​દુબઇના સ્કુપી કાફેમાં સર્વ કરાય છે 816 ડોલરનો બ્લેક ડાયમન્ડ આઈસ્ક્રીમ 


આઇસ્ક્રીમનો એક સ્કુપ $ 816 ડોલરનો …. દુબઇના સ્કુપી કેફેમાં વિશ્વનો સૌથી મોંઘો આઇસ્ક્રીમ 816 ડોલરનો સર્વ કરાય છે.  

આ કેફેના માલિક ઝુબીન દોશીએ મીડીયાને જણાવ્યું હતું કે આ બ્લેક ડાયમંડ આઇસ્ક્રીમ ડાયરેકટર ફ્રીઝરથી સર્વ નથી કરવામાં આવતો પણ આ આઇસ્ક્રીમ સ્પેશિયલ હેન્ડ મેડ પ્રોસેસથી બનાવવામાં આવે છે. આ આઇસ્ક્રીમ લીકવીડ નાઇટ્રોજન આઇસક્રીમ છે, પ્રવાહી નાઇટ્રોજનની મદદથી વિશ્વના સૌથી મોંઘા કેસર, મેડાગાસ્કર વેનીલા, ઇરાનિયન સેફરોન, બ્લેક ઇટાલીયન ટ્રફેલ અને 23-કેરેટ ઇટેબલ ગોલ્ડ લીફ પાઉડર અને ગોલ્ડ ફ્લેક્સ સાથે સ્પ્રીંકલ કરવામાં આવે છે.