મિત્રો અમદાવાદમાં સુંદરવન બાળકો માટે સરસ પીકનીક સ્થળ છે . દિવાળીમાં લાંબા કોઈ પ્રવાસનું આયોજન ન હોવાથી ટૂંકા પીકનીક માટે સુંદરવન જવાનું નક્કી કર્યું .

સુંદરવન અમદાવાદમાં ઘણા વર્ષોથી બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે . સુંદરવન શિવરંજની ચારરસ્તાથી એસજી હાઇવે તરફના રોડ પર ઇસરો પાસે , સ્પીપાની સામે અને ભાવનીર્ઝરની નજીકમાં છે . સુંદરવન શરુ શરૂમાં બન્યું ત્યારે તેની આજુબાજુ ખુલ્લા ખેતર હતા પણ અત્યારે માત્ર સુંદરવન ખુલ્લી જગ્યામાં છે અને ચારેબાજુ કોન્ક્રીટ જંગલ બની ગયું છે .

સુંદરવનમાં ટીકીટ નજીવા દરે છે . સુંદરવનમાં નાના પક્ષીઓ અને પ્રાણીઓ જુજ પ્રમાણમાં છે. સુંદરવનમાં સરસ વાતાવરણ હોય છે . સુંદરવનમાં પહેલા જેવી જાળવણી નથી થતી . સુંદરવનમાં સાપ , બતક , મોર , ઢેલ , દેડકા , અજગર , ચકલી , પોપટ , કબૂતર , વાનર , સસલા , ચામાચીડીયા જોવા મળે છે .

સુંદરવનમાં થોડા સમય પહેલા રીનોવેશન અર્થે બંધ કરવામાં આવ્યું હતું પણ ત્યાં જોતા એવું કંઈપણ નવું કરવામાં આવ્યું હોય તેવું જણાયું નથી . સુંદરવન આજુબાજુની જમીનની કિમંત આસમાને પહોંચી છે માટે કદાચ સુંદરવનના સંચાલકોએ તેને બંધ કરવાનું આયોજન કર્યું હશે તેવી શંકા ઉપજે છે . અમદાવાદમાં જેઓએ સુંદરવન ના જોયું હોય તેઓએ એકવાર જોવા જેવું છે પછી કદાચ ત્યાં કોન્ક્રીટ જંગલનું નિર્માણ થઇ જાય .

સુંદરવનનો સમય મંગળવાર થી શુક્રવાર સાંજે ૪ થી ૬ છે અને શનિવાર અને રવિવારે સવારે ૯-૩૦ થી ૧૨ , સાંજે ૪ થી ૬ છે . દર સોમવારે રજા હોય છે .

સુંદરવન મોટું આકર્ષણ સ્નેક શો છે . બાળકોમાં પ્રવર્તતી સાપ અંગેની ખોટી માન્યતાઓ , શંકાઓનું સમાધાન થાય છે . સ્નેક શોમાં સ્નેક વિશે જાણકારી આપવામાં આવે છે . ભારતમાં હાલ કેટલા પ્રકારના સ્નેક છે , કેટલા ઝેરી , બિનઝેરી છે , સ્નેકના કેટલાંક નામની જાણકારી આપવામાં આવે છે . સ્નેક ડંખ મારે તો શું પ્રાથમિક ઉપચાર કરી શકાય , સ્નેક શું ખાય છે તેની જાણકારી આપવામાં આવી છે . સ્નેકની ઉંમર કેટલી હોય છે , સ્નેક ક્યાં કેવા પ્રકારના જોવા મળે છે તે જણાવાય છે . પહેલા સ્નેક શોમાં સ્નેક પ્રેક્ષકોના હાથમાં સ્પર્શ કરવા આપતા હતા પણ હવે નવા કોઈ કાયદાના અનુસંધાનમાં સંચાલકોએ કોઈને પણ સ્પર્શ ન કરવા દેવાનો નિર્ણય કર્યો છે . સ્નેક શો બાદ લોકોનો સ્નેક અંગેનો ભય દુર થાય છે .

ચાલો મારો ઘણો અનુભવ વર્ણવ્યો , હવે આપને પણ અનુભવ કરવો હોય તો પહોંચી જાવ સુંદરવન .

Advertisements

4 thoughts on “સુંદરવન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s