સ્લાઇડીંગ ડોર હશે. સીસીટીવી કેમેરા સાથે ફીટ સ્વ-સંચાલિત ટ્રેનમાં બે એક્ઝિક્યુટિવ કોચ હશે. બે એક્ઝિક્યુટિવ કોચમાં દરેકમાં 52 સીટ હશે, જયારે અન્ય કોચમાં દરેક 87 બેઠકો હશે. ટ્રેનના કોચની બોડી સ્ટેનલેસ સ્ટીલની બનાવવામાં આવી છે.

IMG_20181030_141042

Advertisements

દિવાળી માટે ઓછા પ્રદૂષણ અને ઓછા ઘોંઘાટવાળા ગ્રીન ફટાકડા વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યા


દિવાળી પર સુપ્રીમ કોર્ટ દ્વારા ઓછા પ્રદૂષણ અને ઓછા ઘોંઘાટવાળા ક્રેકર્સ રાતે 8 થી 10 વાગ્યા સુધી ફોડવાની વાત કરી છે. આવનાર દિવસોમાં વૈજ્ઞાનિકો દ્વારા રીસર્ચ કરેલા ગ્રીન ફટાકડા બજારમાં મળતા થઇ જવાથી આ સમસ્યાનું નિરાકરણ થઇ જશે.
IMG_20181030_085015ગ્રીન ફટાકડા દેખાવ અને અવાજમાં પરંપરાગત ફટાકડા જેવા જ હશે પરંતુ ઓછા અવાજવાળા અને પ્રદુષણવાળા હશે.રાષ્ટ્રીય પર્યાવરણ એન્જીનિયરિંગ સંશોધન સંસ્થા (નીરી). નીરી એક સરકારી સંસ્થા છે જે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંસ્થાન પરિષદ (સીએસઆઈઆર) અંડર કાર્યરત છે. નીરીના ચીફ સાયન્ટિસ્ટના કહેવા મુજબ ગ્રીન ફટાકડાંમાંથી નીકળનાર હાનિકારક ગેસ પરંપરાગત ફટાકડાં કરતાં 40 થી 50 ટકા સુધી ઓછો નીકળશે.
IMG_20181030_084941નીરીએ આ ગ્રીન ફટાકડાં માટે STAR (સેફ થર્માઇટ ક્રેકર) ફટાકડા નામ આપવામાં આવ્યું છે. ઓછા એલ્યુમિનિયમ ઉપયોગવાળા ફટાકડાંનું નામ SAFAL (સેફ મિનિમલ એલ્યુમિનિયમ) નામ આપ્યું છે. અન્ય એક ફટાકડાં ની બ્રાંડનું નામ SWAS(સેફ વોટર રીલીઝર) રાખવામાં આવ્યું છે.
ઔદ્યોગિક સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત નવા ફટાકડા, પરંપરાગત ફટાકડા કરતાં 30 ટકા ઓછા પ્રદૂષિત હશે અને 50 ટકા ઓછું સલ્ફર ડાયોક્સાઇડ હશે.
વૈજ્ઞાનિકો છેલ્લા 10 મહિનામાં આ ગ્રીન ફટાકડા પર કામ કરી રહ્યા હતાં અને તેના સંશોધન પાછળ લગભગ રૂ. 65 લાખનો ખર્ચ થવા પામ્યો છે. પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પીઇએસઓ) ની મંજૂર પછી આવનાર દિવસોમાં આ ગ્રીન ફટાકડાં બજારમાં આવી જશે.

વધુ જાણકારી માટે કલિક કરો

એરટેલ કસ્ટમરને તેમના પ્રશ્નોના જવાબ Google assistant દ્વારા મળશે


ભારતી એરટેલે તેના કસ્ટમરને કેરની ફેસીલીટી આપવા માટે ગુગલનો સહયોગ લીધો છે.એરટેલના કસ્ટમર્સ તેમના એકાઉન્ટ રિલેટેડ કવેરી ગુગલ આસિસ્ટંટ દ્વારા સોલ્વ કરી શકશે. Screenshot_20181025-110151એરટેલ તેના વપરાશકર્તાઓને બિલિંગ, બેલેન્સ, ઓફર અને બીજી ક્વેરીઝ સોલ્વ કરવા માટે Google assistant દ્રારા ફેસીલીટી આપી રહી છે. Google assistant એ “પ્રોજેક્ટ નેક્સ્ટ” નો એક ભાગ છે. એરટેલના ડિજિટલ ઇનોવેશન પ્રોગ્રામનો હેતુ ગ્રાહકોની સેવાઓને વધુ સારી બનાવવાનો છે.
એરટેલ તેના કસ્ટમરના પ્રશ્નો Google assistant દ્રારા ટ્રેક પણ કરી શકશે. કસ્ટમરના બધા પ્રશ્નોના જવાબો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત Google assistant દ્વારા આપવામાં આવશે.
હાલમાં Google assistant અંગ્રેજીમાં ઉપલબ્ધ બનશે. આવનાર દિવસોમાં કસ્ટમર માટે આ સુવિધા પ્રાદેશિક ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવશે.
એરટેલ એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ હોમ બટનને લાંબા સમય સુધી દબાવીને Google assistant ની મદદથી કસ્ટમરને કેરની ફેસીલીટી યુઝ કરી શકશે

