પ્રકરણ – ૩

 • મોહનદાસ ૨૪ વર્ષની ઉંમરે ૨૪ મે ૧૮૯૩માં નાતાલ આવ્યા હતા . તેમને બંદરે લેવા માટે દાદા અબ્દુલ્લા સાથે રૂસ્તમજી અને મિ. માર્શલ લેડ્યુ આવ્યા હતા.
 • મોહનદાસને એક વર્ષના કામ માટે ફર્સ્ટ ક્લાસનું ભાડુ, રહેવા અને ખાધા ખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉન્ડ આપવાનું નક્કી થયું હતું .
 • મોહનદાસ જે સ્ટીમ્બરમાં જવાના હતા તે સ્ટીમ્બરમાં પ્રથમ વર્ગમાં મોઝામ્બિકના ગવર્નર જવાના હોવાથી તેમના માટે જગ્યા ન હતી. તેમણે ચીફ ઓફિસરને પોતાનો પરીચય આપ્યો અને કહ્યું આ સ્ટીમ્બરના માલિક દાદા અબ્દુલ્લાના જ કામથી તેઓ જઈ રહ્યા છે.
 • ચીફ ઓફિસરે પોતાની કેબીનમાં જગ્યા ફાળવી જેથી ડેકના ઉતારુ તરીકે જવામાંથી છુટ્યા .
 • સ્ટીમ્બર પ્રથમ લામુમાં ૩ થી ૪ કલાક માટે રોકાવાની હતી.
 • મોહનદાસને આફ્રિકન સાથે પ્રથમ મુલાકાત લામુ પોસ્ટ ઓફિસમાં થઈ ત્યાં ભારતીયો કામ કરતા હતા.
 • સ્ટીમ્બર ઝાંઝીબારમાં એક અઠવાડિયું રોકાવાની હતી.
 • મોહનદાસ પ્રથમવાર દાદા અબ્દુલ્લાને મળ્યા ત્યારે તેઓ માર્શલ સાથે અવનવા પ્રસંગોની વાતમાં વ્યસ્ત હતા અને હુકો પીતા હતા.
 • મોહનદાસને ટ્રાન્સવાલમાં દાદા અબ્દુલ્લાના કેસમાં તેમના વકીલ મિ. બેકરને બ્રીફ તૈયાર કરવામાં મદદ કરવાની હતી.
 •   કોર્ટમાં મેજિસ્ટ્રેટે મોહનદાસને પાઘડી ઉતારીને આવવા કહ્યું ત્યારે પાઘડી પોતાનું સ્વમાન છે તેમ કહી કોર્ટ છોડીને બહાર નીકળી ગયા.
 • કોર્ટમાં માત્ર આરબોને જ પાઘડી પહેરવાની છૂટ હતી તે જાણી ખુબ દુઃખી થયા અને આખી રાત વિચારોમાં ખોવાયેલા રહ્યા .
 • મોહનદાસને પાઘડી પરથી પિતાજીની પાઘડીની વાત યાદ આવી ગઈ. તેમના પિતાજી રાજકોટના ઠાકોર સાહેબનો રથ લઇ પોરબંદર લગ્નમાં જતા હતા તે વખતે રસ્તામાં રથ ઉલળી પડતા બાપુ પણ દુર ઉછળ્યા પણ માથા પરની પાઘડી પકડી રાખવાથી માત્ર હાથ પગે છોલાયું અને માથુ બચી ગયું.
 • ડરબનમાં તેઓએ આખો દિવસ બધા સમાચારપત્રની ઓફિસોમાં ફરીને પોતાના અપમાન માટે નિવેદનની નકલો પહોંચાડી .
 • બીજા દિવસે કોર્ટના પ્રસંગના અનુસંધાનમાં ત્યાંના અખબારમાં થોડા ફેરફાર સાથે “ અનવેલકમ વિઝીટર “ ના નામે નિવેદન છપાયું તે મોહનદાસને ઓછુ ગમ્યું પણ છપાયાનો આનંદ થયો .
 • અખબારમાં પત્ર છપાવાથી થોડા દિવસ માટે મોહનદાસ કુલી બેરિસ્ટરના નામથી જાણીતા થયા હતા .
 • મોહનદાસ ભારતથી પોતાની સાથે ગીતા, રામાયણ, ટોલ્સટોયના પુસ્તક લઇ ગયા હતા.
 • ઘણા દિવસો બાદ તેઓએ ગીતા વાંચવા ખોલી અને તેમનો શ્લોક ગાયોમાં હું કપિલા છુ ………………. શ્લોક વાંચ્યો .
 • લંડનમાં એક પ્રોફેસરે મોહનદાસને પોશાક માટે સલાહ આપી હતી. મોહનદાસ તે સલાહ હંમેશા યાદ રાખી પોશાક પહેરવામાં ચીવટ રાખતા.
