બ્લોગર મિત્રો અને વાચકો ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે ટાયટલ વાંચતા કંઇક અવનવું લાગે પણ આ એક બેસ્ટ સેલર પુસ્તકના અનુવાદ કરેલ પુસ્તકનું નામ છે . ચિકન સૂપ ફોર ધ સોલ નામની પુસ્તકશ્રેણીની શરૂઆત અમેરિકામાં ૧૯૯૩માં થઇ હતી . આ શ્રેણી ઘણી લોકપ્રિય પણ ઝડપથી થઇ હતી .

આ પુસ્તક ઘણા સમયથી વાંચવાની તીવ્ર ઈચ્છા દિવાળીમાં તૃપ્ત થઇ . આ વાંચવાથી મને ઘણું જાણવા અને માણવા મળ્યું . આપને પણ મોજ આવે તેવું મજાનું પુસ્તક છે તેની ટૂંકમાં સમીક્ષા કરું છુ . પુસ્તકના સંપાદક જેક કેન્ફીલડ, માર્ક વિકટર હાન્સેન, રક્ષા ભારડિયા છે . પુસ્તકનો સરસ ભાવાનુવાદ આપણા માટે મનસુખ કાકડિયાએ કરેલ છે .

આ પુસ્તક તરુણો, યુવાનો માટે જ છે અને યુવાનોને બોધ આપતી ૧૦૧ પ્રસંગ કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે . ૧૩ વર્ષથી ૧૯ વર્ષની ઉંમરને તરુણ અવસ્થા મનાય છે . પુસ્તકમાં ૧૦૧ પ્રસંગકથાઓમાં કેટલીક ખાટીમીઠી, સુખભરી, દુઃખભરી, પ્રેરણાત્મક વાતો આવે છે . પુસ્તકોમાં ૧૦૧ લેખકોએ પોતાના અનુભવો, મંતવ્યો વર્ણવ્યા છે. પુસ્તકના લેખકોમાં શોભા ડે, વિશ્વમોહન ભટ્ટ, જાવેદ હબીબ, કૈલાસ ખેર, પ્રહલાદ કકર, મૃણાલ પાંડે, રક્ષા ભારડિયા, ગૌરાંગી પટેલ અને બીજા ઘણા બધા નામી અને અનામી છે . પુસ્તકના અંતે લેખકોનો ટૂંકો પરિચય અને સમ્પર્ક કરવા માટેની જાણકારી આપવામાં આવી છે .

પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે ,” જો તમે તરુણ હો તો આ બધા જ અનુભવોમાંથી પસાર થઇ રહ્યા હશો અને જો તમે તરુણાવસ્થા વટાવી દીધી હશે તો તેની યાદ તમને તરુણ બનાવી દેતી હશે . આ બધી જ વાર્તાઓ તમારા માટે જ છે ! તમને તે વાંચવી ગમશે જ કારણકે તે સૌમાં ક્યાંક તમારી વાત પણ આવી જાય છે અને જો તમે તરુણાવસ્થા વટાવી ગયા હો તો પણ એ અવસ્થા ફરી માણવા માટે આ વાર્તાઓ તમારે વાંચવી જ રહી “.

આટલી સરસ પ્રસ્તાવના વાંચીને વાંચવાની ઈચ્છા થઈ હોય તો પુસ્તક પ્રકાશન અને અન્ય વિગત નીચે જણાવી દઉં છુ .

પ્રકાશક } નવભારત સાહીત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦૦૦૧ .

કિંમત } રૂ . ૨૫૦

Advertisements

5 thoughts on “ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે

  1. શ્રી રૂપેન્ભાઈ,

    પુસ્તકનો પરિચય આપવાની જે કોશિશ કરેલ છે તે ઉત્તમ છે પણ સાથે સાથે એકાદ બે પ્રસંગ પણ દર્શાવ્યા હોત તો યુવા વર્ગને તે તરફ વધુ આકર્ષણ કે ધ્યાન ખેંચાત કે આટલી સુંદર વાત છે તો ચાલો જરૂર એક વખત તો જાણીએ અને માણીએ..

    1. અશોકભાઈ થોડું વધુ જણાવી દઉં તો પુસ્તક વિશેની ઉત્સુકતા કદાચ ઘટી પણ જાય માટે નથી જણાવી અને પ્રસ્તાવના કેટલી સરસ છે તે વાંચીને વધુ વાંચવાની ઈચ્છા થઇ જાય .

    1. યોગેશભાઈ હા કોલ લઈબ્રેરીમાંથી ઘણીબધી સરસ બુક રેન્ટ પર આપણા પ્રયાસો થકી સરળતાથી વાંચવા મેળવી શકાય છે .
      મિત્રો આપ સૌ પણ કોલ લાયબ્રેરી વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો >>http://wp.me/pKrdv-yV

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s