નાગપુરમાં 3,000 કિલોગ્રામ ખિચડી બનાવાનો રેકોર્ડ બન્યો


રવિવારના રોજ નાગપુરમાં શેફ વિષ્ણુ મનોહરે 3,000 કિલોગ્રામ ખિચડી બનાવી રેકોર્ડ બનાવ્યો. વિષ્ણુ મનોહર 275 કિલો ચોખા, 125 કિલો મગ દાળ, ચણા દાળ 150 કિલો, માખણ 150 કિલો અને લગભગ 3000 લિટર જેટલું પાણી ઉપયોગ કરીને આ ખીચડી બનાવી રેકોર્ડ બનાવ્યો.
Kkhichadi-14-oct-2018-768x549નાગપુરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી આ ખીચડી બનાવાના રેકોર્ડ સમયે હાજર હતા.તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું, “તે એક પ્રખ્યાત રસોઇયા છે, અને હું તેમના રેકોર્ડ માટે અભિનંદન પાઠવુ છું. તેઓ વિશ્વભરમાં ભારતીય વાનગીને પ્રસિદ્ધ કરે છે અને તેના માટે તેમનો આભાર વ્યક્ત કરુ છુ. તેમણે મહાન કામ કર્યું છે. તેમણે બનાવેલી ખિચડી મસાલા ખિચડી હતી, અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી, ”
આ અગાઉ દિલ્હીમાં શૅફ સંજીવ કપૂર દ્વારા 918 કિલોગ્રામ ખચીડી બનાવવામાં આવી હતી. તે પછી રવિવારે નાગપુરમાં શેફ વિષ્ણુ મનોહરે 3,000 કિલોગ્રામ ખિચડી બનાવી રેકોર્ડ બનાવ્યો.
મીડીયા સાથે વાત કરતાં શૅફ મનોહરએ કહ્યું, “મેં વિશ્વ રેકોર્ડ માટે પ્રયત્ન કર્યો છે; તેની પાછળની ભાવના એ છે કે હું ખિચડીને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર કરું છું કારણ કે લોકો દરેક તબક્કે ખિચડી ખાય છે. તે સૌથી સ્વસ્થ અને સસ્તું ભોજન છે. “

Advertisements

શિરડીના સાઇ બાબાની સમાધિના 100 વર્ષ પુરા થયાં


15 ઑક્ટોબર 1918 ના રોજ સાઈ બાબાએ શિરડીના આ સ્થળે સમાધિ લીધી હતી. શિરડી સાઈ બાબાની સમાધિને 100 વર્ષ પુરા થયાં છે. સાઈ બાબાના મંદિરમાં 17 થી 19 ઓક્ટોબર સુધી 100 વર્ષ પુરા થવા બદલ ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે.
images (3)શિરડીમાં શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ 17 થી 19 ઓક્ટોબર દરમ્યાન 3000 કરોડ ખર્ચ કરશે.શ્રી સાઈબાબા ટ્રસ્ટ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરનાર છે.
શિરડી સાઈ બાબા મંદિરમાં નિયમિત દિવસે 30,000 થી વધુ ભક્તો દર્શને આવતાં હોય છે પણ 17 થી 19 દરમિયાન 50,000 થી વધુ ભકતો દર્શન કરવા આવવાની સંભાવના છે. દર્શને આવનાર ભકતોને મફત જમવાની, મફત પાણી ,અને મફત Wi-Fi જેવી અન્ય સગવડો શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ તરફથી પુરી પાડવામાં આવનાર છે. સ્થળ પર એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની સગવડ ઉભી કરવામાં આવનાર છે.

ગુગલે તબલા વાદક લછ્છુ મહારાજની 74 મી વર્ષગાંઠ પર ડુડલ બનાવી યાદ કર્યા


આજે ભારતના મહાન અને યાદગાર તબલા વાદક લછ્છુ મહારાજની 74 મી વર્ષગાંઠ છે. ગુગલે તેમની જન્મજંયતિ પર ડુડલ બનાવી યાદ કર્યા છે.
lachchhu-maharaj-ht-photo_b922ae40-54b7-11e6-9aeb-9df9517d5433બનારસ ઘરાનાના જાણીતા તબલા વાદક લક્ષ્મી નારાયણ સિંહ ઉર્ફે લછ્છુ મહારાજનો જન્મ 16 ઑક્ટોબર, 1944 ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો.
google-doodle-1વર્ષ 1972 માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમણે ‘પદ્મશ્રી’ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમને વર્ષ 1957 માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
તેમણે આઠ વર્ષની ઉંમરે મુંબઈમાં પોતાનું પહેલ તબલા વાદન કર્યુ હતું. તેમણે મહલ, મુઘલ-એ-આઝમ,પાકીઝા જેવી ફિલ્મોમાં પણ તબલા વાદન કર્યુ છે. તેમને તેમના મસ્તમૌલા અને ખાંટી બનારસી શૈલી માટે યાદ કરવામાં આવે છે.
images (1)વર્ષ જુલાઈ 28 2016 ના રોજ લછ્છુ મહારાજનું અવસાન થયું હતું.

