રોબિનહુડ આર્મી


#રોબિનહુડ_આર્મી

 

“ભુખે કો ભોજન દો” પંકિત ને આજના સમયમાં રોબિનહુડ આર્મીની ટીમ સાર્થક બનાવે છે.
25 ડિસેમ્બરે મારા નાનીમા ના અવસાન પછીના બારમાની વિધીના પ્રસંગે જમણવારનું આયોજન કરવામાં આવેલું અને તેમાં ફુડ વધ્યુ હતું. આ વધેલા ફુડનું શું કરવું તેનો પ્રશ્ન હતો. તેવામાં મારા કઝીન ડો મેહુલભાઈ ને રોબિન હુડ આર્મીનો કોન્ટેક કરવાનો વિચાર આવ્યો અને મેં મારા મિત્ર ડો રાજીવે ગુગલ પરથી રોબિન હુડ આર્મીનો કોન્ટેકટ નંબર મેળવી તેમને ફુડ કલેકટર કરવા માટેની વાત કરી. તેમણે થોડીકવારમાં જ અમારી લોકેશનના કોર્ડીનેટર વોલેન્ટીયર સુધી  અમારો નંબર પહોંચાડ્યો અને તે વોલેન્ટીયર મિત્રો બને તેટલી ઝડપે ફુડના કન્ટેનર લઇ અમારી પાસે આવી પહોંચ્યા. તેઓ સરસ રીતે જરુરીયાતમંદો સુધી ફુડ પહોંચાડવા કન્ટેનરમાં ફુડ પેક કરીને લઇ ગયાં.
રોબિનહુડ આર્મી જેમની પાસે ફુડ હોય તેમની પાસેથી ફુડ તેમના કન્ટેનરમાં અલગ અલગ રીતે કલેક્ટ કરે છે અને પછી જરુરીયાતમંદ ગરીબો, બાળકોને દિવસ દરમ્યાન અને મોડી રાતે પણ વહેંચવા નીકળી પડે છે.

ફુડનો વેસ્ટ થતા અટકાવવા અને જરુરતમંદ ગરીબો, બાળકોની ભુખ દુર કરવા માટે આ ટીમ દિવસ રાત બહુજ સરસ પ્રયાસ કરી રહી છે.

 

રોબિન હૂડ આર્મીની સ્થાપના 26 ઓગસ્ટ, 2014 ના રોજ નીલ ઘોસ અને આનંદ સિંહા દ્વારા કરવામાં આવી હતી. રોબિનહુડ આર્મીની ટીમમાં ભારત અને 12 દેશોના 103 શહેરોમાં 16,500 થી વધુ સ્વયંસેવકો છે.  અત્યાર સુધીમાં રોબિનહુડ આર્મીની ટીમે લગભગ 9 મિલિયનથી વધુ જરુરીયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડ્યું છે.

 ‎

રોબિનહુડ આર્મીની ટીમમાં અમદાવાદ શહેરના 100 થી પણ વધુ વોલેન્ટીયર મિત્રો નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. રોબિનહુડ આર્મીની ટીમ શહેરની હોટલ અને ધાર્મિક, સામાજીક પ્રસંગમાં વધેલું ફુડ પણ કલેકટર કરી જરુરીયાતમંદોને પહોંચાડી ફુડનો વેસ્ટ અટકાવે છે અને ભુખ્યાને ભોજન પહોંચાડવાનું સરસ કાર્ય કરે છે.

 

આપણે આપણા ઘરે, પાર્ટીમાં કે કોઇપણ ફંકશનમાં  વધેલા ફુડને ફેંકી ન દઇએ પણ આ જ ફુડ ભુખ્યા,જરુરીયાતમંદ લોકો સુધી પહોંચાડીએ. આ ફુડ જરુરીયાતમંદો સુધી  પહોંચાડવા રોબિન હુડ આર્મીના વોલેન્ટીયર મિત્રોનો કોન્ટેક કરીએ. નીચે આપેલ ઇમેજમાં કોન્ટેક નંબર પર અમદાવાદ રોબિન હુડ આર્મીના વોલેન્ટીયર મળશે .


http://www.robinhood.army

http://robinhoodarmy.com

https://www.facebook.com/groups/478526949206105/permalink/810105516048245/

આ પોસ્ટ બીજા મિત્રોને પણ શેર કરો.