મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની બહાર એક પાકીટમાર વહેલી સવારથી ધનિક અને સ્વભાવે ડફોળ ગ્રાહકની શોધમાં બેઠો બેઠો બીડીના કસ મારતો હતો. પાકીટમારનો ચહેરો લાંબો, નાક તીક્ષ્ણ,ચબરાક આંખો, ભરાવદાર શરીર. રજાનો દિવસ હોવાથી મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તોની સંખ્યા રોજ કરતા વધુ હતી એ પાકીટમાર માટે સારામાં સારી તક હતી...વધુ વાંચવા અને પ્રતિભાવ માટે ક્લિક કરો અક્ષરનાદ .કોમ
વાર્તાના શેરબજારમાં કાયમી સુગંધ ફેલાવનાર વાર્તાકાર એટલે “ગુલાબદાસ બ્રોકર’
જન્મ ~ ૨૦ સપ્ટેમ્બર ૧૯૦૯, પોરબંદર
મૃત્યુ ~ ૧૦ જુન ૨૦૦૬ , પુણે
ગુલાબદાસ બ્રોકરનો જન્મ પોરબંદર થયો હતો . ગુલાબદાસ નાનપણથી વાંચવાના શોખીન હતા . ગુલાબદાસ નાની ઉંમરેથી જ લાયબ્રેરીમાં વાંચવા જતા અને તેમને ગ્રંથપાલ મયુરભાઇ થાનકી વાંચવા જેવા પુસ્તકો શોધી આપવામાં મદદ કરતા . આમ નાનપણમાં જ બ્રોકર વાંચન તરફ વળ્યા . ગુલાબદાસના પિતાનું તેઓ દશ વર્ષના હતા ત્યારે જ મૃત્યુ થયું હતું .
ગુલાબદાસને કોલેજકાળ દરમ્યાન ડો પાર્કર , નરસિંહરાવ દિવેટિયા પાસેથી ઘણું બધું જાણવા મળ્યું . તેઓ ગુલાબદાસને પ્રેરણા આપતા . ગુલાબદાસને તેમના મામા દેવીદાસે સાહિત્યમાં વધુ રસ કેળવતા કર્યા હતા . ગુલાબદાસ શેક્સપીયર , મોપાસાં , ચેખોવની રચનાઓ ખુબ વાંચતા . ગુલાબદાસના પિતા શેરબજારમાં દલાલ હતા તેથી તેમના મોટા ભાઈએ અટક બદલીને દલાલ કરી હતી . ગુલાબદાસના લગ્ન ૧૯ વર્ષની ઉંમરે થયા હતા અને તેમની પત્નીનું નામ સુમન હતું . તેઓ લગ્ન બાદ વધુ ભણવા માટે પત્ની સાથે મુંબઈ ગયા હતા . ગુલાબદાસે સ્વતંત્રતા માટેની લડાઈમાં પણ ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયા હતા .
ગુલાબદાસે એક દિવસ એક ડોક્ટર અને તેની પત્નીના અનુભવ અને જેલના એક સાથીના અનુભવ પરથી છાનામાને વાર્તા લખીતેને મૂકી દીધી . જેલમાં સૌ પ્રથમ વાર્તા જુના સંસ્કાર લખી હતી . જેલમાંથી છુટ્યા બાદ ત્રણ વર્ષ પછી રામનારાયણ પાઠક મળ્યા ત્યારે તેમને વાર્તા બતાવી અને તેમના સારા પ્રતિભાવ પરથી વધુ લખવા પ્રેરાયા . બ્રોકર શરુઆતમાં કવિતા પણ લખતા અને વાર્તા લખવાની શરૂઆત થતાં કવિતા લખવાનું બંધ થઇ ગયું . બ્રોકરે વાર્તા કરતા પ્રસ્તાવના વધુ લખી હશે . બ્રોકર તેમની પાસે આવનાર નવા લેખકને પ્રસ્તાવના કે આશીર્વાદ પ્રેમથી લખી આપતા . બ્રોકરે ઘણા બધા પુસ્તકોની પ્રસ્તાવના લખી છે અને સંપાદન કર્યું છે .
