હરિયાણાની 16 વર્ષની શિવાંગીએ માઉન્ટ એવરેસ્ટ સર કરી ઇતિહાસ રચ્યો


હરીયાણાની 16 વર્ષની શિવાંગી પાઠકે વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટેન એવરેસ્ટ સર કરી ઇતિહાસ રચ્યો છે. Shivangi_Pathak_1526983475એવરેસ્ટની ઊંચાઈ 29,029 ફૂટ છે અને શિવાંગીએ આ સફર માત્ર 3 દિવસમાં પુરી કરી રેકોર્ડ બનાવ્યો છે.
16 વર્ષની આટલી નાની વયે એવરેસ્ટ પર સફર કરનાર શિવાંગી સૌથી યુવા મહિલાઓની યાદીમાં સામેલ થઇ ગઇ છે. શિવાંગી દિવ્યાંગ પર્વતારોહણ કરનાર અરુણિમા સિન્હાને પોતાની રોલ મોડેલ માને છે. એમનાથી પ્રેરણા લઇ તેમણે નવેમ્બર 2016 માં એવરેસ્ટ સફર સર કરવાનો નિર્ણય લીધો હતો.
શિવાંગીએ ‘સેવન સમિટ ટ્રેક્સ’ માં ભાગ લીધો હતો તેમાં આ એવરેસ્ટ પર સફર સર કર્યુ હતું.એવરેસ્ટની સફર સર કરનાર શિવાંગીએ કહ્યું કે, “મારુ માનવું છે કે છોકરીઓ કંઇપણ કરી શકાશે અને ક્યાંય પણ જઈ શકશે, બસ તેમણે મનમાં નકકી કરવું પડશે કે તેમને આ કામ કરવું છે. તેમનામાં દ્રઢ મનોબળ અને ઇચ્છા શકિત હોવી જોઇએ. “