 • મોહનદાસને પી.નોટ નો અર્થ ખબર ન હતી તે તેઓને દાદાના કેશિયર પાસેથી જાણવા મળ્યો.
 • દાદા ને તેમના સગા અને વેપારી તૈયબ શેઠ વચ્ચે વેપાર અંગે થયેલ તકલીફનો કેસ હતો તેમાં મદદ કરવાની હતી.
 • મોહનદાસને ડરબન સ્ટેશન પર ગોરાઓ અને કાળાઓ માટેના અલગ રસ્તો જોઈ આશ્ચર્ય અને દુઃખ થયું .
 • મોહનદાસે પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં ફર્સ્ટ કલાસમાં સફર શરુ કરી. તેઓ દાદાએ આપેલા કુરાન શરીફ વાંચતા હતા અને વચ્ચે વચ્ચે પોરબંદરના વિચારોમાં ખોવાઈ જતા હતા.
 • ટ્રેન પીટરમારિત્સબર્ગ સ્ટેશન પર આવીને ઉભી રહી ત્યારે ટ્રેનના ફર્સ્ટક્લાસમાં મોહનદાસ એકલા જ હતા તેવામાં એક ગોરો મુસાફર તે જ ડબ્બામાં પ્રવેશ્યો .
 • ગોરો  મુસાફર ડબ્બામાં મોહનદાસને જોઈને પાછો ઉતરી ગયો અને રેલવેના બે કર્મચારીને લઇ આવ્યો . તે કર્મચારીઓએ મોહનદાસને કાળાઓ માટે આ ડબ્બો નથી તેમ કહી ઉતરી જવા કહ્યું .
 • મોહનદાસે તેઓની વાતનો વિરોધ કર્યો પણ તેઓ સમંત ન થયા . જો મોહનદાસ જાતે ન ઉતરે તો જબરદસ્તીથી ઉતારવામાં આવશે તેમ જણાવ્યું છતાં તેઓ ઉતર્યા નહિ .
 • છેવટે મોહનદાસને ટ્રેનમાંથી ધક્કો મારી સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા અને ટ્રેન આગળ નીકળી ગઈ .
 • મોહનદાસે આ ઘટનાનો વિરોધ કર્યો પણ તેઓને સાંભળનાર ત્યાં કોઈ ન હતું . સ્ટેશન પર બીજા કાળા લોકોએ તેઓને સાંત્વના આપી .
 • મોહનદાસે આ ઘટનાનો તાર દાદા અબ્દુલ્લાને મોકલ્યો અને આ ઘટના માટે રેલવેના જનરલ મેનેજરને કમ્પ્લેઇન કરવા કહ્યું . દાદા આ ઘટનાથી દુઃખી થયા .
 • મોહનદાસ સ્ટેશન પર ઠંડીમાં ઠરતા હતા ત્યારે અન્ય કાળા મુસાફરે તેઓને મદદ કરી હતી .
 • બીજા દિવસે મોહનદાસને રેલ્વે કર્મચારીએ જાતે ફર્સ્ટ કલાસમાં બેસાડ્યા.
 • મોહનદાસને આગળ યાત્રામાં સિગરામવાળાએ અને અન્યોએ પણ અપમાન કર્યું હતું .
 • મોહનદાસ પ્રિટોરિયા પહોંચ્યા ત્યારે તેમને લેવા માટે કોઈ ન આવતાં મુજવણમાં મુકાયા અને છેવટે નજીકની જોન્સટન હોટલમાં ગયા .
 • બીજા દિવસે હોટલમાંથી મોહનદાસ મિ બેકરના ઘરે પહોંચ્યા .
 • મિ  બેકરે મોહનદાસને રહેવા માટે મેટીલ્ડાના ઘરે પેઈંગગેસ્ટ તરીકે વ્યવસ્થા કરી આપી .
 • મિ બેકર અને મોહનદાસ વચ્ચે ખ્રિસ્તી ધર્મ વિશે ગરમાગરમ સરસ ચર્ચા થતી .

આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .

પહેલો ગિરમીટયો ભાગ –૪  માટે થોડી રાહ જુઓ ……………………

પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

Advertisements

2 thoughts on “પહેલો ગિરમીટયો ભાગ – ૩

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s