ગુલાબદાસનો ૧૯૩૮માં લતા અને બીજી વાતો નામનો સૌ પ્રથમ વાર્તા સંગ્રહ રામનારાયણ પાઠકની પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો હતો . ૧૯૪૦માં વસુંધરા અને બીજી વાતો , ૧૯૪૪માં ઉભીવાટે , ૧૯૫૦માં સુર્યા વાર્તા સંગ્રહ , ૧૯૫૬માં સત્યકથાઓ હરિનો માર્ગ , ૧૯૫૭માં બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ , ૧૯૬૨માં માણસના મન , ૧૯૬૭માં ભીતરના જીવન , ૧૯૯૨માં નાસ્તિક , ૧૯૮૨માં ફુલ ઝરે ગુલમહોર , ૧૯૯૮માં પદ્મા પદ્મિની વાર્તા સંગ્રહો આવ્યા . બ્રોકરે ઘણા બધા વાર્તા સંગ્રહ , મહાનિબંધ , એકાંકી પણ લખતા હતા . બ્રોકરે તેમના જીવન કાળ દરમ્યાન એકપણ નવલકથા લખી નથી . ગુલાબદાસ એકાંકી લખતા અને રેડિયો વાળાને આપતા અને ધનસુખલાલ મહેતાના કહેવાથી ધ્રુમસેર પરથી નાટક પણ લખવાનું શરુ કર્યું હતું . બ્રોકરે વસંત નામનો કાવ્ય સંગ્રહ પણ લખ્યો હતો . બ્રોકરની વાર્તાનો અંગ્રેજી અનુવાદ of life and love નામના પુસ્તકમાં છપાયો હતો . અમેરિકન નવલકથાકાર હેન્રી જેમ્સની નવલકથા ” ધ અમેરિકન ” નો અનુવાદ પણ ૧૯૬૭માં બ્રોકરે કર્યો હતો . બ્રોકરની પ્રસિદ્ધ વાર્તા નીલીનું ભૂત વાર્તાનો જર્મન ભાષામાં રીચાર્ડ હોફ માને ” nillis gaist ” નામે અનુવાદ કર્યો હતો અને આ વાર્તાનો ૧૯૬૧માં dar vempyr નામના પુસ્તકમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં થયો હતો . ગુલાબદાસને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે . બ્રોકરને પદ્મશ્રીનો એવોર્ડ પણ મળ્યો છે . બ્રોકરને ૧૯૯૯ – ૨૦૦૦નો ગુજરાત સરકારનો એક લાખ રૂપીયાનો નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૦૨માં મળ્યો હતો .
મારી પસંદગીની કેટલીક વાર્તાઓને ટુંકાણમાં માણો ……………….
- બ્રોકરની ” જૂની મૈત્રી ” નામની વાર્તામાં બ્રોકરે બે મિત્રો નરોત્તમ અનેમાધવની વાત કહી છે . બંને મિત્રો શેરબજારમાં વધુ સફળતા અને ધન કમાવવા મુંબઈ આવે છે . મુંબઈમાં કોઈ કારણસર મતભેદ થતાં મિત્રતા તૂટી જાય છે . બંને એક જ ધંધામાં હોવા છતાં વર્ષો સુધી બોલતા નથી . બંને શેરબજારમાં સફળતા પણ મેળવે છે .માધવ પોતાની હોંશિયારીથી વધુ આગળ નીકળી જાય છે અને નરોત્તમ પાછળ રહી જાય છે . એક દિવસ નરોત્તમ ધંધામાં આર્થિક રીતે ફસાઈ જાય છે ત્યારે તેને માધવની યાદ આવે છે . નરોત્તમ અબોલા તોડી માધવને તકલીફ જણાવે છે અને માધવ પણ તેને તકલીફમાંથી બહાર કાઢે છે . આમ વાર્તાને અંતે બંને મિત્રો ભેગા થાય છે અને વાર્તાનું શીર્ષક જૂની મૈત્રી સાર્થક થાય છે .
