પહેલો ગિરમીટયો ( ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ) મિત્રો  સાહિત્ય પરિષદમાં શ્રી રાજેન્દ્ પટેલ આ પુસ્તકનો આસ્વાદ કરાવશે તેવું જાણવા મળ્યું ત્યારથી તે વાંચવાની ઈચ્છા થઇ અને વાંચીને ઘણું જાણવા અને માણવા મળ્યું . પહેલો ગિરમીટયો પુસ્તકના લેખક શ્રી ગીરીરાજ કિશોર છે ,પુસ્તક મૂળ હિન્દી ભાષામાં છે અને તેનો સરસ અનુવાદ આપણા માટે શ્રી મોહન દાંડીકરે કર્યો છે.

પહેલો ગિરમીટયો પુસ્તકમાં લેખકે આ નવલકથાના  માધ્યમથી એક સામાન્ય માણસ મોહનીયોમાંથી મોહનદાસ અને મોહનદાસમાંથી મહાત્મા કેવી રીતે બને છે તેની સંઘર્ષ કથા  રજુ કરીં છે . હિન્દી સાહિત્ય જગતમાં આ પ્રકારની આ પ્રથમ નવલકથા છે. હિન્દીમાં આ નવલકથાના ૯૦૦ પેજ છે અને ગુજરાતી અનુવાદ ૭૫૩ પેજનો છે . પુસ્તક દળદાર અને મજેદાર છે . આ નવલકથાનું હિન્દીમાં વિમોચન રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ આર. કે. નારાયણ દ્વારા ભારતીય જ્ઞાનપીઠની વિનંતીથી ૩ જુન, ૧૯૯૯માં થયું હતું . પુસ્તકમાં ગાંધીજી વિશે નવું કંઈપણ નથી પણ જેઓએ સત્યના પ્રયોગો પુસ્તક ના વાંચ્યું હોય તેઓને આ નવલકથામાંથી ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવો જાણવા મળશે .મારા મત મુજબ  સત્યના પ્રયોગોના પાના નંબર ૯૩ થી ૨૦૫ સુધીના પ્રકરણ ૬ થી ૧૩ સુધીની વાત સમાવી લેવામાં આવી છે .  

પહેલો ગિરમીટયોના લેખક ગીરીરાજ કિશોર ૨૬ જુલાઈ ૨૦૦૮માં આ પુસ્તકના વાર્તાલાપ પોગ્રામ માટે નારાયણ દેસાઈ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવ્યા હતા . પહેલો ગિરમીટયો પુસ્તક અંગેના કાર્યક્રમ હેઠળ ગીરીરાજ કિશોર ૨૭ ઓગસ્ટ ૨૦૦૮માં ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા હતા .

પહેલો ગિરમીટયો ગુજરાતી પુસ્તકના ૨૬ પ્રકરણના ૭૫૩ પેજમાંથી કેટલીક જાણવા અને માણવા જેવી માહિતી અહી મુકવાનો પ્રયાસ કરીશ .

પહેલો ગિરમીટયો ભાગ – ૨ માટે થોડી રાહ જુઓ ……………………

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ . ૩૫૦

7 thoughts on “પહેલો ગિરમીટયો ભાગ – ૧

  1. શ્રીમાન. રૂપેનભાઈ

    નાતાલ પર્વની આપને અને

    આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ

    ” આપે સુંદર માહિતી ગુજરાતી સમાજને આપેલ છે.”

    પાન નંબર સહિત ઉપયોગી થઈ પડે એમ છે સાહેબ

  2. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

  3. આપની મહિતી સર્વ વાચકોને ઉપયોગી થાય તેવી હોય છે. રુપેનભાઈ! આપ હમણાંથી સક્રિય નથી જણાતા. કુશળ મંગળની આશા છે.. ફરી સક્રિય બનો તેવો મારો આગ્રહ છે….

Leave a reply to jjkishor જવાબ રદ કરો