શૂન્યતાનો અનુભવ

Standard

ઘણા સમયથી શૂન્યતાનો અનુભવ પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ . શૂન્યતાનો અનુભવ એ નિશબ્દ સંવાદકા જાદૂ નો ગુજરાતી ભાવાનુવાદ છે . નિશબ્દ સંવાદ કા જાદૂ પુસ્તક હિન્દીમાં પ્રસિદ્ધ થયા પછી તેની વધતી લોકપ્રિયતા બાદ તે પુસ્તક આપણને ગુજરાતીમાં વાંચવા મળી રહ્યું છે .આ પુસ્તકનો ગુજરાતીમાં ભાવાનુવાદ અનિલભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે .

શૂન્યતાનો અનુભવ પુસ્તકના લેખક સર શ્રી છે . શૂન્યતાનો અનુભવ પુસ્તક માત્ર ધાર્મિક માનસ ધરાવતા વાચકો માટે જ નથી પણ તમામ વાચકો  અને જિજ્ઞાસુઓ માટે છે . પુસ્તકમાં ૧૧૧ જિજ્ઞાસોનું સમાધાન સરસ અને હળવી ભાષામાં સચોટ રીતે કરવામાં આવ્યું છે . પુસ્તક વાંચતા અદ્ભુત આનંદનો અનુભવ થાય છે . ધણા સમયથી આપણા ફળદ્રુપ દિમાગમાં ઉપસ્થિત થતાં તમામ પ્રશ્નો અને જિજ્ઞાસાનું સમાધાન આ પુસ્તકમાં મળી જાય તેમ છે .

પુસ્તકની પ્રસ્તાવનામાં સરસ સમજાવ્યું છે કે અહી આપેલા પ્રશ્નો  અનુભવો , જવાબોને અનુભવો . આ અનુભવોમાંથી સ્વયં સમજણ મળી જશે .પુસ્તકના  ૧૧૧ પ્રશ્નોમાંથી કેટલાંક પ્રશ્નો અહિયાં મુકું છુ .

 • માનવ જીવનનું લક્ષ્ય શું છે ?
 • આધ્યાત્મની પરિભાષા ?
 • આધ્યાત્મ અંદર કે બહાર ?
 • જીવનમાં સદગુરુ હોવા જરૂરી છે ?
 • ઈચ્છાઓ દુઃખનું કારણ હોઈ શકે ?
 • પ્રાર્થના કરવી કે નહિ ?
 • પૈસા પાછળ દોડવું કે નહિ ?
 • મૂર્તિપૂજા કરવી કે નહિ ?
 • ઈશ્વર પાસે શું માંગવું ?
 • ઈશ્વર અને પ્રાર્થનાનો સંબંધ ?
 • કયું કર્મ પુણ્ય કર્મ છે ?
 • કર્મ મુક્તિના ઉપાયો ?

આવા ૧૧૧ પ્રશ્નોના જવાબ જાણવા હોય તો પુસ્તક વાંચવું અને માણવું પડશે .પુસ્તક વાંચી આપણી કેટલીય ગેરમાન્યતાઓ અને અણસમજનું સમાધાન થઇ જશે જ તેવો મારો અનુભવ છે .

પ્રકાશક } નવભારત સાહિત્ય મંદિર , ગાંધીરોડ , અમદાવાદ – ૩૮૦૦૦૧ .

કિમંત } ૧૦૦ રૂ .

Advertisements

2 responses »

 1. રૂપેનભાઈ……. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે શ્રી મારા બ્લોગ ઉપર પધાર્યા અને મારા જેવા એક ઉભરતા બ્લોગર ને આપના વિશાળ દરિયા ની મુસાફરી કરવાનું આમત્રણ આપ્યું……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s