- ” કુસુમ કે સુલેખા” વાર્તામાં બ્રોકરે જોરદાર ત્રિકોણ ની વાત કહી છે . વાર્તા વાંચતા વાંચતા ફિલ્મ ચાલતી હોય તેવો રોમાંચનો અનુભવ થાય છે . વાર્તા કુસુમ , શશીકાંત અને સુલેખા વચ્ચેના સંબધોની વાત છે . શશીકાંત અને કુસુમ સાથે ભણતા હતા અને આખો દિવસ સાથે રહેતા હતા . ભણતા ભણતા તે બંને ગાઢ મિત્રો બની જાય છે . બંનેની નાત અલગ હોવા છતાં બંને ના પરિવારને તેમના લગ્ન થાય તેમાં સમંતિ હોય છે . કોલેજની ઘણી છોકરીઓ શશીકાંત સાથે દોસ્તી કરવા તૈયાર રહેતી . એક દિવસ કુસુમે તેની મિત્ર સુલેખાનો પરિચય શશીકાંત સાથે કરાવ્યો . પહેલી જ મુલાકાતથી શશીકાંત સુલેખા તરફ આકર્ષાયો અને વધુ ને વધુ તે તરફ ખેંચાતો ગયો . શશીકાંત અને કુસુમના સંબધો માત્ર સુધી જ હતા . હવે શશીકાંત વધુ સમય સુલેખા સાથે ગાળતો . એકસમયે શશીકાંત અને કુસુમના સંબધો બંધ જેવા થઇ ગયા . શશીકાંત સુલેખા સાથે લગ્નની વાત કરતો ત્યારે સુલેખા વાત ઉડાવી દેતી અને સુલેખા સાથે પણ સંબંધ આગળ જતાં ઓછો થઇ જાય છે અને વાર્તામાં જોરદાર વણાંક આવે છે . શશીકાંત જિંદગીના એવી જગ્યાએ આવી જાય છે કે ત્યાં શું કરવું તે અઘરું બની જાય છે . વાર્તાનો અંત પણ બ્રોકરે જોરદાર મુક્યો છે .
- બ્રોકરની વાર્તા ” જીવનની મોજ ” માં ટ્રેન કેન્દ્રમાં છે . ટ્રેનમાં રોજ અપડાઉન કરતા શાંતા અને નવીનની વાત છે . તેઓનો સંબંધ ટ્રેનમાં શરુ થાય છે અને પ્રેમમાં પરીવર્તીત થાય છે . આ મિત્રોને સમાજની કોઇપણ સમસ્યા માટે ફિકર નથી . શાંતા અને નવીન વચ્ચે ટ્રેનમાં શું થાય છે તે વાર્તામાં વણી લીધું છે . એજ રીતે બ્રોકરે ટ્રેન ને કેન્દ્રમાં રાખી ” ગાડીમાં ” વાર્તા આપી છે . આ વાર્તામાં પણ યુવાન મિત્રો વિજય અને જયાના સંબંધો ટ્રેનમાં શરુ થાય છે . સ્ટેશન પરના બાંકડા અને પ્લેટફોર્મ પર તે બન્નેના સંબંધો વધે છે . એ જ રીતે ” ગાંડી ” નામની વાર્તામાં પણ ટ્રેનનો સમાવેશ થયો છે . વાર્તામાં મિત્રો ભેગામળીને ટ્રેનમાં શહેરમાં ફરતી એક સ્ત્રી ગાંડીની ચર્ચા થાય છે . ગાંડીની જીવનગાથા ટ્રેનમાં ચર્ચાય છે . ગાંડી બનેલ લલિતા સાથે તેના જીવનમાં શું થયું હતું તેની ચર્ચા વાર્તામાં સમાવાઈ છે .
