મિત્રો તા -૧૮ -૧૧-૨૦૧૧ ના રોજ સાહીત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં આદરણીય શ્રી ફાધર વાલેસના પુસ્તક 9 nights in india ના લોકાર્પણ પ્રસંગે નજીકથી મળવાનો લ્હાવો મળ્યો .

હું જયારે સ્કુલમાં ભણતો ત્યારે કેટલીકવાર ફાધર વાલેસના ગણિતની ટેક્સ્ટ બુકમાંથી દાખલા ગણતી વખતે ગણિતના મોટા શિક્ષકને મળવાની ઈચ્છા થતી . ભણ્યા બાદ જયારે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ફાધરના કેટલાંક પુસ્તકો વાંચ્યા બાદ ગણિતના શિક્ષક અને લેખકને મળવાની ઈચ્છા વધુ પ્રબળ થઇ હતી . ફાધર વિશે ટૂંકમાં પરિચય જાણી અને તેમના કેટલાંક પુસ્તકો વાંચી પ્રભાવિત થઇ અગાઉ પોસ્ટ મુકી હતી .

જયારે મને ખબર પડી કે ફાધર અમદાવાદ પુસ્તક લોકાપર્ણ માટે આવવાના છે ત્યારે બધા કામ પડતા મૂકી નિયત સમય કરતા પહેલા સાહિત્ય પરિષદ પહોંચી ગયો . સાહિત્ય પરિષદમાં ફાધરના પ્રોગ્રામ માટે જોરદાર અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું . સાહિત્ય પરિષદનો રા. વિ. પાઠક સભાગૃહ રીનોવેશન બાદ ખાસ આ પ્રોગ્રામ માટે ઉદઘાટન વગર ખુલ્લો મુકાયો હતો . આ સભાગૃહ જાન્યુઆરીમાં વિધિવત ખુલ્લો મુકવામાં આવનાર છે .

સાહીત્ય પરિષદના પ્રોગ્રામની શરૂઆત માધવ રામાનુજે કરી હતી . કાર્યક્રમમાં વિશ્વમ્ભરી સ્તુતિ , મણીયારો અને ગુજરાતના સાહિત્યકારોની આબેહુબ વેશભૂષા બાળકોએ રજુ કરી હતી . આ રજૂઆતનું  રમેશ તન્નાએ આયોજન કર્યું હતું . આગળના પ્રોગ્રામમાં સાહિત્ય પરિષદના મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલે સરસ પ્રવચનથી કરી . ત્યારબાદ દેવેન્દ્રભાઈ પીર, મીનાબહેન પીર,  રઘુવીરભાઈ ચૌધરી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું . પ્રેક્ષકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ફાધર ને સાંભળવાની ક્ષણ આવી ગઈ . હોલમાં નીરવ શાંતિ વચ્ચે ફાધરે શુદ્ધ ગુજરાતીમાં પ્રવચન શરુ કર્યું . ફાધરે ટૂંકા પ્રવચનમાં પણ ઘણા બધા પ્રસંગો  અને જાણકારીઓ પ્રેક્ષકોને આપી મંત્રમુગ્ધ કર્યા હતાં .  ફાધર અગાઉ ૧૦ વર્ષ સાયકલ પર લોકોના ઘરે વિહારયાત્રા  કરતા તે અનુભવોની  વાત કરી . ફાધરે ઉમાશંકર જોશીના ઘરે કાકાસાહેબ કાલેલકરનો  પ્રસંગ કહ્યો હતો .

ફાધરે  9 nights india  પુસ્તકની પણ ટૂંકમાં જાણકારી આપી . ફાધર અગાઉ અમદાવાદ તેમના પુસ્તક ટુ કન્ટ્રીઝ વન લાઈફના લોકાર્પણ વખતે વિધાપીઠના કાર્યક્રમમાં આવ્યા હતાં તે સમયે નવરાત્રી હતી . ફાધરે તે વખતે તેમના રહેવાના સ્થળની નજીકમાં ચાલતા નવરાત્રી કાર્યક્રમની મુલાકાત લીધી અને નવરાત્રીની મજા માણી ત્યારે 9 nights india  પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને પુસ્તક લખ્યું . પુસ્તકમાં ૨૨ પ્રકરણ છે અને પુસ્તક સરળ અંગ્રજી ભાષામાં લખવામાં આવ્યું છે . પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરવામાં આવ્યું છે . પુસ્તકમાં ૧૫૨ પેજ છે .

