ભારતીય રાષ્ટ્રીય ધ્વજ 22 જુલાઇ 1947 ના દિવસે મંજુર કરવામાં આવેલ


22 જુલાઇ, 1947 નું આયોજન ભારતીય સંસદીય સભાનું આયોજન થયું હતું. આ સભામાં પ્રથમવાર આપણો રાષ્ટ્રીય ધ્વજ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને તે ધ્વજને સર્વસંમતિથી મંજુર કરવામાં આવ્યો હતો.
download (1)

images (25)

તેની પ્રથમ ડિઝાઇન પિંગલી વેન્કેયા દ્વારા બનાવવામાં આવેલ છે. તેમાં ત્રણ સમાન પહોળાઈના પટ્ટાઓ છે. જેમાં સૌથી ઉપર કેસરિયા કલરનો પટ્ટો, મધ્યમાં સફેદ રંગનો પટ્ટો અને નીચે ઘાટા લીલા રંગનો પટ્ટો છે. ધ્વજ ની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3: 2 છે. સફેદ પટ્ટાની મધ્યમાં વાદળી રંગનું એક ચક્ર છે જેમાં 24 લીટીઓ હોય છે.
રાષ્ટ્રીય ધ્વજની વિશિષ્ટતાઓ મુજબ રાષ્ટ્રીય ધ્વજ ખાદીમાં જ બનેલો હોવો જોઇએ. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પણ પરંપરાગત નિયમો બનાવવામાં આવ્યા છે, જેવાકે ખુલ્લામાં ધ્વજ ફરકાવવા માટે સુર્યોદય પછી જ ફરકાવવો જોઇએ અને સુર્યાસ્ત સમયે તેને ઉતારી લેવો જોઇએ. રાષ્ટ્રીય ધ્વજ ઉંધો ફરકાવી ન શકાય એટલે ફરકાવતી વખતે સાવધાનીથી તેનું સન્માન જળવાય તે રીતે ફરકાવવો જોઇએ. રાષ્ટ્રીય ધ્વજ ખંડિત કે ફાટેલો ન હોવો જોઇએ અથવા ફરકાવેલો રાષ્ટ્રીય ધ્વજ ફાટી જાય તો તાત્કાલિક ઉતારી લેવો જોઇએ.
અગાઉ પણ ભારત માટે ધ્વજ બનાવવામાં આવ્યા હતાં. પ્રથમ ધ્વજ 1904 માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગીની નિવોદિતા દ્વારા બનાવવામાં આવેલ હતો. તે પછી બીજો ધ્વજ મેડમ કામાએ બનાવ્યો હતો. ત્રીજો ધ્વજ ડૉ. એની બિસન્ટ અને લોકમાન્ય તિલકે બનાવ્યો હતો. તે પછી પિંગલી વેન્કેયા એ કોંગ્રેસ માટે ધ્વજ બનાવ્યો અને ગાંધીજીએ કરેલ સુચનો પછી ફરી પિંગલી વેન્કેયા એ ડિઝાઇન કરીને ઘ્વજ બનાવ્યો. આ ધ્વજ 22 જુલાઇ, 1947 નું આયોજન ભારતીય સંસદીય સભામાં રજુ કરવામાં આવ્યો અને મંજુર કરાયો.
આ રાષ્ટ્રીય ધ્વજ ને 15 ઓગસ્ટ 1947 ના રોજ સૌ પ્રથમ વખત ફરકાવવામાં આવ્યો હતો.