- બ્રોકરે તેમની વાર્તા ” સુનીલા ” માં સુનીલાના સૌન્દર્યનું જે વર્ણન કર્યું છે તે વાંચતા વાચકના મનમાં સુનીલા તરફ આકર્ષણ વધી જાય છે અને વાર્તાને વધુ જાણવાની ઉત્સુકતા વધી જાય છે . વાર્તામાં સુનીલા , અવિનાશ , અશ્વિનની વાત છે . સુનીલાના આગમનથી બંને દોસ્તની જિંદગીમાં શું થાય છે તે વાર્તામાં છે . સુનીલા બંને દોસ્તની દોસ્તી તૂટવાનું કારણ બને છે . વાર્તામાં મુનશીની વાર્તાનો પણ સરસ ઉલ્લેખ કરાયો છે . સુનીલા મુંબઈ જતી રહે છે પછી શું થાય છે તે અંતમાં વાંચવાની મજા આવે તેવું છે . વાર્તા છેલ્લે સુધી અંકબંધ રહે છે .
- બ્રોકરની ખુબજ પ્રસિદ્ધ વાર્તામાંથી એક ” નીલીનું ભૂત ” છે . વાર્તામાં પાંચ પાત્રો છે અને નીલી મુખ્ય પાત્ર કહી શકાય તેમ છે . નીલી શશી જોડે લગ્નેતર છુપી રીતે લગ્ન કરે છે . શશી નીલીના મૃત્યુ બાદ તેના મિત્રોને નીલી માટે જે રીતે ખોટી વાતો કરે છે અને મિત્રોથી છુટા પડી અંધારામાં નીલીને ભૂત રૂપે જોવે છે . અંધારામાં નીલી વધુ પ્રવેશે છે અને જાણે કે તે ખોટી વાતોનો બદલો લેવા આવી હોય તેમ વાર્તામાં આવે છે . વાર્તા રોમાંચ અનુભવ કરાવે તેવી છે .
- બ્રોકરની ” નવા કાલિદાસ ” વાર્તા પણ હાસ્ય ઉપજાવે તેવી છે . વાર્તામાં કાલિદાસ શેઠની વાત છે . બ્રોકરે સ્ત્રી પાત્રો પર પણ ઘણી વાર્તા લખી છે . મા પાત્રને અનુસરીને પણ વાર્તાઓ લખી છે .”માનો જીવ ” , ” મા અને દીકરી ” , ” બા ” વાર્તા વાંચતા કરુણ ભાવ ઉભો થાય તેવી વાર્તાઓ છે . વાર્તામાં માનું મહત્તવ , માની વ્યથા , લાગણીઓની વાત કહી છે . બ્રોકરે ” જુનું અને નવું ” વાર્તામાં રામકોટ ડોસી આધુનિક સમાજમાં કેવી રીતે ફસાય છે અને આધુનિક સમાજની સંસ્ક્રુતિનો સ્વીકાર નથી કરી સકતી અને તેનું શું થાય છે તે વાર્તામાં વર્ણવ્યું છે .
બ્રોકરની વાર્તાઓમાં શરૂથી અંત સુધી વાચક બંધાઈ રહેતો હોય છે . વાચક વાર્તા વાંચતા વાંચતા વિચારે પણ ચડી જાય તેવી વાર્તાઓ પણ છે . બ્રોકરે સમાજના ઘણા બધા વિષયો અને પાત્રોને અનુલક્ષીને વાર્તા લખી છે . બ્રોકરની વાર્તાઓના નાયક અને નાયિકા પણ યાદગાર બની જાય તેવા છે .
બ્રોકરે પ્રભુનો પાડ , દળી દળીને , એક પ્રણય કથા , ધ્રુમેસર , નરહરીજી , ગુલામબદીન ગાડી વાળો , મુંબઈ નગરી , પંડિતજી , માણસના મન , રૂપ , સરગમ , એક રાત , ઇન્ટરવ્યું જેવી ઘણી બધી યાદગાર વાર્તાઓ આપણને માણવા આપી છે .