જાણો તમિળનાડુના કોઈમ્બતુરમાં રહેતા 99 વર્ષના યોગ શિક્ષકને


ભારતના સૌથી વધુ ઉંમરના યોગ શિક્ષક નું નામ નાનામ્મલ છે. તેઓ તમિળનાડુના કોઈમ્બતુરમાં રહે છે અને 99 વર્ષની ઉંમરે યોગની તાલીમ આપે છે. તેમણે 45 વર્ષમાં 10 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને રોજના લગભગ 100 વિદ્યાર્થીઓને યોગ શીખવે છે.
imagesતેણીના નિયમિત શીર્ષાસન યોગના કારણે તેની તેઓની આંખોની શકિત, સાંભળવાની શકિત અને યાદશક્તિ પણ આટલી મોટી ઉંમરે સારી છે. તેઓ દરરોજ યોગ કરે છે અને યોગની તાલીમ પણ આપે છે.
તેણીએ વર્ષ 1972 માં ઓઝોન યોગા સેન્ટરની સ્થાપના યોગ તાલીમ આપવા માટે કરી છે. તેણીના 600થી પણ વધારે વિદ્યાર્થીઓ વિશ્વભરમાં યોગ પ્રશિક્ષકો બની ગયા છે અને અન્ય લોકોને યોગ તાલીમ આપે છે.
તેણીને વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિ પુરસ્કાર પુરસ્કારથી રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેણીને વર્ષ 2017માં કર્ણાટક સરકારના યોગ રત્ન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે. તેણીને વર્ષ 2018 માં પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્ષ 2018 માં રોટરી ક્લબ તરફથી લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.
5643નાનમ્મલનો જન્મ ભારતના તામિલનાડુના કોઈમ્બતુર પાસેના ઝમીન કાલાયાપુરમના થયો હતો. તેણીએ 8 વર્ષની ઉંમરે તેમના પિતા પાસેથી યોગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેણીએ લગ્ન પછી નિસર્ગોપચાર પણ શરુ કર્યુ હતું.

હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે ખાઈ શકાય તેવી ચમચી અને ડીસ બનાવી


સામાન્ય રીતે આપણે પ્લાસ્ટીકની ડીસ અને ચમચી જેવી કટલરી વસ્તુઓ વપરાશ બાદ નાંખી દેતા હોઇએ છીએ અને તે પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. પણ આ સમસ્યાના નિવારણ માટે હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે ખાઈ શકાય તેવી ચમચી અને ડીસ બનાવી છે.
03-06-17-09jun3-17lead1હૈદરાબાદના આન્ત્રપ્રેન્યોર નારાયણ પીસાપતિએ ખાસ પ્રકારની કટલરી બનાવી છે. તેમણે અનાજથી કટલરી બનાવી છે. આ કટલરીને વપરાશ બાદ ખાઈ પણ શકાય છે. તેમણે ઇટેબલ કટલરી બનાવવા માટે ચોખા, ઘઉં, જુવાર અને કાળા મરી જેવા ખાદ્ય ઘટકોનો ઉપયોગ કર્યો છે.
03-06-17-09jun3-17-cutનારાયણ પીસાપતિએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં બીએસસી (હોન્સ) અને આઈઆઈએફએમ-ભોપાલથી એમબીએ ધરાવે છે.નારાયણ પીસાપતિ ICRISATના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પણ છે.
વર્ષ 2006માં નારાયણ પીસાપતિને પ્લાસ્ટિકના ચમચીને બદલે ઇટેબલ કટલરી બનાવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2010 માં નારાયણ પીસાપતિએ ઇટેબલ કટલરી બનાવવા માટે બેકી’સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.નારાયણ પિસાપતી જયારે ફિલ્ડ વિઝીટ પર હતાં ત્યારે તેમણે જમવામાં બાજરાના ઠંડા રોટલાનો ઉપયોગ કરવો પડતો હતો.આમાંથી તેમને બાજરામાંથી કંઇ બનાવાનો આઇડીયા આવ્યો.
તેમની કંપનીએ ઇટેબલ કટલરી માટે શરુઆતમાં 12 લોકોને રોજગારી આપી છે. તેમની હૈદરાબાદની ફેક્ટરીમાં દિવસમાં 5,000 ચમચીઓ બનાવતા હતા પછી તેમની પ્રોડકશન ક્ષમતા વધીને લગભગ 30,000 ચમચી સુધી પહોંચી છે.
બેકી’સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ સ્પાઇસી ચમચી, સ્વીટ ચમચી અને સાદી ચમચી એમ ત્રણ પ્રકારની ચમચી બનાવે છે.

ઇટેબલ કટલરી વિશે વધુ જાણવા કલિક કરો