અમદાવાદમાં રવીન્દ્રનાથ


ફોટો } ગુગલ બ્લોગર મિત્રો અમદાવાદમાં રવીન્દ્રનાથ ટાગોર આવ્યા હતા તે કેટલાક મિત્રોને જાણ હશે પણ રવીન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં કેટલીવાર , ક્યારે અને ક્યાં આવ્યા હતા તે કદાચ ન જાણતા હોવ તો હવે મને એક પુસ્તક મળ્યું છે તેમાં આવી ઘણી બધી રસપ્રદ અને જાણવા જેવી માહિતીઓનું સંકલન કરવામાં આવ્યું છે . પુસ્તકનું નામ અમદાવાદમાં રવીન્દ્રનાથ છે . પુસ્તકનું સમ્પાદક માનનીય શ્રી નિરંજન ભગત ધ્વારા કરવામાં આવ્યું છે .
રવીન્દ્રનાથ અમદાવાદમાં સાત વખત આવ્યા હતા . રવીન્દ્રનાથ અમદાવાદમાં પ્રથમવાર ૧૮૭૮માં અને છેલ્લીવાર ૧૯૩૦માં આવ્યા હતા . અમદાવાદમાં આવતા ત્યારે ક્યાં રોકાતા અને કોના મહેમાન બનતા તે બધી જાણકારી પુસ્તકમાં છે .
પુસ્તકમાં રવીન્દ્રનાથના બંગાળી , અંગ્રેજી લેખોનું અનુવાદ મુકવામાં આયો છે . પુસ્તકમાં કેટલાક લેખો છે , જેમકે .. મારા શૈશવના દિવસો , નિર્માણ વિરુદ્ધ સર્જન , વસંતનો સંદેશ , અહિંસાની કાર્યક્ષમતા , મહાત્મા કોને કહેવાય . પુસ્તકમાં તેમની અમદાવાદમાં રચાયેલી રચનાઓ અને તેનો અનુવાદ મુક્યો છે .
મિત્રો પુસ્તક વાંચવાની ઉત્સુકતા વધી હોય તો થોડી બ્રેક મારવી પડશે , કેમ કે પુસ્તક ગુજરાતીમાં સરળતાથી પ્રાપ્ત નથી . મારી પાસે જે પુસ્તક છે તેમાં પ્રાઇવેટ સર્ક્યુલેશન માટે છે તેવું લખેલું છે . તેમાં મુલ્ય કિંમત નથી લખી . પુસ્તક બે ભાગમાં છે , એક ભાગ ગુજરાતીમાં અને બીજો ભાગ અંગ્રેજીમાં છે . પુસ્તક અંગ્રજીમાં મળી શકે તેમ છે તેની માહિતી નીચે જણાવું છું .

પુસ્તક ગુજરાતીમાં પ્રકાશક } ઈમેજ પબ્લિકેશન

પુસ્તક અંગ્રેજીમાં વાંચવા ઓનલાઈન ખરીદવા માટે

http://www.sogosmos.com/product-tagore_in_ahmedabad-18877.htm