સ્ત્રોત } ગુલાબદાસ બ્રોકરના પુસ્તકોની પ્રસ્તાવનામાંથી સાભાર
ગુલાબદાસ અધ્યયન ગ્રંથ – સંપાદન > અસ્મા માંકડ
બ્રોકરની વાર્તાકળા – લેખક > રતિલાલ રોહિત
ફોટો સ્ત્રોત } ગુજરાતી સાહિત્ય પરિષદ
“સદાય ચમકતા રહે એવાં હીરા જેવા ગુજરાતી સાહિત્યના સર્જક એટલે…પન્નાલાલ પટેલ”
૭મી મે પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ દિવસ . આજે પન્નાલાલની ૧૦૦મી જન્મ જયંતિ છે . આજે સવારે આખરે અમદાવાદવાસીઓને મોડે મોડે પણ પન્નાલાલ યાદ આવ્યા અને શ્રી પન્નાલાલ પટેલ માર્ગનું અમદાવાદમાં લોકાર્પણ થયું . આજે સવારે ૯ – ૩૦ વાગે અમદાવાદના મેયર શ્રી આસિત વોરા , કોર્પોરેટરો , શ્રી રઘુવીર ચૌધરી , શ્રી ભોળાભાઈ , સંજીવની પરિવાર , પ્રેસના મિત્રો અને ગણ્યા ગાંઠ્યા સાહિત્ય રસિકોની હાજરીમાં યુનિવર્સીટી અને એલ ડી કોલેજ ની વચ્ચેનો પી આર એલ તરફના માર્ગને શ્રી પન્નાલાલ પટેલ માર્ગ નામ અપાયુ .
પન્નાલાલ પટેલનું સાહિત્ય ક્ષેત્રે મોટું યોગદાન છે . તેમણે લખેલી નવલકથાઓ , નવલિકાઓ , નાટક , બાળવાર્તા અને વાર્તા સંગ્રહ ખુબજ લોકપ્રિય અને યાદગાર છે . પન્નાલાલ પટેલે માના ખોળેથી ખેતર સુધી અને ખેતરથી જ્ઞાનપીઠ એવોર્ડ સુધી બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે અને તેનો નીચોડ તેમની કસાયેલી કલમના જાદુમાં વાચકોને માણવા મળે છે . તેમનો જન્મ માંડલી ગામમાં ગરીબ ઘરમાં થયો હતો . પન્નાલાલના પિતાનું પણ નાનપણમાં જ મુર્ત્યું થયું હતું . પન્નાલાલે તેમની જિંદગીમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે , જેમ કે બાળકનું મૃત્યુ , જીવલેણ બીમારી . પન્નાલાલે જીવનમાં ખેતીથી માંડીને ઘણા બધા નાના મોટા કામ કરીને જીવન ગુજાર્યું હતું .
પન્નાલાલ પટેલે ઘણી બધી યાદગાર નવલકથાઓ અને કેટલીક ઇનામ મેળવેલ નવલકથા પણ લખી છે . જેમાં વળામણાં , મળેલા જીવ , યૌવન , વળી વતનમાં , સુરભી , નવું લોહિ , તાગ ,એકલો , નથી પરણ્યાં નથી કુંવારા , નગદનારાયણ , અમે બે બહેનો , પાછલે બારણે , રામે સીતાને માર્યા જો ભાગ ૧ થી ૫ , કૃષ્ણ જીવન લીલા ભાગ ૧ થી ૫ , પાર્થને કહો ચડાવે બાણ ભાગ ૧ થી ૫ , અંગારો , ગલાલસીંગ , શિવપાર્વતી ભાગ ૧ થી ૬ અને ઘણી બધી……
ઇનામ મેળવેલી નવલકથામાં માનવીની ભવાઈ , ના છુટકે , મનખાવતાર , કંકુ , પડઘા અને પડછાયા , ઘમ્મર વલોણું ભાગ ૧ , ૨ અને બીજી કેટલીક ….
પન્નાલાલના વાર્તા સંગ્રહમાં માળો , દિલાસો , ઓરતા , પારેવડા , જીવો દાંડ , અણવર , બિન્ની , ચીતરેલી દીવાલો , તિલોત્તમા , સુખ દુઃખના સાથી , આસામની નજર અને ઘણા બધા …
પન્નાલાલના નાટકોમાં જમાઈ રાજ , સપનાના સાથી , અલ્લડ છોકરી અને બીજા ઘણા બધા ….
પન્નાલાલની બાળવાર્તાઓમાં પરીક્ષા , એક્ખોવાયેલો છોકરો , આંખ આડા કાન અને બીજી ઘણીબધી ….