.

પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ મને સ્ટેજ પર જઈ ફાધરને નજીકથી મળવાનો મોકો મળ્યો . ફાધરના હસ્તે બુકમાં તેમનો ઓટોગ્રાફ મળ્યો તે આખી જિન્દગી યાદ રહી જશે .

પ્રોગ્રામમાં બીજા ઘણા મહાનુભાવો આવ્યા હતા તેમાંના બ્લોગ જગતમાંથી લત્તાબહેન હિરાણી, ઉર્વીશભાઈ કોઠારી જોવા મળ્યા હતા . ઉર્વીશભાઈ આખા પ્રોગ્રામમાં કશુંક લખતા હતા અને ઝુમ કેમેરાથી ફોટો પણ લેતા હતા . ઉર્વીશભાઈ કદાચ તેમના બ્લોગ ગુજરાતી વર્લ્ડ  પર વધુ વિગતવાર જાણકારી અને ફોટોગ્રાફ મુકશે.

ફાધરના 9 nights india પુસ્તકની અને અન્ય પુસ્તક માટે જાણવા પ્રકાશકની વેબસાઈટની મુલાકાત લો .

ફાધર વાલેસના ગુજરાતીમાં પુસ્તક માટે ગુર્જર પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદની મુલાકાત લો . ફાધરના મોટા ભાગના પુસ્તક ગુર્જર પ્રકાશને પ્રકાશિત કર્યા છે .

મિત્રો આપને પણ ફાધરને વધુ જાણવા હોય તો ફાધર જણાવે છે , ” મારા લખાણમાંથી મારો પરિચય તમને મળી જશે”. આપ પુસ્તક વાંચો અને માણો ફાધર વાલેસને …………………

12 thoughts on “ફાધર વાલેસને મળવાનો દિવ્ય અનુભવ

 1. શ્રી રુપેનભાઈ,
  મને એ વાતનું ગૌરવ છે કે હું ફાધર વાલેસનો વિદ્યાર્થી હતો. ઝેવિયર્સ કોલેજમાં હું પ્રથમ અને દ્વિતીય વર્ષમાં
  ભણતો હતો, ત્યારે ત્યાં ફાધર વાલેસ અમને ગણિત ભણાવતા હતા. બહુ જ સરસ ભણાવતા હતા.
  ખૂબ જ પ્રેમાળ શિક્ષક હતા. આ પ્રોગ્રામની ખબર હોત તો હું પણ તેમાં આવત. તમે બહુ જ સરસ માહિતી આપી.
  મને મારાં સંસ્મરણો તાજાં થયાં.
  પ્રવીણ શાહ

  1. આદરણીય ડૉ પ્રવીણભાઈ સાહેબ મને પણ તમે ફાધરના વિદ્યાર્થી હતા તે ખબર ન હતી . જો મને ખબર હોત તો આપને જરૂર ફોન કરીને કે રૂબરૂ આ વિશે જાણ કરત . આગળ આવા કાર્યક્રમની જાણ થશે તો અગાઉથી જરૂર જાણ કરીશ .

 2. સરસ અહેવાલ આપ્યો છે. કાકાસાહેબ, વિનોબાજી અને ફાધરનાં લખાણોથી કોઈ ન કહી શકે કે તેઓ ગુજરાતી નથી. હા, તેમના ઉચ્ચારોમાં કદાચ તમને તફાવત જણાયો હશે. કાકાસાહેબ તો સવાઈ ગુજરાતી તરીકે ઓળખાયા છે.

  આપણી ગુજરાતીની સેવા માટે દલપતરામના વખતમાં સરકારી અમલદાર ફાર્બ્સસાહેબનું નામ પણ આદર સાથે લેવું પડે.

  સરસ માહિતી માટે ધન્યવાદ.