જાણો તમિળનાડુના કોઈમ્બતુરમાં રહેતા 99 વર્ષના યોગ શિક્ષકને


ભારતના સૌથી વધુ ઉંમરના યોગ શિક્ષક નું નામ નાનામ્મલ છે. તેઓ તમિળનાડુના કોઈમ્બતુરમાં રહે છે અને 99 વર્ષની ઉંમરે યોગની તાલીમ આપે છે. તેમણે 45 વર્ષમાં 10 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને રોજના લગભગ 100 વિદ્યાર્થીઓને યોગ શીખવે છે.
imagesતેણીના નિયમિત શીર્ષાસન યોગના કારણે તેની તેઓની આંખોની શકિત, સાંભળવાની શકિત અને યાદશક્તિ પણ આટલી મોટી ઉંમરે સારી છે. તેઓ દરરોજ યોગ કરે છે અને યોગની તાલીમ પણ આપે છે.
તેણીએ વર્ષ 1972 માં ઓઝોન યોગા સેન્ટરની સ્થાપના યોગ તાલીમ આપવા માટે કરી છે. તેણીના 600થી પણ વધારે વિદ્યાર્થીઓ વિશ્વભરમાં યોગ પ્રશિક્ષકો બની ગયા છે અને અન્ય લોકોને યોગ તાલીમ આપે છે.
તેણીને વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિ પુરસ્કાર પુરસ્કારથી રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેણીને વર્ષ 2017માં કર્ણાટક સરકારના યોગ રત્ન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે. તેણીને વર્ષ 2018 માં પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્ષ 2018 માં રોટરી ક્લબ તરફથી લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.
5643નાનમ્મલનો જન્મ ભારતના તામિલનાડુના કોઈમ્બતુર પાસેના ઝમીન કાલાયાપુરમના થયો હતો. તેણીએ 8 વર્ષની ઉંમરે તેમના પિતા પાસેથી યોગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેણીએ લગ્ન પછી નિસર્ગોપચાર પણ શરુ કર્યુ હતું.

હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે ખાઈ શકાય તેવી ચમચી અને ડીસ બનાવી


સામાન્ય રીતે આપણે પ્લાસ્ટીકની ડીસ અને ચમચી જેવી કટલરી વસ્તુઓ વપરાશ બાદ નાંખી દેતા હોઇએ છીએ અને તે પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. પણ આ સમસ્યાના નિવારણ માટે હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે ખાઈ શકાય તેવી ચમચી અને ડીસ બનાવી છે.
03-06-17-09jun3-17lead1હૈદરાબાદના આન્ત્રપ્રેન્યોર નારાયણ પીસાપતિએ ખાસ પ્રકારની કટલરી બનાવી છે. તેમણે અનાજથી કટલરી બનાવી છે. આ કટલરીને વપરાશ બાદ ખાઈ પણ શકાય છે. તેમણે ઇટેબલ કટલરી બનાવવા માટે ચોખા, ઘઉં, જુવાર અને કાળા મરી જેવા ખાદ્ય ઘટકોનો ઉપયોગ કર્યો છે.
03-06-17-09jun3-17-cutનારાયણ પીસાપતિએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં બીએસસી (હોન્સ) અને આઈઆઈએફએમ-ભોપાલથી એમબીએ ધરાવે છે.નારાયણ પીસાપતિ ICRISATના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પણ છે.
વર્ષ 2006માં નારાયણ પીસાપતિને પ્લાસ્ટિકના ચમચીને બદલે ઇટેબલ કટલરી બનાવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2010 માં નારાયણ પીસાપતિએ ઇટેબલ કટલરી બનાવવા માટે બેકી’સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.નારાયણ પિસાપતી જયારે ફિલ્ડ વિઝીટ પર હતાં ત્યારે તેમણે જમવામાં બાજરાના ઠંડા રોટલાનો ઉપયોગ કરવો પડતો હતો.આમાંથી તેમને બાજરામાંથી કંઇ બનાવાનો આઇડીયા આવ્યો.
તેમની કંપનીએ ઇટેબલ કટલરી માટે શરુઆતમાં 12 લોકોને રોજગારી આપી છે. તેમની હૈદરાબાદની ફેક્ટરીમાં દિવસમાં 5,000 ચમચીઓ બનાવતા હતા પછી તેમની પ્રોડકશન ક્ષમતા વધીને લગભગ 30,000 ચમચી સુધી પહોંચી છે.
બેકી’સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ સ્પાઇસી ચમચી, સ્વીટ ચમચી અને સાદી ચમચી એમ ત્રણ પ્રકારની ચમચી બનાવે છે.

ઇટેબલ કટલરી વિશે વધુ જાણવા કલિક કરો