પન્નાલાલ પટેલને માનવીની ભવાઈના રચયિતા તરીકે સાહિત્ય પ્રેમીઓ ઓળખે જ છે પણ તેમણે આવી ઘણી બધી નવલકથાઓ લખી છે . પન્નાલાલ પટેલની કંકુ પણ યાદગાર નવલકથા છે . મિત્રો પણ આ નવલકથા લખતા પહેલા પન્નાલાલે કંકુ વાર્તા પ્રસ્થાન નામના સામાયિકમાં છપાય તે માટે તંત્રી સ્વ શ્રી રામનારાયણ પાઠકને મોકલી પણ તંત્રીશ્રીએ વિષય પ્રત્યેની નિર્બળતા એવી ટિપ્પણી કરી વાર્તા પરત કરી . પછી આ વાર્તા નવસૌરાષ્ટ્ર સામયિકમાં શ્રી કકલભાઈએ દિવાળી અંકમાં છપાઈ ત્યારે એ સમયના પાંચ રૂપિયાનો પુરસ્કાર પ્રથમવાર કંકુએ પન્નાલાલને અપાવ્યો . કંકુ જનસત્તામાં નવલકથા રૂપે છપાતી . કંકુ પરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી . ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ કંકુ લાવી . જે તંત્રીશ્રી એ કંકુને નકારી તેમણે જ પછીથી પ્રસ્થાનમાં બીજી ઘણી વાર્તા છાપી અને સુખ દુઃખના સાથી નામના પુસ્તકમાં પ્રસ્તાવના પણ લખી છે .
પન્નાલાલ પટેલે ઝવેરચંદ મેઘાણી ના કહેવાથી ફૂલછાબ માટે માત્ર ને માત્ર ૨૪ દિવસમાં “મળેલા જીવ ” નવલકથા ૧૯૪૧માં લખી આપી . મળેલા જીવ પરથી ઉલઝન નામની ફિલ્મ પણ બની છે . ‘ મળેલા જીવ ‘ નવલકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે , ” મળેલા જીવે એકબાજુ સાહિત્ય સુષ્ટિમાં મારો પગ સંચાર કરાવ્યો તો બીજી બાજુ એ મને સિનેમા જગતમાં પણ ખેંચી ગયું .” ઉલઝન ફિલ્મના ડાયરેક્ટર શ્રી એન આર આચાર્ય હતા . મળેલા જીવમાં ઘાંયજી જીવી અને પટેલ કાનજીના પ્રણયની વાતો છે . જીવી અને કાનજી નો પ્રેમ શ્રાવણી પુનમના મેળાના ચકડોળથી શરુ થાય છે અને ક્યાં પહોંચે છે , કેવી પરિસ્થિતિ સર્જાય છે , બીજા પાત્રો કેવી રીતે પ્રવેશે છે તે વાંચતા વાંચતા ફિલ્મ જોતા હોય તેવો રોમાંચ અનુભવાય છે .મળેલા જીવમાં તળપદી ભાષાનો પ્રયોગ થયો છે , જેમ કે હેંડો , લેંમડો , પેપડો , હે ભૂંડા , રૂપનો નકશો . મળેલા જીવમાં હૈયાના હુડા નામના પ્રકરણમાં કાનજી અને હીરાની ‘ લાલ ટોળી ‘ ના હુડા પણ માણવા જેવા છે . મળેલા જીવ નવલકથાના અંતમાં ભગત નામના પાત્ર બોલે છે , ” વાહ રે માનવી , તારું હૈયું ! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા ! ” આ વાકય ચોટદાર અને જોરદાર છે .
પન્નાલાલની યાદગાર નવલિકાઓ વાત્રકના કાંઠે , ચીસ , માળો , વાતવાતમાં , બાપુનો કુતરો , સાચી ગજીયાણીનું કપડું જેવી ઘણી બધી ……….
મળેલા જીવ પુસ્તક પ્રકાશક } સંજીવની , જી – ૧૪ યુનિવર્સીટી પ્લાઝા ,દાદા સાહેબના પગલા પાસે , નવરંગપુરા , અમદાવાદ – ૩૮૦૦૦૯ .
