ગીતા સારમાંથી


गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च ।

नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च


ગીતા ધ્યાનથી જે વાંચે  પ્રાણાયામ કરે,
પૂર્વજન્મના તેમજ આ જન્મનાં તેનાં પાપ દૂર થાય છે.

ગીતાના સારમાંથી


एकं शास्त्रं देवकीपुत्रगीतमेको देवो देवकीपुत्र एव ।

को मन्त्रस्तस्य नामानि यानि कर्मोप्येकं तस्य देवस्य सेवा

ગીતા એક જ શાસ્ત્ર છે, કૃષ્ણ એક  જ દેવ છે,

મંત્ર તેમનું નામ ને કર્મ તેમની સેવા .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

ગીતાજીનાં અઢાર નામ


ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી ;

બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા મુક્તિગેહિની .

અર્ધમાત્રા ચિદાનંદા, ભવન્ધી, ભયનાશિની ;

વેદત્રયિ પરાનંતા , તત્વાર્થ જ્ઞાન મંજરી.

ઈત્યેતાનિ જયેનિત્યં, નરો નિશ્ચલ-માનસં ;

જ્ઞાન સિધ્ધમ લભેચ્છધ્ર્મ, તથાન્તે પરમં પદમ્


ગીતા અંગેનો મંતવ્યો


મહાત્મા ગાંધીજી નું મંતવ્ય

મને તો કોઈ ધર્મસંકટ આવે ,એટલે હું ગીતામાતાનું શરણ લઉં છું અને શરણાગત મને એણે સદાય પથપ્રદર્શન કર્યું છે .ગીતામૃતપાન કરવું હોય તો ગીતાપાઠ શ્રધાપૂર્વક કરવો જોઈએ .ગીતામાના ખોળામાં જે માથું રાખે એ નિરાશ કદાપિ ન્ થાય અને પરમાનંદ ભોક્તા બંને .ગીતા એના ભક્તને પળે પળે નવું જ્ઞાન, આશા અને શક્તિ આપે છે .નિત્ય પ્રભાતના પ્રહરમાં ગીતા તમે વાંચી જુઓ અને તેનો ચમત્કાર પોતે અનુભવો .શાસ્ત્રલાપની વચ્ચે ગીતા એક શાસ્ત્ર નથી , પણ એ તો શાસ્ત્રમાત્રનું દોહન છે ;અને હું તો એમ પણ કેહવાની હિંમત કરું છું કે , ગીતાર્થગ્રાહીને બીજા શાસ્ત્ર વાંચવાનું કોઈ પ્રયોજન નથી.

સ્વામી વિવેકાનંદજી નું મંતવ્ય

શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદરૂપી બગીચોમાંથી વીણી કાઢેલાં પુષ્પોથી આધ્યાત્મિક સત્યોરુપી ગૂંથેલી છડી ની કલગી છે.

શ્રી શકરાચાર્ય નું મંતવ્ય

દુઃખમાત્રની નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગાન તો ગીતાનું અને વિષ્ણુ  સહસ્ત્રનામનું ગાવા યોગ્ય છે .

એમર્સન નું મંતવ્ય

સમગ્ર વિશ્વના સાહિત્યમાં ગીતા એ સર્વોતમ ગ્રંથ છે .તેમાં ચિંતનની સર્વશ્રેષ્ઠ સામગ્રી પીરસવામાં આવી છે અને માનવભક્તના  અનુભવની સૌથી મહાન સંપત્તિ છે.

લોકમાન્ય તિલક નું મંતવ્ય

હિંદુ ધર્મ અને નીતિશાસ્ત્રનાં મૂળ તત્વ જેણે જાણવા હોય તેણે આ અપૂર્વ ગ્રંથનું અવશ્ય અને પ્રથમ અધ્યયન કરવું જોઈએ .કારણકે યોગ ,સાંખ્ય , ન્યાય , મીમાંસા ,ઉપનિષદો , વેદાંત  વગેરેના રૂપમાં ક્ષરાક્ષર સૃષ્ટીનો  તથા ક્ષેત્રક્ષેત્ર ના જ્ઞાન નો વિચાર કરનારાં પ્રાચીન શાસ્ત્રો યશાશક્ય પૂર્ણ અવસ્થાને પહોંચ્યા પછી વૈદિક ભગવદ્ ગીતામાં પ્રતિપાદન કરેલું છે .