 3. રુપેનભાઇ, સરસ રિપોર્ટ.. મારે મોડુ થઇ ગયુ હતુ.. તમે જાણો છો.. અને મોડા પડીએ ત્યારે ફટાફટ નીચી નજરે ખુરશી શોધી લેવી પડે.. ખરું ને !!

  ગુજરાતી સાહિત્ય પરિષદના પાક્ષિકી કાર્યક્રમમાં તમે તમારી વાર્તા વાંચી.. સરસ. ક્રાઉડ નાનું હોય છે પણ એમાં શીખવાનું ઘણું મળે છે..

  આમ જ સંપર્કમાં રહીશું.

  લતા હિરાણી

  1. લત્તાજી પાક્ષિકી કાર્યક્રમ અને ફાધરના કાર્યક્રમનો અનુભવ પણ યાદગાર રહી ગયો . ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપ અને અન્ય લેખકો , મિત્રો , ટીકાકારો પાસેથી ઘણું જાણવા મળશે તેવા આશયથી જ વાંરવાર મુલાકાત લેવાનું પસંદ કરું છુ .

 4. શ્રી રૂપેન્ભાઈ,

  ખ્હોબ્જ સુંદર માહિતી સાથે ફાધર વાલેષની યાદ અપાવી. નાનપણમાં ફાધર વાલેશ્ના અનેક પુસ્તકો વાંચ્યા હતા ,અને તો જયારે અમદાવાદમાં તે સમયમાં થોડા દિવસ માટે આમંત્રિત કરેલ લોકોને ત્યાં રહેવા જતા અને તો સાથે મિક્સ થઇ અને પોતાના અનુભવ જણાવતા, જ્યાં રહેતા તે કુટુંબ સાથે કઈ રીતે પોતે જીવન વિતાવતા તે અનુભવો પણ વાંચવા અને માણવા જેવા તેમના છે…

  ભારતમાં રહી એક ભારતીય ને ગૌરવ અપાવે તેવું તેમનું જીવન છે..

 5. આદરણીયશ્રી. રૂપેનભાઈ

  ખુબ જ સરસ પ્રેરણાદાયક લેખ આપે મુકીને અમને નવી જાણકારી આપે આપી તે બદલ

  અમો ખુબ જ ધન્યતા અનુભવીએ છીએ.

  વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતને ખુબજ ઉપયોગી થઈ પડશે.

  ટૂંકમાં ” ફાધર વાલેસ ગણિતના બેતાજ બાદશાહ હતા.”

  શ્રી. રૂપેનભાઈ આ લેખ તમો ” ગુજરાત ગૌરવ ગાથા ” પર મુકીને

  અમોને આભારી કરશોજી.

 6. પોસ્ટમાં જણાવ્યા મુજબ કાર્યક્રમમાં ઉપસ્થિત બ્લોગર ઉર્વીશભાઈ કોઠારી આવ્યા હતા .તેમણે તેમના બ્લોગમાં http://urvishkothari-gujarati.blogspot.com સરસ પોસ્ટ અને ફોટા પણ મુક્યા છે . અગાઉ ૨૦૦૯ ની વિદ્યાપીઠ મુલાકાતની પણ પોસ્ટ વાંચવા મળશે .

 7. ફાધર વાલેસની સુન્દર વાતો રજૂ કરવા બદલ અભાર. ગુજરાતના ઉત્ત્મ સાહિત્યકારો માં ફાધર મોખરે છે. એમના ઘણાં પૂસ્તકો વાચ્યાં છે. ક્યારેય મળી શકાયું નથી. આપને એ લહાવો મળ્યો, એ આનંદની વાત છે.

 8. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ મને સ્ટેજ પર જઈ ફાધરને નજીકથી મળવાનો મોકો મળ્યો . ફાધરના હસ્તે બુકમાં તેમનો ઓટોગ્રાફ મળ્યો તે આખી જિન્દગી યાદ રહી જશે .
  ……………….
  ફાધર વાલેસની સુન્દર વાતો રજૂ કરવા બદલ અભાર….શ્રી. રૂપેનભાઈ

  ખુબ જ સરસ પ્રેરણાદાયક લેખ
  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s