માહિતી સાભાર } પન્નાલાલ પટેલના પુસ્તકોની પ્રસ્તાવનામાંથી ……..
પોસ્ટ ટાયટલ માટે આભાર શ્રી મુર્તઝાભાઈ પટેલ .
વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ
મિત્રો વિશ્વભરમાં ૨૩ એપ્રિલને વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . યુનેસ્કો એ ૨૩ એપ્રિલ પુસ્તકો વાંચન ,પ્રસિદ્ધિ અને કોપીરાઇટને પ્રોત્સાહન મળે તે માટે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું . સૌ પ્રથમ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી ૧૯૯૫માં કરવામાં આવી હતી . ૨૩ એપ્રિલે Don Quixote નોવેલના લેખક Miguel de Cervantes ની યાદમાં ઉજવવામાં આવે છે .૨૩ એપ્રિલે શેક્સપિયર નું અવસાન થયું હતું .
વધુ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની જાણકારી માટે ક્લિક કરો
વિશ્વ પુસ્તક દિવસ પર કેટલાંક મેં વાંચેલા , મને પસંદ ( વાંચવાના બાકી છે ) અને મિત્રોએ સુચવેલ પુસ્તકો ની યાદી નીચે મુજબ છે . આ પુસ્તકો આપને પણ વાંચવા ગમશે .
ક્રમ |
પુસ્તક | લેખક | પ્રકાશક | કિંમત | |
૧ | સત્યના પ્રયોગો | મો .ક .ગાંધી | નવજીવન | ૬૦ | |
૨ | સ્વામી વિવેકાનંદ | નવજીવન | ૭૫ | ||
૩ | શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી | મુકુલભાઈ | નવજીવન | ૫૦ | |
૪ | કુંટુબમંગલ | ફાધર વાલેસ | ગુર્જર ગ્રંથરત્ન | ૧૫૦ | |
૫ | લગ્નસાગર | ફાધર વાલેસ | ગુર્જર ગ્રંથરત્ન | ૧૫૦ | |
૬ | ચાલતા રહો , ચાલતા રહો | મોહમ્મદ માંકડ | ગુર્જર ગ્રંથરત્ન | ૯૦ | |
૭ | કર્ણલોક | ધ્રુવ ભટ્ટ | ગુર્જર ગ્રંથરત્ન | ૧૧૦ | |
૮ | ક્લીન બોલ્ડ | ભગવતીકુમાર શર્મા | સાહિત્ય સંગમ |
૧૬૦ | |
૯ | આંગળિયાત | જોસેફ મેકવાન | ડીવાઈન પબ્લીકેશન | ૨૦૦ | |
૧૦ | પ્રથમ પગલું માંડીયું | વર્ષા અડાલજા | એન. એમ. ઠક્કર કંપની | ૨૦૦ | |
૧૧ | કાલ રાક્ષસ | ઈવા દેવ | રંગદ્વાર | ૯૬ | |
૧૨ | જય સોમનાથ | કનૈયાલાલ મુનશી | ગુર્જર ગ્રંથરત્ન | ૧૫૦ | |
૧૩ | સોક્રેટીસ અને પ્લેટોના જીવનસુત્રો | અનુભવાનંદજી | એન. એમ. ઠક્કર કંપની | ૬૫ | |
૧૪ | મિશ્ર લોહી | ઈવા દેવ | રંગદ્વાર | ૯૦ | |
૧૫ | વાતડીયું વગતાડિયું | કાનજી ભુતા બારોટ | રંગદ્વાર | ૨૫૦ | |
૧૬ | આગળ વધો | સુનીલ ગાંધી | એન. એમ. ઠક્કર કંપની | ૭૫ | |
૧૭ | ભદ્રંભદ્રં | રમણભાઈ નિલકંઠ | ગુર્જર ગ્રંથરત્ન | ૧૦૦ | |
૧૮ | ૩ મિસ્ટેક ઓફ માય લાઈફ |
ચેતન ભગત | આર આર શેઠ | ||
૧૯ | આગળ વધો | સુનીલ ગાંધી | એન. એમ. ઠક્કર કંપની | ૭૫ | |
૨૦ | એન્જોયગ્રાફી | રતિલાલ બોરીસાગર | ગુર્જર ગ્રંથરત્ન | ૪૦ | |
૨૧ | માણસાઇના દિવા | ઝવેરચંદ મેઘાણી | |||
૨૨ | ડૉ અબ્દુલ કલામ | પી.સી.પટેલ | રંગદ્વાર | ૧૦૦ | |
૨૩ | સૌરાષ્ટ્રની રસધાર | ઝવેરચંદ મેઘાણી | |||
૨૪ | વડવાનલ | ધીરુબહેન પટેલ | ગુર્જર ગ્રંથરત્ન | ૨૮૦ | |
૨૫ | પ્રથમ પગલું માંડયું | વર્ષા અડાલજા | એન. એમ. ઠક્કર કંપની | ૨૦૦ | |
૨૬ | સદાચાર | ફાધર વાલેસ | ગુર્જર ગ્રંથરત્ન | ૬૦ | |
૨૭ | આઈન્સટાઇન | પી .સી .પટેલ | રંગદ્વાર | ૫૦ | |
૨૮ | એક ડગલું આગળ | વનલતા મહેતા | એન. એમ. ઠક્કર કંપની | ૧૦૦ | |
૨૯ | સરવાળે ભાગાકાર | નિરંજન ત્રિવેદી | ગુર્જર ગ્રંથરત્ન | ૫૫ |
૩૦
|
શિખંડીની
|
કલ્પેશપટેલ |
અરવલ્લી
|
૧૦૦ | |
૩૧ | જયંત ખત્રીનો વાર્તા વૈભવ | શરીફા વીજળીવાળા | ગુર્જર ગ્રંથરત્ન | ૧૬૦ | |
૩૨ | ઘણું જીવો ગુજરાત | નારાયણ દેસાઈ | રંગદ્વાર | ૮૦ | |
૩૩ | શ્રેષ્ઠ ભારતીય કથાઓ | હસુ યાજ્ઞિક | પાર્શ્વ પબ્લીકેશન | ૧૦૦ | |
૩૪ | નવા ફણગા | સાકળચંદ પટેલ | રન્નાદે | ૫૫ | |
૩૫ | નદીનો ત્રીજો કાંઠો | રાજેન્દ્ર પટેલ | રંગદ્વાર | ૧૦૦ | |
૩૬ | ગુર્જર સાહિત્યનો ઝરુખો | નિરંજન હરીશંકર પંડ્યા | એન. એમ. ઠક્કર કંપની | ૨૨૫ | |
૩૭ | ડિવોર્સ @ લવ .કોમ | કિશોર પટેલ | શુભમ પ્રકાશન | ૧૨૫ | |
૩૮ | મેઘધનુષના રંગો | શાનુભાઈ અંધારિયા | રંગદ્વાર | ૮૦ | |
૩૯ | એક નટખટ છોકરાના પરાક્રમો | અનુ . રેમન્ડ પરમાર | રંગદ્વાર | ૧૩૦ |
આશિર્વાદ – રૂપેન પટેલ
ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના માણેકપુરા નામના નાના પણ સંપુર્ણ સગવડભર્યા ગામમાં મણીલાલ મોહનલાલ શેઠની બોલબાલા હતી. શેઠને ગામના લોકો “બાપાલાલ શેઠ” કહીને માનપૂર્વક બોલાવતા. ગામના તમામ નિર્ણયોમાં શેઠની અભિપ્રાય લેવાતો. સરપંચ, તલાટી, મામલતદાર અને કલેકટર સુધી શેઠની પહોંચ હતી. ગામના વિકાસમાં શેઠ પોતાની જાત ઘસી કાઢતા. ગામના લોકોની સુખાકારીની ચિંતા શેઠને ભારોભાર રહેતી.
શેઠને ગામમાં…………....વધુ વાંચવા અને પ્રતિભાવ માટે અક્ષરનાદ પર ક્લિક કરો